SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ હા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન હી રાજકારણનું ક્ષેત્ર હોય, મોટી કંપનીઓનું વ્યવસ્થાપન હોય, ઉશ્યન કે અવકાશ ક્ષેત્ર હોય - બધામાં સ્ત્રી મોખરાને સ્થાને છે એનાં દૃષ્ટાંતો અપાય છે. આ સંદર્ભે વિચારતાં સ્મરણમાં આવે છે “જ્ઞાતાધર્મકથાંગ’ની જ વણિક શેઠની ચાર પુત્રવધૂઓની કથા. ચોથી પુત્રવધૂ રોહિણીને શ્વસુરે સાચવવા આપેલા ચોખાના પાંચ દાણા પાંચમે વર્ષે પરત માગ્યા ત્યારે એ દાણામાંથી વૃદ્ધિ પામેલ ચોખાનું ધાન્ય ગાડાનાં ગાડાં ભરીને પિયરથી મંગાવી રોહિણીએ શ્વસુરગૃહે પહોંચતું કર્યું. રોહિણીની દૂરંદેશી, સંસ્કારિતા, કુટુંબપ્રેમે પાંચ દાણામાંથી ઘરના કોઠાર ભરી દઈને એણે કુટુંબને જે રીતે સમૃદ્ધ કર્યું એ સ્ત્રીશક્તિની પ્રેરક કથા સહસ્ત્રાધિક વર્ષો પૂર્વે પ્રાપ્ત થાય છે. આમ તો આ કથા શ્રમણશ્રમણીના વ્રતપાલન સંદર્ભે એક રૂપકકથા તરીકે કહેવાઈ છે, પણ સાંપ્રતકાલની સંદર્ભે આ કથાને યથાવત એક સ્ત્રીશક્તિની કથા તરીકે ભાવન કરતાં એટલી જ પ્રેરણાદાયી બની રહે છે. વર્તમાનમાં છૂતાછૂતના પ્રશ્નો, ઉંચ-નીચના વર્ણભેદો, દલિતોને ઇતર જનસમુદાય દ્વારા થતી પરેશાની - આ બધી આપણા દેશની હજીય સળગતી સમસ્યાઓ રહી છે. મનુષ્ય ઊજળો કે હલકો એનાં સત્કર્મો-કુકર્મોથી ઓળખાવો જોઈએ. આપણને આ સંદર્ભે મેતાર્ય (મેતારજ) મુનિનું ચરિત્રકથાનક અચૂક યાદ આવે. ચાંડાલિનીની કૂખે જન્મીને પણ તેઓ જૈનોના એક સ્મરણીય-વંદનીય મહાત્મા બની ગયા અને અંતકૃત કેવળીપદને પામ્યા. ઉપા. યશોવિજયજીના ૩૫૦ ગાથાના સ્તવન પરના શ્રી પદ્મવિજયજી રચિત બાલાવબોધમાં એક નાનકડી કથા આલેખાયેલી છે: શબર નામનો એક રાજા હતો. એને ત્યાં એક દિવસ ભૌત (બૌદ્ધ?) સાધુ પધાર્યા. એમના માથે મયૂરપિચ્છથી બનેલું છત્ર શોભતું હતું. શબરની રાણીને એ છત્ર ગમી ગયું. સાધીના ગયા પછી રાણીએ રાજા પાસે એ છત્ર મેળવવા હઠ લીધી. એટલે રાજાએ એના સુભટને છત્ર લઈ આવવા હુકમ કર્યો. ત્યારે સુભટને સૂચના આપતાં રાજા કહે છે, “બળજબરીથી છત્ર મેળવતાં સાધુને સ્પર્શ થાય તો એમની અવજ્ઞા કર્યાનું પાપ લાગે, એટલે સાધુથી દૂર રહી બાણથી એમની હત્યા કરી છત્ર મેળવવું.” આ કથામાં રહેલો વિપર્યાસ જુઓ. છત્ર લેતાં સ્પર્શ કર્યાનું પાપ લાગે, પરંતુ બાણ મારીને હત્યા થાય એનો વાંધો નહીં. આ ટચુકડી કથા સાંપ્રતકાલની સમસ્યા
SR No.034453
Book TitleSamprat Samasyanu Dharmma Samadhan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2019
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy