SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ હા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન હી એનો વધ કર્યા વિના એને ચાલતું નહીં. આવા પાપકર્મી પિતાના પુત્ર સુલસના જીવનમાં અભયકુમારની સોબતથી જીવદયાના સંસ્કારો એટલા દૃઢ થયા કે પિતાના મૃત્યુ પછી કુટુંબીઓના અતિ આગ્રહ છતાં પિતાનો કસાઈનો ધંધો સંભાળવા એ તૈયાર થયો નહીં. કુટુંબીઓએ કહ્યું કે, તારું જીવહિંસાનું પાપ અમે વહેંચી લઈશું. ત્યારે સુલસે પોતાના પગ પર કુહાડી મારી લોહી વહેવડાવ્યું ને સગાંઓને કહ્યું કે, “મને અત્યંત પીડા થાય છે. તમે મારી પીડા થોડી થોડી વહેંચી લો.” ત્યારે બધાં કહેવા લાગ્યાં કે, “તારી પીડા અમે કેવી રીતે લઈ શકીએ?' પ્રત્યુત્તરમાં સુલસ એક જ વાક્ય બોલે છે : “જો પીડા નથી વહેંચાતી તો પાપ શી રીતે વહેંચી શકાય?' કસાઈપુત્રનો આવો હતો પ્રાણીહિંસાનો વિરોધ અને જીવદયા માટેનો પ્રેમ. - ત્રીજું દૃષ્ટાંત તો માત્ર ૪૫૦ વર્ષ અગાઉ ઘટેલી એક ઐતિહાસિક ઘટનામાં છે. ૧૬મા શતકમાં મોગલ બાદશાહ અકબરશાહે હીરવિજયસૂરિજીના સદુપદેશથી ‘અમારિ પ્રવર્તનનું ફરમાન કર્યું. સમ્રાટે કેવળ સૂરિજીને રાજી રાખવા તો આમ ન જ કર્યું હોય. પોતે સૂરિજીના સિદ્ધાંતોથી પૂરા પ્રભાવિત થયા હતા. પણ આજે? ઋષિમુનિઓ અને સંતોની સંસ્કૃતિવાળા આપણા દેશમાં ધમધોકાર કતલખાનાં ચાલી રહ્યાં છે. આ એક રળાઉ ધંધો બની ગયો છે. ઉપર્યુક્ત ત્રણે દૃષ્ટાંતોમાં અબોલ જીવોની હત્યાની વ્યાપક સમસ્યાનું સમાધાન શું પ્રાપ્ત નથી થતું? સ્વતંત્રતાના ૭૨ વર્ષ પછી પણ કતલખાનાંના પ્રતિબંધ સંદર્ભે આપણે ઊણા ઊતર્યા છીએ. સુલસાના કથાનકમાં એક અન્ય પ્રેરણાદાયી બોધ પ્રાપ્ત થાય છે. સત્સંગ મનુજીવનને કેવું પલટાવી નાખે છે! અભયદેવની મૈત્રી સુલસના વિચારપરિવર્તનની મુખ્ય નિમિત્ત બની છે. આજની યુવાપેઢીનો એક વર્ગ સુરાપાન, ગાંજો-ચરસ જેવા નશીલા પદાર્થોનું સેવન, માંસાહાર, જુગાર, સ્વચ્છંદાચાર, વડીલો પ્રતિ અવજ્ઞા ને અવિનય તેમજ ભૌતિક જીવનશૈલી તરફ ઢળ્યો છે કે ઢળતો જાય છે તે કુસંગનું પરિણામ છે. આ માટે સુલસની અભયકુમાર સાથેની મૈત્રી એક મહત્ત્વનો સંદેશ પૂરો પાડે છે. - વર્તમાન ભારતની મહિલાવર્ગની લઘુતાગ્રંથિને દૂર કરવા માટે અને એમનામાં રહેલી શક્તિઓને પ્રોત્સાહિત કરવા માટે મહિલાઓએ તમામ ક્ષેત્રોમાં કેવાં ઉચ્ચસ્થાનો પ્રાપ્ત કર્યા છે એનાં ઉદાહરણો દ્વારા સ્ત્રી સશક્તિકરણની વાત પ્રચારમાં આવી છે. - ૩૦ જ
SR No.034453
Book TitleSamprat Samasyanu Dharmma Samadhan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2019
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy