SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ હા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન હી સમયસુંદર, ઋષભદાસ શ્રાવક, જિનહર્ષ, ઉપા. યશોવિજયજી, જ્ઞાનવિમલ, ઉદયરત્ન, પં. વીરવિજયજી જેવા સર્જકો દ્વારા વિપુલ પ્રમાણમાં કથાત્મક સર્જનો થયાં છે. જૈન સાધુકવિઓએ બ્રાહ્મણધારાની પુરાણકથાઓને તેમજ લૌકિક કથાધારાને પણ વ્યાપકરૂપે જૈનાવતાર આપ્યો છે. રાયામણ, મહાભારતની જૈન પરંપરા વ્યાપક સ્વરૂપે ઊભી થઈ છે. સાથેસાથે ‘સિંહાસન બત્રીશી', “આરામશોભા’, ‘માધવાનલ કામકંદલા’, ‘વિનોદ ચોત્રીસી' જેવી લૌકિક કથાઓ પણ રચાઈ છે. પ્રયોજન અને પ્રેરણા આમ તો કોઈ પણ કલાકૃતિનું પ્રયોજન માનવીના ચિત્તને આનંદ આપવાનું છે. એ રીતે કથાસાહિત્ય રસિક-રંજક હોય; સાથે બોધક પણ હોઈ શકે, પરંતુ દૃષ્ટાંત સ્વરૂપે કહેવાયેલી આપણી જૈન કથાઓ રંજક હોય કે ન હોય, એ બોધક તો હોય જ છે. દર્લભતાથી પ્રાપ્ત થયેલા આ મનુષ્યભવને ચરમ લક્ષ્ય તરફ દોરી જતી આ કથાઓ એટલે જ ધર્મકથા કહેવાઈ છે. જૈન કથાનુયોગની મુખ્ય પ્રેરણા નીતિ, સદાચાર અને ધર્મનિષ્ઠ જીવન માટેની છે. શીલ, ચારિત્ર, તપ, સંયમ, વૈરાગ્ય, કષાયત્યાગ, પરિષહ, ગુરુ પ્રત્યેનો વિનય, દેવ-મનુષ્ય-તિર્યંચ-નારકકલોકનાં સ્વરૂપો, રાગદ્વેષથી સર્જાતા અનર્થો, કર્મવિપાક – એમ અનેકવિધ પ્રયોજનોવાળી આ ધર્મપ્રેરક કથાઓનું અંતિમ લક્ષ્ય તો છે સંસારભ્રમણમાંથી મુક્તિ. સાંપ્રત સમસ્યાઓનું સમાધાન : જૈન ધર્મકથાઓનો મર્મબોધ કોઈ પણ સ્થળ-કાળમાં શ્વસતા મનુષ્ય માટે પ્રેરણારૂપ બની રહે એમ છે, પરંતુ આ લેખમાં આપણે જોઈશું કે સાંપ્રત સમસ્યાઓના નિવારણાર્થે આ કથાઓ કેવી રીતે પ્રેરક અને સમાધાનકારક બની શકે એમ છે. યાદવકુળની જાન જોડીને રાજુલને પરણવા ગયેલા અરિષ્ટનેમિ લગ્નોત્સવના ભોજનાર્થે વધેરાતાં પશુ-પંખીઓનો ચિત્કાર સાંભળી લીલા તોરણેથી પાછા વળી, ગિરાનરે જઈ દીક્ષિત થયા, કેવળજ્ઞાન પામી ૨૨મા તીર્થંકરપદે સ્થાપિત થયા. અબોલ પશુ-પંખીઓનો થતો વધ એમના જીવનપરિવર્તનમાં નિમિત્ત બની ગયું. | ‘ઉપદેશમાલા' ગ્રંથ પરની સિદ્ધાર્થગણિની હેયોપાદેય ટીકમાં કાલસૌરિક કસાઈ અને એના પુત્ર સુલસની કથા આવે છે. કાલસૌરિક કસાઈ હંમેશાં ૫૦૦ પાડાનો વધ કરતો. શ્રેણિક રાજાએ એને કૂવામાં નાખ્યો તો ત્યાં પણ માટીના પિંડના પાડા બનાવી
SR No.034453
Book TitleSamprat Samasyanu Dharmma Samadhan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2019
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy