________________
હા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
હી તો મળે જ છે. “ભગવતી સૂત્રમાં જમાલિ અને ગોશાલકનાં, અર્જુનમાલી, સુદર્શન વ. નાં, “અનુત્તરોપપાતિકદશામાં અનુત્તર દેવલોક મેળવી શકેલા અભયકુમાર, ધન્યકુમારનાં ચરિત્રકથાનકો છે. ૧૧મા અંગ ‘વિપાકસૂત્ર'માં વેપારીઓ, શિકારીઓ, અમલદારોના સદાચાર - અનાચારનાં પરિણામો દર્શાવતી કથાઓ છે. ‘ઉત્તરાધ્યયન સૂત્ર’ તો થોકબંધ કથાઓથી સમૃદ્ધ છે. અનાથમુનિ, સ્થૂલભદ્ર, નેમ-રાજુલ, રથનેમિ તેમ જ પ્રત્યેક બુદ્ધોનાં કથાનકો છે.
આ તો થઈ આગમગ્રંથોમાં આવતી કથાઓની વાત, એ પછી સમયાંતરે આ આગમગ્રંથો પર રચાયેલ નિર્યુક્તિઓ, ભાષ્યો, વૃત્તિગ્રંથો તેમજ આગમેતર ધર્મગ્રંથોમાં આ કથાસ્ત્રોત મહાસાગરરૂપે વિસ્તરેલો જોવા મળે છે. ‘ઉત્તરાધ્યયન સૂત્ર” પરના વૃત્તિગ્રંથો, “નંદીસૂત્ર' પરની મલયગિરિની “નંદી અધ્યયનવૃત્તિ', ધર્મદાસગણિની ‘ઉપદેશમાલા', હરિભ્રદ્રસૂરિનો ‘ઉપદેશપદ ગ્રંથ, જયકીર્તિસૂરિની ‘શીલોપદેશમાલા', મલધારી હેમચંદ્રસૂરિનું “પુષ્પમાલા પ્રકરણ', શાતિસૂરિનું “ધર્મરત્ન પ્રકરણ”, સિદ્ધર્ષિગણિની “હેયોપાદેયટીકા', સોમતિલકસૂરિની ‘શીલતરંગિણી વૃત્તિ', હેમચંદ્રાચાર્યનો યોગશાસ્ત્ર' ગ્રંથ એની સ્વયજ્ઞ ટીકા - આ બધા ગ્રંથો કથાનુયોગથી છલકાઈ રહ્યા છે.
વળી, કેટલાક સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોને તો કથાકોશ જ કહેવા પડે. જેવા કે વિમલસૂરિનું ‘પઉમચરિય’, હરિષણનો બૃહત્કથાકોશ’, જિનસેનનું ‘હરિવંશપુરાણ’, હેમચંદ્રાચાર્યનું ‘ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર', શુભશીલગણિની ‘ભરતેશ્વર – બાહુબલિવૃત્તિ', વિજયલક્ષ્મી કૃત ‘ઉપદેશ પ્રાસાદ', આદિ કથાગ્રંથો.
બહુસંખ્ય કથાઓને સંગ્રહતા આ ગ્રંથો ઉપરાંત જૈન પરંપરાની સ્વતંત્ર ધર્મોપદેશના પ્રયોજનવાળી દીર્ઘ કથાત્મક કૃતિઓ પણ સંસ્કૃત-પ્રાકૃતમાં રચાઈ છે. જેવી કે પાદલિમિની ‘તરંગવતી', એના સંક્ષેપ સ્વરૂપે રચાયેલી પ્રાકૃત કથા ‘તરંગલોલા', હરિભદ્રસૂરિની
સમરાઈથ્ય કહા’ અને ‘ધૂર્તાખ્યાન', સિદ્ધાર્ષિગણિની ‘ઉપમિતિ ભવપ્રપંચ કથા', ઉદ્યોતનસૂરિની “કુવલયમાલા” વગેરે.
આ કથાપ્રવાહ વહેતો વહેતો અપભ્રંશ તેમજ મધ્યકાળની જૂની ગુજરાતી ભાષામાં રચાયેલા થોકબંધ રાસાઓ, પ્રબંધો, પદ્યવાર્તાઓ તેમજ બાલવબોધો અંતર્ગત ગદ્યકથાઓમાં પ્રચુર માત્રામાં વિસ્તરે છે. “ભરતેશ્વર-બાહબલિ રાસ'ના કર્તા શાલિભદ્રસૂરિથી લઈને લાવણ્યસમય, સહજસુંદર, જયવંતસૂરિ, કુશળલાભ, નયસુંદર,