________________
મમમ સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન
ક
સંદર્ભે કેટલી મોટી માર્મિક કટાક્ષિકા છે! ધર્મ, જાતિ, કુટુંબને નામે આભડછેટ, અને પછી એમાંથી સર્જાતાં દંગલો, વૈમનસ્ય અને હિંસક કૃત્યો. આપણા વિષયાસોને આ કથા મોટો સંદેશ પૂરો પાડે છે,
શ્રી વિજયલક્ષ્મીસૂરિ રચિત ‘ઉપદેશ પ્રાસાદ'માં એક તુંબડીની કથા છે
એક યુવાન દેશની પવિત્ર ગણાતી નદીઓમાં સ્નાન કરવાના પ્રયોજનથી યાત્રાએ જવા નીકળે છે. ત્યારે માતા એને એક કડવી તુંબડી આપીને કહે છે કે ‘પુત્ર ! તું સ્નાન કરે ત્યારે આ તુંબડીને પણ સ્નાન કરાવજે.' થોડા દિવસ પછી યુવાન યાત્રા કરીને પાછો આવ્યો. માતાએ એને જમવા બેસાડ્યો. થાળીમાં માતાએ પેલી કડવી તુંબડીનું શાક પીરસ્યું. યુવાને શાક મોઢામાં મૂકતાં જ એની કડવાશની ફરિયાદ કરી. માતા કહે, ‘હા, મેં જાણીબૂઝીને આમ કર્યું છે. તુંબડીને પવિત્ર નદીઓમાં સ્નાન કરાવ્યા પછી પણ એની કડવાશ ગઈ નહીં, એમ જ્યાં સુધી અંતરમાં કષાયોની કટુતા દૂર થાય નહીં ત્યાં સુધી કેવળ નદીઓના સ્નાનથી પાપકર્મો નિવારી શકાતાં નથી.'
અત્યારે દરેક ધર્મમાં ધાર્મિક પર્વો, યાત્રાઓ, શોભાયાત્રાઓ, અનુષ્ઠાનો, વિવિધ વ્રતોત્સવો ધામધૂમથી ઉજવાય છે, ધર્મમહોત્સવો થાય એ તો સારી વાત છે, પણ આ બધું જો કેવળી દ્રવ્ય સ્વરૂપે થતું હોય અને ભાવરૂપે ન થતું હોય તો એની શ્રેયસ્કરતા સિદ્ધ થતી નથી.
માણસ જો કેવળ દેખાદેખીથી,માન યશ-કીર્તિની એષણા રાખીને કે સાંસારિક સુખસંપત્તિ માટેનું પુણ્યકર્મ બાંધી લેવાની લાલસાથી આ બધું કરે તો કપાયોમાં વિસ્તરેલો રાગ એની સમ્યગ્ ગતિને અવરોધે છે. આ નાનકડી કથાનો બોધ સાંપ્રતકાલીન ધર્માનુષ્ઠાનો માટે પ્રેરણારૂપ બની રહે એમ છે,
જૈન કથાનુયોગનો બહોળો અંશ કર્મવિષાકની, મનુષ્યભવની દુર્લભતાની, સંયમસ્વીકૃતિની, શીલ-ચારિત્રની, વૈરાગ્ય પ્રેરકતાની કથાઓને આવરે છે. અહીં આ લેખમાં સાંપ્રતકાલીન સમસ્યાઓના સંદર્ભે નાની છતાં માર્મિક કથાઓને ઉપયોગમાં લીધી છે.
(અમદાવાસ્થિત ડૉ. કાંતિભાઈનું મધ્યકાલીન જૈન સાહિત્યના સંપાદાન સંશોધન ક્ષેત્રે ખૂબ જ ઉત્કૃષ્ટ યોગદાન છે. તેઓએ અનેક જૈન સેમિનારમાં ચિંતનસભર શોધપત્રો પ્રસ્તુત કર્યા છે).
©
૩૨