________________
૯૪
સમ્યગ્દર્શનની રીત
નુક્સાન કરાવવાવાળાને પોતાનાં પાપકર્મોની સફાઈમાં મદદ કરાવવાવાળા ઉપકારી માનીને તેમના માટે મનમાં ધન્યવાદની ભાવના ચિંતવવી. તેથી તેમના પ્રત્યે રોષ, દ્વેષ, તુચ્છપણું, નિંદાનો ભાવ, ધૃણા વગેરેનો જન્મ જ નહીં થાય, એકમાત્ર કરણાભાવ થશે. જેથી આપણે નવા કર્મબંધથી બચી જઈશું, જૂનાં કર્મોનો સમતાપૂર્વક ભોગવટો થઈ જશે અને આપણી પ્રસન્નતા અખંડ રહેશે; તેથી આવા ભાવ સદૈવ સ્વાગત કરવા લાયક છે, અર્થાત્ સુસ્વાગતમ! સુસ્વાગતમ! આ કારણે આપણે નવાં પાપકર્મોથી અને દુઃખી થતાં બચી જઈશું, જે આપણે અનાદિથી કરતા આવ્યા છીએ અને કર્મોનાં દુષ્યક્રમાં ફસાયેલા છીએ. આવો છે ધન્યવાદ! સુસ્વાગતમ! (Thank you ! welcome !)નો પ્રભાવ.
જ્યારે આપણું આર્થિક અથવા અન્ય કોઈ પણ નુકસાન પોતાથી જ થાય, ત્યારે એમ વિચારવું કે: (૧) મારું આ જન્મમાં કમાયેલ ધન કે અન્ય વસ્તુ મારા પાછળનાં જન્મોનો હિસાબ ચૂકવવામાં કામમાં આવ્યું. જેવી રીતે આપણે કોઈની પાસેથી ત્રણ (Loan) લઈએ અને આપણે જ્યારે તે પાછું ચુકવી દઈએ ત્યારે આપણને આનંદ થાય છે, સંતોષ થાય છે કે આપણે ત્રણમુક્ત થઈ ગયા. એવી જ રીતે આ આર્થિક અથવા અન્ય કોઈ પણ નુકસાન આપણે આગળના અનેક ભવોમાં લીધેલું ત્રણ જ છે; પરંતુ તે વાત આપણે ભૂલી ગયા હોવાથી આપણને દુઃખ થાય છે. (૨) ભગવાનની આપણને સૌને ખાતરી (Assurance) છે કે આપણને ક્યારેય બીજનાં કર્મોની સજા મળવાની નથી. એટલે એક વાત તો નક્કી જ છે કે તે મારું જ લીધેલું ત્રણ હતું કે જે મેં નુકસાનના રૂપે ભરપાઈ કર્યું છે. (૩) આ કારણથી એમ વિચારવું કે હું ત્રણમુક્ત થયો અને તેનો આનંદ અને સંતોષ લેવો. જેનાથી આપણે નવા કર્મબંધથી બચી જઈશું, જૂનાં કર્મોનો સમતાપૂર્વક ભોગવટો થઈ જશે અને આપણી પ્રસન્નતા અખંડ રહેશે; તેથી આવા ભાવ સદૈવ સ્વાગત કરવાલાયક છે, અર્થાત્ સુસ્વાગતમ! સુસ્વાગતમ! આ કારણે આપણે નવાં પાપકર્મોથી અને દુઃખી થતાં બચી જઈશું, જે આપણે અનાદિથી કરતા આવ્યા છીએ અને કર્મોનાં દુષ્યક્રમાં ફસાયેલા છીએ. આવો છે ધન્યવાદ! સુસ્વાગતમ! (Thank you ! welcome !) નો પ્રભાવ.
આવી જ રીતે ધન્યવાદ ! સુસ્વાગતમ! (Thank you ! Welcome ! ) નો ઉપયોગ આપણે અનેક વિપરીત પરિસ્થિતિઓમાં કરીને આપણો ફાયદો લઈ શકીએ છીએ અને આપણને કર્મોનાં દુષ્યક્રથી મુક્ત કરાવી શકીએ છીએ.
કર્મોનાં દુષ્યક્રથી ફ્લાયેલા રહીને, આપણે અનાદિથી આપણું ભવિષ્ય નક્કી કરતા આવ્યા છીએ અને વર્તમાનમાં પણ કરી રહ્યા છીએ. અનાદિથી આપણે આપણું ભવિષ્ય બે રીતે નક્કી કરતા આવ્યા છીએ, એક વર્તમાનમાં આપણને મળેલા સંયોગમાં રતિ-અરતિ (પસંદ-નાપસંદ) કરીને અર્થાત્ વર્તમાન પરિસ્થિતિની સામે પ્રતિક્રિયાના રૂપમાં અને બીજું નવી ક્રિયાના રૂપે અર્થાત્ નિદાન અને પુણ્ય પાપ કરીને. એટલા માટે જ જીવ જયાં સુધી સમ્યગ્દર્શન પ્રાપ્ત નથી કરતો, ત્યાં સુધી એનાં કર્મોનું દુષ્યક્ર સમાપ્ત થવાનું નથી. આગળ અમે નિદાન વિશે થોડુંક સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ.