________________
સમ્યગ્દર્શન માટેની યોગ્યતા
આપણે જાણતાં-અજાણતાં નિત્ય - હંમેશાં અનેક રીતે નિદાન કરતાં હોઈએ છીએ. તેને અંગ્રેજીમાં 1aM of attraction (આકર્ષણનો નિયમ) અથવા Secret(ગુસ/રહસ્યમય)ના નામે અનેક લોકો અનુસરે છે અને જાણતાં-અજાણતામાં તેઓ નિદાન શલ્ય બાંધે છે. જેમ કે આપણે ટી.વી., સિનેમા, નાટક, વગેરે જોતી વખતે અમુક વાતો નક્કી કરી લઈએ છીએ. ઉદાહરણ :- આપણને ટી.વી., સિનેમા, નાટક વગેરેનું કોઈ પાત્ર પસંદ આવી ગયું, કોઈ બંગલો કે ફ્લેટ કે ફર્નિચર પસંદ આવી ગયું, કોઈ પ્રસંગ પસંદ આવી ગયો, કોઈ વક્તા કે વક્તવ્ય પસંદ આવી ગયું, કોઈ ઝવેરાત કે કપડાં પસંદ આવી ગયા અથવા બીજું કાંઈ પણ પસંદ આવી ગયું અને આપણે વિચારી લીધું કે આવું મને પણ મળે કે આવું મારે પણ હોય. આને નિદાન કહેવાય છે, તેમાં જેનું પુણ્ય હોય તેને તેવો બંગલો વગેરે મળે છે અને જે પુણ્ય ઓછું હોય તો તે બંગલા વગેરેને નોકર બનીને પામે છે. જે એટલું પણ પુણ્ય ન હોય તો આપણે પાલતું પ્રાણી તરીકે અથવા વંદો-કીડી વગેરે બનીને પણ તેને અવશ્ય પામીયે છીએ. આવો પ્રભાવ છે નિદાનનો એટલે એને નિદાન શલ્ય પણ કહેવાય છે, કેમ કે તે નિદાનના કારણે આપણને જે આપણાં કર્મો અનુસાર મળવાનું જ છે તેનાથી ઓછું મળે છે અને તે ભોગવતાં પાપ બંધ વિશેષ થાય છે. કેમ કે આપણે તેને માંગીને લીધેલ હોવાથી તેમાં આસક્તિ અધિક જ હોય છે. આવું હોવાથી આપણે માગવાની આવશ્યકતા જ નથી, આપણને આપણા કર્મ અનુસાર તેનાથી પણ સારું મળવાનું જ છે.
જેમ કે આપણે ક્યાંય ફરવા ગયા હોઈએ કે કોઈ પ્રાકૃતિક જગ્યા પર ગયા હોઈએ અને આપણને તે જગ્યા અથવા પ્રાકૃતિક દશ્ય ગમી ગયું, ત્યારે આપણે ત્યાં જ જન્મ લેવાનું નક્કી થઈ જાય છે. કેમ કે જે આપણને ગમે છે, ધણું કરીને ત્યાં જ આપણો જન્મ થાય છે. તે પ્રાકૃતિક જગ્યા પર આપણે વનસ્પતિ-પાણી-પૃથ્વી આદિમાં અસંખ્યાત કાળ સુધીનું આરક્ષણ (Booking) કરાવી લઈએ છીએ, ત્યાં જ એકેન્દ્રિય રૂપે જન્મ-મરણ કરતા રહી શકીએ છીએ.
જેમ કે આપણને વિજાતીય વ્યક્તિનું કોઈ અંગ પસંદ આવી ગયું, તો આપણે તે અંગમાં જન્મવાનું આરક્ષણ (Booking) કરાવી લીધું. તે અંગમાં આપણે સૂક્ષ્મ જીવાણું બનીને લાંબા કાળ સુધી ત્યાં જ જન્મ-મરણ કરતા રહી શકીએ છીએ.
જેમ કોઈ ધર્મી જીવને મહાવિદેહ ક્ષેત્રમાં, ભગવાન ત્યાં હંમેશાં વિહરમાન હોવાને કારણે, જન્મ લેવાનો ભાવ થયો. એ જીવ એવું વિચારે છે કે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને હું ધર્મ પ્રાપ્ત કરીશ, તો એ પણ એક પ્રકારનું નિદાન જ છે. પરંતુ જેણે ધર્મ કરવો હોય તેણે આજે જ અને અહીંયા જ કરવો જોઈએ; કેમ કે અહીંયા પણ અત્યારે ભગવાન મહાવીર સ્વામીનું શાસન પ્રવર્તમાન છે અને અહીંયા પણ આપણે સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને એકાવતારી બની શકીએ છીએ. જેણે ધર્મને આવતી કાલ પર છોડ્યો એની કાલ ક્યારેય આવતી નથી, ત્યારે આ અમૂલ્ય જન્મને છોડીને આગલા ભવની રાહ જોવી કેવી સમજદારી છે ? ખરેખર સમજદારીનો જ અભાવ છે.