________________
સમ્યગ્દર્શનની રીત
એવી જ રીતે ઘણાં લોકો ધર્મ કરીને દેવોના દિવ્ય સુખની કામના કરે છે અને એવા ઉદ્દેશ્યની પ્રાપ્તિ અર્થે જ ધર્મ કરે છે. આવા લોકો સમ્યગ્દર્શનના અભાવના કારણે પ્રાયઃ દેવગતિ પ્રાપ્ત કરીને પણ એકેન્દ્રિયમાં જતા રહે છે, જેમાં તેમનો અનંત કાળ વીતી શકે છે. અને ભગવાને એકેન્દ્રિયમાંથી બહાર નીકળવાને ચિંતામણિ રત્નની પ્રાપ્તિથી પણ અધિક દુર્લભ બતાવ્યું છે, તે ભૂલવા જેવું નથી.
ભગવાને ફરમાવ્યું છે કે દરેક પ્રકારનો સંયોગ દરેકને પોતાનાં કર્મ અનુસાર જ મળે છે, તો પછી માગીને અર્થાત્ નિદાન કરીને પોતાનું નુકસાન કેમ કરવું? આ વાત મુમુક્ષુએ વિચારવી અને સમજવી અતિ આવશ્યક છે, કે જેનાથી તેઓ નિદાન શલ્યથી બચી શકે છે.
આ પ્રકારે આપણે અનાદિથી કોઈ ને કોઈ પ્રકારના નિદાન કરીને પોતાને જ ઠગતા આવ્યા છીએ અને હવે ક્યાં સુધી આવું કરતા રહેવું છે ? આ નક્કી કરીને ત્વરાએ ઉપર પ્રમાણેની રીતથી સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાની યોગ્યતા બનાવવી જોઈએ. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે સત્ય ધર્મ મળવો અતિ આવશ્યક છે. હવે આગળ અમે સત્ય ધર્મનું સ્વરૂપ સમજાવીએ છીએ.
જીવ વિચારે છે કે ક્યા સંપ્રદાયમાં જોડાવાથી મને સમ્યગ્દર્શન મળી શકે છે ? અથવા કયો સંપ્રદાય સાચો છે ? આવા અનેક પ્રશ્નોનો જવાબ તે શોધતો રહે છે. પરંતુ જ્યારે તેને બધાં જ સંપ્રદાયવાળા કહે છે કે, એકમાત્ર અમારો સંપ્રદાય જ સાચો છે અને એકમાત્ર અમારા સંપ્રદાયમાં જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે; બીજા તમામ પાખંડ છે અર્થાત્ બીજા તમામ સંપ્રદાય જૂઠા છે, ત્યારે તે જીવ અસમંજસમાં પડી જાય છે અને વિચારે છે કે આમાંથી કોણ સાચું બોલે છે ? પ્રાયઃ તમામ સંપ્રદાયોમાં પોતપોતાની રૂઢિ અનુસાર ધર્મક્રિયાઓ અને પોતપોતાનાં નિત્યક્રમો ચાલતાં હોય છે, જેમાં બદલાવની કે કાંઈક નવું કરવાની સંભાવના બહુ જ ઓછી હોય છે. લોકો પ્રાય: પોતાના પૈતૃક સંપ્રદાયને જ સાચો અને સારો માને છે, એનું જ અનુસરણ કરે છે. અથવા પોતાની આજુબાજુમાં કે સગાંસંબંધીમાં આર્થિક રૂપથી સંપન્ન લોકોના પ્રભુત્વમાં આવીને તેમના કહેલા મત-પંથ-સંપ્રદાય કે વ્યક્તિ આધારિત પંથ (Personality cult) ને જ માન્ય કરીને, તેનું આંધળું અનુકરણ કરતો રહે છે; એનો જ કટ્ટરતાથી પ્રચાર-પ્રસાર કરતા રહે છે. આવું કરીને, એવા જીવો પોતાના માટે અનંત કાળના અંધકારમય ભવિષ્યનું નિર્માણ કરે છે.
ધર્મ હંમેશાં પરીક્ષા કરીને જ અંગીકાર કરવો જોઈએ. જેમ કોઈ રોગી ઘણા સમયથી દવા ખાઈને પણ જે સાજો નથી થતો, ત્યારે એ ચોક્કસ વિચારે છે કે કાં તો દવા બદલવી પડશે અથવા તો ડોક્ટર બદલવા પડશે. પરંતુ આપણે જ્યારે કોઈ સંપ્રદાયમાં ઘણાં વર્ષોથી ધર્મક્રિયાઓ, પ્રવચન, વ્યાખ્યાન, સ્વાધ્યાય, નિત્યક્રમ વગેરે કરવા છતાં આપણા પરિણામ સુધરતા નથી અથવા આપણો ભાવ, ધર્મને અનુકૂળ નથી થતો તો પણ કાંઈ વિચારતા નથી. એનાથી ઊલટું આપણે તે જ બધું યંત્રવત્ કર્યા જ કરીએ છીએ અને આપણને ફાયદો (લાભ) થયો હોય કે નહીં, તો પણ આપણે એનો જ પ્રચાર-પ્રસાર કરતા