________________
સમ્યગ્દર્શન માટેની યોગ્યતા
રહીએ છીએ. પરંતુ પોતાના ભાવ કે પરિણામને નજરઅંદાજ જ કરીએ છીએ, એટલા માટે સત્ય/શુદ્ધ ધર્મના વિશે જાણવું આવશ્યક છે.
સત્ય/શુદ્ધ ધર્મ કોઈ સંપ્રદાય અથવા વ્યક્તિ આધારિત પંથની (Personality cult) સાથે બંધાયેલો નથી અને તે કોઈ સંપ્રદાય અથવા વ્યક્તિ આધારિત પંથની (Personality cult) જાગીર પણ નથી. પરંતુ સત્ય/શુદ્ધ ધર્મ જ્ઞાની પાસે અવશ્ય છે; કેમ કે તે આત્મા આશ્રિત છે, અર્થાત્ તે શુદ્ધાત્માના અનુભવરૂપ સમ્યગ્દર્શનથી જોડાયેલો છે, નહીં કે કોઈ સંપ્રદાય કે વ્યક્તિ આધારિત પંથની (Personality cult) સાથે. પરમ સત્ તત્ત્વ જ સત્ય/શુદ્ધ ધર્મ છે, અર્થાત્ વસ્તુનો સ્વભાવ જ ધર્મ છે; અર્થાત્ ધર્મ કોઈ ક્રિયા-કાંડ, જપ-તપ, પૂજા પદ્ધતિ અથવા કોઈ મંદિર, ગિરજાઘર કે ધર્મસ્થાનના આધારે નથી. છતાં પણ અનેક સાંપ્રદાયિક લોકો પુષ્કળ ધન ખર્ચને ધાર્મિક ઉત્સવ મનાવે છે અને તેને ધર્મની પ્રભાવના જણાવે છે, પરંતુ વાસ્તવમાં તે ફક્ત સંપ્રદાયનો પ્રચાર-પ્રસાર જ હોય છે. તેનાથી ઊલટું તેઓ આવા ધનનું લાપરવાહ પ્રદર્શન કરીને ધર્મના અનેક ટીકાકારને જન્મ આપે છે, કે જેનાથી ઘણાં ભોળા જીવો ધર્મથી દૂર થઈ જાય છે, અને અન્ય સંપ્રદાયના લોકો પણ ધનનું આવું લાપરવાહ પ્રદર્શન જોઈને વિરોધી બને છે. આવું અઢળક ધન ખર્ચવાવાળા પોતાને મહાન (Great) માનવા માંડે છે અને મંદિર, સ્થાનક કે ધર્મસ્થાનમાં પોતાની મનમાની ચલાવવા લાગે છે; આવી રીતે તેઓ પોતાના અહને જ પાળી-પોષીને મોટો કરતા રહે છે, જે એમના માટે સમાજમાં અપકીર્તિકર બને છે અને અધ્યાત્મમાં પણ પરમ ઘાતક બને છે.
બીજું, મત-પંથ-સંપ્રદાય-વ્યક્તિવિશેષનો આગ્રહ, હઠાગ્રહ, કદાગ્રહ, પૂર્વાગ્રહ, દુરાગ્રહ અથવા પક્ષ આત્મપ્રાપ્તિ માટે સૌથી મોટું અંતરાય/વિદન છે અને વાસ્તવમાં કરુણા એ છે કે પ્રત્યેક સંપ્રદાય કેવળ પોતાને જ સંપૂર્ણ અને પરમ સત્ય માને છે, અને અન્યોને જૂઠા અને અધૂરા માને છે; આવી ભાવના કે કથનથી દ્વેષનો જન્મ થતો હોવાથી, આવી ભાવના કે કથનથી સત્ય ધર્મનો જ પરાજય થાય છે કે જે અપેક્ષિત જ નથી. અર્થાત્ સત્ય ધર્મની પ્રાપ્તિ પ્રાયઃ જ્ઞાની પાસેથી જ સંભવ છે. સત્ય ધર્મ પ્રાપ્ત જ્ઞાનીને કોઈ સંપ્રદાયનો આગ્રહ નથી હોતો, પરંતુ પરમ સત્યનો જ આગ્રહ હોય છે, એટલા માટે જ્ઞાની પાસેથી કેવળ સત્ય ધર્મની પ્રાપ્તિની જ કામના કરવી પરમ ઉપાદેય-શ્રેષ્ઠ છે, નહીં કે સંપ્રદાયની, કેમ કે જ્ઞાનીની અશાતના(અવમાનના)નું ફળ અનંત સંસાર છે. અર્થાત્ જ્ઞાનીને કોઈ પણ સાંપ્રદાયિક દષ્ટિકોણથી ન જોવા અને સાંપ્રદાયિક દૃષ્ટિકોણથી મૂલ્યાંકન પણ ન કરવું; કારણ કે જ્ઞાની સામેવાળી વ્યક્તિની યોગ્યતાને અનુરૂપ જ ધર્મપ્રાપ્તિ માટે ઉપદેશ આપે છે, જેમ કે કોઈ પણ વૈદ્ય કે ડૉક્ટર દર્દને અનુરૂપ જ દવા આપે છે. તમામ દર્દીને એક જ દવા નથી આપવામાં આવતી અર્થાત્ તમામ માટે એક જ ધર્મક્રિયાઓ, પ્રવચન, વ્યાખ્યાન, સ્વાધ્યાય, નિત્યક્રમ વગેરે નથી હોતા, પરંતુ તેમની યોગ્યતા અને સ્તર (પાત્રતા) અનુસાર જે ઉચિત હોય તે જ બતાવવામાં આવે છે.
પ્રશ્ન :- કોઈ એવું પૂછે કે સત્ય ધર્મની પ્રાપ્તિ પ્રાય: જ્ઞાની પાસેથી જ સંભવ છે એવું કેમ કહો