________________
સમ્યગ્દર્શનની રીત
છો ? શું ભગવાનની પરંપરાથી પ્રાપ્ત આગમો અને શાસ્ત્રોથી સત્ય ધર્મનો નિર્ણય ન થઈ શકે ?
ઉત્તર :- ભગવાનની પરંપરાથી પ્રાપ્ત આગમો અને શાસ્ત્રોથી પણ સત્ય ધર્મનો નિર્ણય થઈ શકે છે, પરંતુ આ કાળમાં મુખ્યત્વે ત્રણ સમસ્યાઓ જ્વલંત છે : એક, લોકો આગમો અને શાસ્ત્રોનું યથાર્થ અર્થઘટન નથી કરી શકતા અર્થાત્ જે પણ અર્થઘટન કર્યું છે તે ઘણું કરીને (પ્રાય:) એકાંતરૂપ જ કર્યું છે, એટલે કે ઘણું કરીને (પ્રાય:) એકાંતરૂપ ધર્મનું જ પ્રવર્તન ચાલે છે. બીજું, લોકો ઘણાં આગમો અને શાસ્ત્રોને જ નથી માનતાં અને જેને માને પણ છે તેને પણ સમગ્રતાથી નથી માનતાં. તેઓ તે આગમો અને શાસ્ત્રોમાંથી પણ તે જ વાતો માને છે અને પ્રચાર કરે છે કે જે વાતો તેમના પોતાના મતને અનુરૂપ હોય, બીજી વાતોને ગૌણ કરી દે છે. ત્રીજું, લોકો પ્રાયઃ સાંપ્રદાયિક ક્રિયાઓને જ ધર્મ માની લે છે જ્યારે આવી ક્રિયાઓ ગણવેશ (Uni form) માત્ર જ છે. જેમ વિદ્યાર્થી સ્કૂલમાં ગણવેશ પહેરીને જવાથી જ પાસ નથી થઈ જતાં, એમને ગણવેશ પહેરવા ઉપરાંત અભ્યાસ પણ કરવો પડે છે ત્યારે તેઓ પાસ થાય છે. તેવી જ રીતે મુમુક્ષુએ સાંપ્રદાયિક ક્રિયાઓની સાથે પોતાના ભાવ પણ સુધારવા પડે છે, અર્થાત્ ભાવશુદ્ધિ પણ આવશ્યક છે ત્યારે તેમને મોક્ષમાર્ગની પ્રાપ્તિ શક્ય થઈ શકે છે, તે સમજવું આવશ્યક છે. અર્થાત્ ધર્મ આંતરિક પ્રક્રિયા વધુ છે, તેથી જ અનંત કાળથી અનેક લોકોને બહારની ક્રિયાઓ શુદ્ધ કરવા છતાં પણ સત્ય ધર્મની પ્રાપ્તિ નથી થઈ શકી. તેનું જ વિશેષ સ્પષ્ટીકરણ પણ આપીએ છીએ.
લોકો આગમો અને શાસ્ત્રોનું યથાર્થ અર્થઘટન નથી કરી શકતા અર્થાત્ જે પણ અર્થઘટન કર્યું છે તે પ્રાયઃ એકાંતરૂપ જ કર્યું છે એટલે કે પ્રાય: એકાંતરૂપ ધર્મનું જ પ્રવર્તન ચાલી રહ્યું છે, તેના થોડાં જવલંત ઉદાહરણો પ્રસ્તુત કરીએ છીએ.
ઉદાહરણ પહેલું ઘણાં લોકો એમ કહે છે કે દષ્ટિનો (સમ્યગ્દર્શનનો) વિષય એટલે પર્યાયરહિત દ્રવ્ય અને તેનો અક્ષરશઃ અર્થ કરીને પર્યાયને દ્રવ્યથી જુદો કરવાનો પણ પ્રયાસ કરે છે. એક વખત દ્રવ્યને કાતરથી કાપવું જ પડશે અને પછી તેને જોડી દઈશું એવી વાત કપડાં સીવવાના ઉદાહરણ દ્વારા પણ કરતા રહે છે. દ્રવ્ય અને પર્યાયનો ધ્રુવ પણ અલગ અલગ માને છે અર્થાત્ બે ધ્રુવ માને છે. પરંતુ દ્રવ્ય અભેદ હોવાના કારણે એમાંથી કાંઈ કાઢી નથી શકતા અથવા કાપી પણ નથી શકતા, એ જ કારણે આવા લોકો પ્રાય: ભ્રમમાં જ રહે છે. આવા લોકો પ્રાય: એકાંતવાદી હોય છે અને પોતાના ધર્મ-કર્તવ્ય અને યોગ્યતાપ્રાપ્તિને પણ ક્રમબદ્ધ પર્યાયના નામે નિયતિ પર છોડીને પોતાનો પૂર્ણ પુરુષાર્થ અર્થ અને કામની પાછળ જ લગાવે છે. એમને ખબર નથી કે ક્રમબદ્ધ પર્યાયમાં પાંચેય સમવાય સામેલ હોય છે, કેવળ નિયતિને ક્રમબદ્ધ પર્યાય માનવું ભૂલભરેલું છે; આ અર્થઘટન પણ એકાંતવાદનો જ નમૂનો છે. એવા લોકો અર્થ અને પ્રલોભનોને જ પોતાના શસ્ત્ર બનાવીને, પોતાના માનેલા ધર્મની પ્રભાવના કરવા ઈચ્છે છે. પરંતુ એવા લોકોને એ પણ ખબર નથી કે ધર્મની પ્રભાવના કરવા માટે પ્રથમ પોતે ધર્મની પ્રાપ્તિ કરવી અત્યંત