________________
સમ્યગ્દર્શન માટેની યોગ્યતા
૯૯
આવશ્યક છે, અન્યથા ધર્મની પ્રભાવના સંભવ જ નથી. અર્થથી અથવા અન્ય પ્રલોભનોથી આપણે જેની પ્રભાવના કરીએ છીએ, તે માત્ર અર્થની જ પ્રભાવના થાય છે, તેનાથી અર્થના કામી લોકો, અર્થ કે પ્રલોભનો માટે આપના સંપ્રદાયમાં સામેલ અવશ્ય થઈ જાય છે; પરંતુ એવા સંપ્રદાયમાં પ્રાણ નથી હોતા, માત્ર સંખ્યા હોય છે. જેનાથી કોઈનું પણ કલ્યાણ થવું સંભવ નથી.
- ઉપરોક્ત દષ્ટિનો (સમ્યગ્દર્શનનો) વિષય એટલે પર્યાયરહિત દ્રવ્ય એ વાત સાચી છે, પરંતુ એમાં અપેક્ષા સમજવી આવશ્યક છે. પર્યાયરહિત દ્રવ્ય અર્થાત્ પર્યાયને ગૌણ કરીને અર્થાત્ વિભાવને ગૌણ કરીને જે શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય છે, તે દૃષ્ટિનો (સમ્યગ્દર્શનનો) વિષય છે. આ વાત નહીં સમજવાના કારણે, માત્ર શબ્દાર્થ પકડીને એવી પ્રરૂપણા કરવામાં આવે છે, જે અનેક જીવો માટે ઘાતક છે અર્થાત્ અનેક જીવોને અનંત કાળ સુધી સંસારમાં રખડાવવા માટે સક્ષમ છે.
ઉદાહરણ બીજું : અમુક લોકો એવું પણ કહે છે કે આત્મામાં રાગ છે જ નહીં, આવું સમયસાર વગેરે શાસ્ત્રોમાં અનેક વાર જણાવ્યું છે અને તેનો અક્ષરશઃ અર્થ કરતાં એવા લોકો આત્મા રાગ કરે છે તે વાતને જ નથી માનતાં અને સ્વચ્છંદ રૂપે પરિણમે છે. એ જ કારણે આવા લોકો પ્રાય: ભ્રમમાં જ રહે છે. આવા લોકો પ્રાયઃ એકાંતવાદી હોય છે અને પોતાના ધર્મ-કર્તવ્ય અને યોગ્યતા પ્રાપ્તિને પણ ક્રમબદ્ધ પર્યાયના નામે નિયતિ પર છોડીને પોતાનો પૂર્ણ પુરુષાર્થ અર્થ અને કામની પાછળ જ લગાવે છે. આત્મામાં રાગ છે જ નહીં આવું કથન સમયસાર વગેરે શાસ્ત્રોમાં અનેક વાર જણાવ્યું છે. આ કથન સાચું હોવા છતાં અપેક્ષા ન સમજવાના કારણે તેનો અક્ષરશ: અર્થ કરતાં હોવાથી, આવા લોકો એકાંતવાદના શિકાર થઈ જાય છે. સમયસાર જેવાં શાસ્ત્રોમાં શુદ્ધાત્માની જ વાત કરી છે કે જે દષ્ટિનો (સમ્યગ્દર્શનનો) વિષય છે, અર્થાત્ સમયસાર જેવાં શાસ્ત્રોમાં આત્મામાંથી વિભાવને ગૌણ કર્યા પછી જે પરમ પારિણામિક ભાવરૂપ શુદ્ધાત્મા શેષ રહે છે; તેની જ વાત કરી હોવાથી, આત્મામાં રાગ છે જ નહીં એમ જણાવ્યું છે. અર્થાત્ આત્મા રાગરૂપે પરિણમતો હોવા છતાં દષ્ટિના (સમ્યગ્દર્શનના) વિષયમાં રાગ ગૌણ હોવાના કારણે સમયસાર જેવા ગ્રંથોમાં, સમ્યગ્દર્શન કરાવવા અર્થે જ શુદ્ધાત્માની વાત કહેવામાં આવી છે કે જે દષ્ટિનો (સમ્યગ્દર્શનનો વિષય છે. આ સમજવું અતિ આવશ્યક છે.
તેથી સમયસાર શ્લોક ૬૯માં કહ્યું છે કે, જેઓ નય પક્ષપાતને છોડી (અર્થાત્ અમે અનેક વાર આગળ જણાવ્યા અનુસાર જેણે કોઈ પણ એક નયનો આગ્રહ હોય અથવા તો કોઈ મત-પંથ-વ્યક્તિનો આગ્રહ હોય અને જેઓ આવા પૂર્વાગ્રહ-હઠાગ્રહ છોડી શકે છે) પોતાના સ્વરૂપમાં ગુમ થઈને (અર્થાત્ સ્વમાં અથવા શુદ્ધાત્મામાં “હુંપણું કરીને સમ્યગ્દર્શન રૂપે પરિણમીને) સદા રહે છે તેઓ જ, (અર્થાત્ નય અને પક્ષને છોડે છે તેવા મુમુક્ષુઓ જ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી શકે છે, તેઓ જ કે) જેમનું ચિત્ત વિકલ્પજળથી રહિત શાંત થયું છે એવા થયા થકા (બનેલા એવા) (અર્થાત્ નિર્વિકલ્પ “શુદ્ધાત્મા'નો