________________
સમ્યગ્દર્શનની રીત
ધન્યવાદ!સુસ્વાગતમ! (Thank you ! welcome !) એક વાત તો નિશ્ચિત જ છે કે આપણને જે કાંઈ પણ દુઃખ આવે છે, તેમાં વાંક તો આપણા પૂર્વ પાપોનો જ હોય છે, અન્ય કોઈનોય નહીં. જે અન્ય કોઈ દુઃખ આપતાં જણાય છે, તે તો માત્ર નિમિત્તરૂપ જ છે. તેમાં તેમનો કોઈ જ દોષ નથી, તેઓ તો આપણને આપણા પાપથી છોડાવવાવાળા જ છે. છતાં પણ આવી સમજણ ન હોવાથી, આપણને નિમિત્ત પ્રત્યે જરા પણ રોષ/ગુસ્સોક્રોધ આવે, તો તે રોષ/ ગુસ્સો/ક્રોધ આપણને ફરીથી પાપનું બંધન કરાવે છે કે જે ભવિષ્યનાં દુ:ખોનું જનક (કારણ) બને છે. આ જ રીતે અનાદિથી આપણે દુઃખો ભોગવતાં ભોગવતાં, નવાં દુઃખોનું સર્જન કરતાં રહ્યાં છીએ અને અત્યારે પણ કરી રહ્યાં છીએ. આવાં અનંત દુઃખોથી છૂટવાનો માત્ર એક જ માર્ગ છે કે દુઃખના નિમિત્તને હું ઉપકારી માનું, કારણ કે તે મને પાપથી છોડાવવામાં નિમિત્ત થયેલ છે. તે નિમિત્તનો જરા પણ વાંકગુનો ન ચિંતવું, પરંતુ મારા પોતાના પૂર્વ પાપો જ, અર્થાત્ મારા પોતાના પૂર્વનાં દુષ્કૃત્યો જ વર્તમાન દુઃખનું કારણ બનેલ છે. તેથી દુ:ખ વખતે એમ ચિંતવવુ કે – (૧) અહો! મેં આવું દુષ્કૃત્ય કરેલું! ધિક્કાર છે મને ! ધિક્કાર છે મને! એ દુષ્કૃત્ય માટે મિચ્છામિ દુક્કડં ! મિચ્છામિ દુક્કડ ઉત્તમ ક્ષમા ! (આ છે પ્રતિક્રમણ) અને (૨) હવે હું નિર્ણય કર્યું છે કે આવા કોઈ જ દુષ્કૃત્યોનું આચરણ હવે પછી કદી નહીં કરું ! નહીં જ કરું ! (આ છે પ્રત્યાખ્યાન) અને (૩) મારા દુઃખના કારણ તરીકે અન્યોને દોષિત જોવાનું છોડીને, મારાં જ પૂર્વકૃત દુષ્કૃત્ય - મારા જ પૂર્વના પાપકર્મોનો દોષ નિહાળી; અન્યોને તે પાપોથી છોડાવવાળા સમજીને, ઉપકારી માનીને મનમાં ધન્યવાદ! સુસ્વાગતમ! (Thank you ! Welcome !) કહીએ અને નવા પાપોથી
બચીએ.
આવી જ રીતે ધન્યવાદ! સુસ્વાગતમ! (Thank you ! Welcome !)નો ઉપયોગ દરેક વિપરીત સંયોગકાળે કરવો જોઈએ. કેમ કે આત્મપ્રાપ્તિ માટે મન શાંત અને પ્રસન્ન હોવું અતિ આવશ્યક છે. બીજું, જેને આપણે આપણું નુકસાન સમજીએ છીએ તે વાસ્તવમાં મારા (આત્માને) માટે લાભદાયક છે; આમ સમજતાં જ ધન્યવાદ! સુસ્વાગતમ! (Thank you ! Welcome !)નો ભાવ આપણા મનમાં સ્થાયી રૂપ લઈ લેશે અર્થાત્ સર્વદા ઉપસ્થિત રહેશે, જેનાથી આપણે નવાં કર્મોથી બચી જઈશું અને જૂનાં કર્મોની સમતાપૂર્વક નિર્જરા થઈ જશે. ધન્યવાદ! સુસ્વાગતમ! (Thank you ! Welcome !) નો ભાવ દરેક વિપરીત સંયોગકાળે ઉપયોગી હોવાના બીજાં થોડાંક દષ્ટાંતો અમે અત્રે પ્રસ્તુત કરી રહ્યા છીએ.
જ્યારે કોઈ આલોચક તમારી આલોચના કરી રહ્યો છે ત્યારે એમ વિચારવું કે : (૧) અહો! મેં આવું દુષ્કૃત્ય કર્યું હતું ! ધિક્કાર છે મને! ધિક્કાર છે મને ! તે દુષ્કૃત્યનું મિચ્છામિ દુક્કડ ! મિચ્છામિ દુક્કડે ! ઉત્તમ ક્ષમા! (આ છે પ્રતિક્રમણ) (૨) હવે પછી આવા કોઈ જ દુષ્કૃત્યોનું આચરણ હવે કદી નહીં કરું ! નહીં જ કરું ! (આ છે પ્રત્યાખ્યાન) અને (૩) આલોચકને પોતાનાં પાપકર્મોની સફાઈમાં મદદ કરનાર ઉપકારી માનીને તેમના માટે મનમાં ધન્યવાદની ભાવના ચિંતવવી. તેથી તેમના પ્રત્યે રોષ અથવા દ્વેષનો