________________
સમ્યગ્દર્શન માટેની યોગ્યતા
પહેલો, મૈત્રીભાવ - નિઃસ્વાર્થ પરમ કલ્યાણમય મૈત્રી. લોક્ના સર્વે જીવો પ્રત્યે પરમ કલ્યાણમય મૈત્રીનો ભાવ ભાવવાનો છે. અર્થાત સર્વ જીવોનું પરમ કલ્યાણ ઇચ્છવાનું છે. તેનાથી આપણા મનમાં કોઈ પણ જીવ પ્રત્યે દુશ્મની નહીં રહે અને કોઈ પણ જીવ પ્રત્યે ગુસ્સો કે ઈર્ષા નહીં રહે. જ્યારે આપણા દિલમાં કોઈની પણ પ્રત્યે ઈર્ષા કે દુશ્મની હોય છે, ત્યારે જેના પ્રત્યે એવો ભાવ કર્યો હોય છે તેમને તે ભાવથી ફાયદો કે નુકસાન નથી થતું પરંતુ આપણું બહુ જ મોટું નુકસાન થાય છે. એક તો આપણા દિલમાં તેમને યાદ કરવાથી ડંખ લાગે છે, બીજું આપણાં શરીર પર તેની ખરાબ અસર થાય છે, ત્રીજું આપણી પ્રસન્નતા ભંગ થાય છે, અને ચોથું અનંત કર્મોનો બંધ થાય છે. એનાથી વિપરીત, જ્યારે આપણે બધા જ જીવો પ્રત્યે પરમ મૈત્રીનો ભાવ ભાવીએ છીએ, ત્યારે આપણું મન પ્રસન્ન રહે છે, અને દુશ્મની કે ઈર્ષા ન હોવાના કારણે પાપબંધનથી પણ બચી જઈએ છીએ. પરંતુ જે જીવને મત-પંથ-સંપ્રદાયનો પક્ષ, આગ્રહ, હઠાગ્રહ કે દુરાગ્રહ હોય, તે જીવને માટે સર્વ જીવો સાથે મૈત્રી કરવી અસંભવ જ હોય છે, કેમ કે તે જીવને પોતાનું-પારકું (મારું-પરાયું) અને પસંદગી-નાપસંદગીના તીવ્ર ભાવ હોવાથી તે જીવ સર્વ જીવોને પોતાના મિત્ર માની નહીં શકે. તે જીવ પોતાના સંપ્રદાયવાળાઓથી તો બહુ જ પ્રેમ કરશે, પરંતુ અન્યો ઉપર તો એટલી જ ધૃણા કે તિરસ્કારનો ભાવ કરશે; આવા ભાવો અધ્યાત્મના ઘાતક હોવાથી જ જ્ઞાનીઓએ મતપંથ-સંપ્રદાયનો પક્ષ, આગ્રહ, હઠાગ્રહ કે દુરાગ્રહનું સેવન કરવાની મનાઈ ફરમાવેલ છે. છતાં પણ જો કોઈ જીવ એક સંપ્રદાય વિશેષનો આગ્રહ રાખીને, તે જ સંપ્રદાય વિશેષમાં સમ્યગ્દર્શન છે તેમ માનીને; અધ્યાત્મ માર્ગમાં આગળ વધવા ઈચ્છતા હોય, તો તે એવા જીવની બહુ મોટી ભૂલ હશે અને તેને અધ્યાત્મ માર્ગ તો દૂર સંસારમાં પણ શાંતિ અને પ્રસન્નતા મળવી-ટકવી મુશ્કેલ થઈ જશે.
બીજો, પ્રમોદભાવ - ગુણ/ગુણી પ્રત્યે અહોભાવ. પંચપરમેષ્ઠી પ્રત્યે, તમામ ઉપકારી તથા ગુણી જીવો પ્રત્યે, ગુણો પ્રત્યે પ્રમોદભાવ ભાવવાનો છે. ગુણો પ્રત્યે અને ગુણી પ્રત્યે પ્રમોદભાવ ભાવવાથી આપણામાં એ ગુણોનું ખીલવું આસાન થઈ જાય છે. વ્યવસ્થા એવી છે કે આપણને ગુણો પ્રત્યે આદરભાવ હોવાથી તે ગુણો આપણામાં પ્રગટેખિીલે છે અને આપણને ગુણી જીવો પ્રત્યે ક્યારેય ઈર્ષાનો ભાવ નથી આવતો. સર્વ જીવોમાં કોઈને કોઈ ગુણ તો અવશ્ય હોય જ છે, આપણી દષ્ટિ આપણે એમના ગુણો ઉપર રાખવાની છે, નહીં કે એમના દુર્ગુણો પર. જ્યારે આપણે કોઈને યાદ કરીએ, ત્યારે આપણને તેમના ગુણ યાદ આવવા જોઈએ નહીં કે દુર્ગુણ. તેનાથી આપણને કોઈ પણ જીવ પ્રત્યે તુચ્છપણાનો (હીનપણાનો) ભાવ નહીં થાય અને આપણે પાપબંધથી પણ બચી જઈશું, આપણું મન પણ પ્રસન્ન રહેશે. પરંતુ જે જીવને મત-પંથ-સંપ્રદાયનો પક્ષ, આગ્રહ, હઠાગ્રહ કે દુરાગ્રહ હોય, તે જીવને માટે સર્વ જીવોના ગુણો પ્રત્યે પ્રમોદ કરવો અસંભવ જ હોય છે, કેમ કે તે જીવને પોતાનું-પારકું (મારું-પરાયું) અને પસંદગી-નાપસંદગીના તીવ્ર ભાવ હોવાથી તે જીવ સર્વ જીવોના ગુણોનો પ્રમોદ નહીં કરી શકે. તેવા જીવો પોતાના સંપ્રદાયવાળાઓના ગુણોનો પ્રમોદ કદાચ કરી પણ લેશે, પરંતુ અન્યોના તો અવગુણ જ જોતા રહેશે અને એમના અવગુણોને