________________
સમ્યગ્દર્શનની રીત
૨૧ ઉપયોગ અને લબ્ધિરૂપ સમ્યગ્દર્શન
પંચાધ્યાયી ઉત્તરાર્ધની ગાથા :
ગાથા ૪૦૪ : અન્વયાર્થ :- “આટલું વિશેષ છે કે, સમ્યગ્દર્શન અને સ્વાનુભવ એ બન્નેમાં વિષયવ્યાતિ છે. કારણ કે “સમ્યગ્દર્શનની સાથે ઉપયોગરૂપ સ્વાનુભૂતિ હોય જ' આવી સમવ્યામિ નથી (અર્થાત્ સમ્યગ્દર્શનની હાજરી સમયે સ્વાત્માનુભૂતિરૂપ અનુભવ હોય પણ છે અને નથી પણ હોતો તેથી સમવ્યામિ અર્થાત્ અવિનાભાવ ઉપસ્થિતિ નથી હોતી), પરંતુ લબ્ધિમાં અર્થાત્ લબ્ધિરૂપ (જ્ઞાનની લબ્ધ અને ઉપયોગ એવી બે અવસ્થાઓ હોય છે, તેમાં લબ્ધિરૂપ અવસ્થામાં) સ્વાનુભૂતિની સાથે સમ્યગ્દર્શનની સમવ્યામિ છે (અર્થાત્ સમ્યગ્દર્શનની હાજરીમાં જ્ઞાનમાં લબ્ધિરૂપે સ્વાનુભૂતિની હાજરી અવિનાભાવ અર્થાત્ અચૂક જ હોય છે).”
અર્થાત્ પૂર્વે પંચાધ્યાયી ઉત્તરાર્ધની ગાથા ૨૧૫ માં જણાવ્યા અનુસાર આત્માની ઉપલબ્ધિ ‘શુદ્ધ વિશેષણ સહિત હોય અર્થાત્ શુદ્ધોપયોગરૂપ સ્વાત્માનુભૂતિરૂપ અનુભવ સહિત હોય, તો જ તે સમ્યગ્દર્શનનું લક્ષણ થઈ શકે છે, અને જે તે આત્મોપલબ્ધિ અશુદ્ધ હોય તો તે સમ્યગ્દર્શનનું લક્ષણ બની શકતી નથી. પરંતુ તે શુદ્ધોપયોગરૂપ સ્વાત્માનુભૂતિરૂપ અનુભવનું સાતત્ય ક્ષણિક જ હોવા છતાં તેનું સાતત્ય લબ્ધરૂપ તો સમ્યગ્દર્શનની હાજરી સમયે અચૂક જ હોય છે.
આગળ અમે શુદ્ધાત્માનુભૂતિને સમ્યગ્દર્શનના લક્ષણરૂપે સ્થાપિત કર્યું. તે લક્ષણ ઉપયોગ રૂપે બહુ જ ઓછો સમય માટે રહે છે; પરંતુ તે લક્ષણ, જ્યાં સુધી સમ્યગ્દર્શન હોય છે ત્યાં સુધી લબ્ધરૂપે તેની સાથે અવશ્યમેવ હોય છે. આ વાત જેઓ ચોથા ગુણસ્થાનકે શુદ્ધાત્માનુભૂતિ નથી માનતા તેમને સમજવી અત્યંત આવશ્યક છે.