________________
८०
સમ્યગ્દર્શનની રીત
૨૦
નિમિત્ત-ઉપાદાનની સ્પષ્ટતા
હવે આગમભાષાથી સમજાવે છે કે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ક્યારે થાય છે ? પંચાધ્યાયી ઉત્તરાર્ધની
ગાથા :
ગાથા ૩૭૮ : અન્વયાર્થ :- ‘દૈવ(કર્મ)યોગથી, કાળાદિક લબ્ધિઓની પ્રાપ્તિ થતાં સંસારસાગર (−નો કિનારો) નિકટ આવતાં અથવા ભવ્યભાવનો વિપાક થતાં જીવ સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરે છે.’’
અત્રે જ્યારે સમ્યગ્દર્શન થાય ત્યારે યથાર્થ નિમિત્તનું જ્ઞાન કરાવેલ છે, અર્થાત્ કાર્યરૂપે તો ઉપાદાન સ્વયં જ પરિણમે છે પરંતુ ત્યારે યથાર્થ નિમિત્તની હાજરી અચૂક જ હોય છે. તેથી કહી શકાય કે ‘‘કાર્ય નિમિત્તથી તો થતું જ નથી, પરંતુ નિમિત્ત વગર પણ થતું જ નથી.’' અને તેથી જ જિનાગમમાં જીવને પતનના કારણભૂત નિમિત્તોથી દૂર રહેવાનો ઉપદેશ ઠેર ઠેર આપેલ છે, અને તે યોગ્ય જ છે.
સમયસાર ગાથા ૨૭૮-૨૭૯ : ગાથાર્થ- ‘જેવી રીતે સ્ફટિક મણિ શુદ્ધ હોવાથી (અર્થાત્ જ્ઞાની જેમાં ‘હુંપણું’ કરે છે તે શુદ્ધાત્મા સ્વયં શુદ્ધ હોવાથી) રાગાદિરૂપે (રતાશ-આદિપે) પોતાની મેળે પરિણમતો નથી (અર્થાત્ જ્ઞાની સ્વેચ્છાથી રાગાદિરૂપે નથી પરિણમતા અર્થાત્ ઇચ્છાપૂર્વક રાગ નથી કરતા), પરંતુ અન્ય રક્ત આદિ દ્રવ્યો વડે તે રક્ત (–રાતો) આદિ કરાય છે. તેમ જ્ઞાની અર્થાત્ (શુદ્ધાત્મામાં જ ‘હુંપણું’ કરવાવાળા) આત્મા શુદ્ધ હોવાથી (અર્થાત્ શુદ્ધાત્મા સ્વયં શુદ્ધ હોવાથી) રાગાદિરૂપે પોતાની મેળે પરિણમતો નથી, પરંતુ અન્ય રાગાદિ દોષો વડે (એને યોગ્ય એમના કર્મના ઉદયના નિમિત્તના કારણે) તે રાગી આદિ કરાય છે. (અર્થાત્ તે પોતાની કમજોરીના કારણે રાગી-દ્વેષી થાય છે અર્થાત્ રાગદ્વેષ રૂપે પરિણમે છે.)’’
શ્લોક ૧૭૫ :- ‘‘સૂર્યકાંત મણિ માફક (અર્થાત્ જેવી રીતે સૂર્યકાંત મણિ પોતાથી જ અગ્નિરૂપે પરિણમતો નથી, તેના અગ્નિરૂપે પરિણમનમાં સૂર્યનું બિંબ નિમિત્ત છે, તેમ) આત્મા પોતાને રાગાદિકનું નિમિત્ત કદી પણ થતો નથી, તેમાં નિમિત્ત પરસંગ જ (-પરદ્રવ્યનો સંગ જ) છે. આવો વસ્તુસ્વભાવ પ્રકાશમાન છે. (સદાય વસ્તુનો આવો જ સ્વભાવ છે, કોઈએ કરેલો નથી.)’’