SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ७८ સમ્યગ્દર્શનની રીત ૧૯ સમ્યગ્દષ્ટિને ભોગ બંધનું કારણ નથી આગળ ચોથા અને પાંચમા ગુણસ્થાનકયુક્ત જીવ ભોગ ભોગવે છે તો કેમ ભોગવે છે અને તેમાં તેને બંધ નથી એ કઈ અપેક્ષાએ કહેવાય છે તેનું સ્પષ્ટીકરણ કરે છે, અને કહે છે કે ઇન્દ્રિયજન્યસુખ વાસ્તવમાં તો દુઃખ જ છે. ગાથા ૨૩૯ : અન્વયાર્થ :- ‘કારણ કે સુખ જેવા જણાવવાવાળા તે ઇન્દ્રિયજન્યખ દુઃખરૂપ ફળને આપવાવાળાં હોવાથી દુઃખરૂપ જ છે. તેથી તે સુખાભાસ ત્યાગવા યોગ્ય છે તથા સર્વથા અનિષ્ટ એ દુ:ખોનાં જે કર્મ, હેતુ (નિમિત્ત) છે તે પણ ત્યાગવા યોગ્ય છે (અર્થાત્ દુ:ખોનાં નિમિત્ત જે કર્મ છે તે પણ ત્યાગવા યોગ્ય છે).’’ જે જીવો અજ્ઞાની છે, તેને તો ઇન્દ્રિયજન્યસુખરૂપ સુખાભાસ પ્રિય હોવાથી નિયમથી દુ:ખરૂપ જ છે; કારણ કે દુઃખનું જે કારણ છે તેવાં કર્મો આવાં સુખો પ્રત્યેના આકર્ષણથી અને તેવાં સુખોને રાચીમાચીને ભોગવવાથી બંધાય છે કે જે કાળાંતરે દુઃખ આપવાવાળા જ બને છે. જ્યારે આત્મજ્ઞાની તેવાં સુખોને ઉપેક્ષાભાવથી – પોતાની નિર્બળતા સમજીને ભોગવે છે અને તેથી તેને અલ્પબંધ થાય છે ખરો, પણ તે અલ્પની અપેક્ષાએ નહિવત્ અર્થાત્ બંધ થતો નથી એમ જ કહેવાય છે. કારણ કે તેને તે સુખમાં ‘હુંપણું’ હોતું નથી, અને જેમ રોગીને દવા માટેનો આદર રોગ મટે ત્યાં સુધી જ હોય છે તેમ આત્મજ્ઞાનીને પણ ઇન્દ્રિયજન્યસુખનો આદર પોતાના પુરુષાર્થની નિર્બળતા છે ત્યાં સુધી જ હોય છે અને આત્મજ્ઞાની તેવા સુખને સેવતો થકો પણ તેને પોતાના પુરુષાર્થની નિર્બળતા સમજીને પુરુષાર્થમાં વીર્ય ફોરવવા અંતરથી થનગનતો હોય છે, તેથી જ તે અપેક્ષાએ તેવા સુખ તે ભોગવે છતાં તેને બંધકારક નથી તેમ કહેવાય છે. ગાથા ૨૫૬ : અન્વયાર્થ :- “જેમ જળોને ખરાબ રુધિર ચૂસવાથી તૃષ્ણાના બીજભૂત તિ જોવામાં આવે છે તે જ પ્રમાણે (અજ્ઞાની) સંસારી જીવોમાં પણ એ વિષયોમાં સુહિતપણું (સારું માનવાથી, આદર હોવાથી, આકર્ષણ હોવાથી) માનવાથી તૃષ્ણાના બીજભૂત રતિ (આસક્તિ) જોવામાં આવે છે.’’ અર્થાત્ વિષયોની આવી આસક્તિ છોડવા જેવી છે એ વાત અવશ્ય ધ્યાનમાં રાખવા જેવી છે. કારણ કે : ગાથા ૨૫૮ : અન્વયાર્થ :- ‘‘સંપૂર્ણ કથનનો સારાંશ આ છે કે, અહીં જગત જેને સુખ કહે છે
SR No.034447
Book TitleSamyag Darshanni Rit
Original Sutra AuthorN/A
AuthorJayesh Mohanlal Sheth
PublisherShailendra Punamchand Shah
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy