SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ નવ તત્ત્વની સાચી શ્રદ્ધાનું સ્વરૂપ ૭૫ ૨૩૪થી ૨૩૭માં આપ્યું છે, વળી ગાથા ૪૦૩ તથા પંચાધ્યાયી પૂર્વાર્ધ ગાથા પ૩રના ભાવાર્થમાં પણ શુદ્ધનયના આશ્રયથી જ ધર્મ થાય એમ કહ્યું છે (અર્થાત્ સમ્યગ્દર્શન થાય એમ સમજવું). એ પ્રમાણે ભૂતાર્થનયના આશ્રયથી જ સમ્યગ્દર્શન પ્રગટ થઈ શકે છે એમ આ ગાથામાં જણાવ્યું છે. આ કથન અધ્યાત્મભાષાથી છે, આગમભાષામાં ઉપાદાન તથા નિમિત્ત બન્નેને જણાવવામાં આવે છે. તેથી ત્યાં ‘જીવ અને કર્મ વગેરેની અવસ્થા કેવી હોય ત્યારે સમ્યગ્દર્શન પ્રગટ થાય ? તે જણાવવામાં આવે છે.” અર્થાત્ દષ્ટિના વિષયરૂપ શુદ્ધાત્માની ઉપલબ્ધિ નવ તત્ત્વને જાણતાં કેવી રીતે થાય છે તે અત્રે દરેકને સ્પષ્ટ સમજાવેલ છે. ગાથા ૧૯૨ : અન્વયાર્થ :- “જીવના સ્વરૂપને ચેતના કહે છે તે ચેતના અહીં સામાન્યરૂપથી એટલે દ્રવ્યદષ્ટિએ નિરંતર એક પ્રકારે હોય છે તેને જ પરમ પરિણામિક ભાવ, શુદ્ધાત્મા, કારણ શુદ્ધપર્યાય વગેરે નામોથી ઓળખાય છે, તે વસ્તુનો સામાન્યભાવ છે અર્થાત્ વસ્તુને પર્યાયથી જોતાં તે પર્યાયનો સામાન્યભાવ છે) તથા વિશેષરૂપથી એટલે પર્યાયદષ્ટિએ તે ચેતના ક્રમપૂર્વક બે પ્રકારની છે (અર્થાત્ દેયિક, ઉપશમ, ક્ષયોપશમ ભાવરૂપ અશુદ્ધ અથવા ક્ષાયિક ભાવરૂપ શુદ્ધ એમ બે પ્રકારની હોય છે), પણ તે યુગપત એટલે એક સાથે નહિ (અર્થાત્ જ્યારે ક્ષાયિકભાવ વિશેષભાવરૂપ હોય છે, ત્યારે તે દેયિક વગેરેરૂપ નથી હોતો અર્થાત્ બન્ને સાથે નથી હોતા).” અર્થાત્ શુદ્ધ તત્ત્વ અર્થાત્ પરમ પારિણામિક ભાવરૂપ શુદ્ધાત્મા એ કાંઈ નવ તત્ત્વોથી વિલક્ષણ અર્થાત્ ભિન્ન અર્થાતરરૂપ નથી, પરંતુ કેવળ નવ તત્ત્વ સંબંધી વિકારોને બાદ કરતાં જ અર્થાત્ ગૌણ કરતાં જ એ નવ તત્વ જ શુદ્ધ છે અર્થાત્ તે પરમ પરિણામિક ભાવરૂપ શુદ્ધાત્મા જ છે અર્થાત્ તે જ દષ્ટિના વિષયરૂપ છે અર્થાત્ તે અપેક્ષાએ નવ તત્ત્વને જાણતાં સમ્યગ્દર્શન કહેવાય છે, કારણ કે સ્થૂળથી જ સૂક્ષ્મમાં જવાય અર્થાત્ પ્રગટથી જ અપ્રગટમાં જવાય અર્થાત્ વ્યક્તથી જ અવ્યક્તમાં જવાય એ જ નિયમ છે.
SR No.034447
Book TitleSamyag Darshanni Rit
Original Sutra AuthorN/A
AuthorJayesh Mohanlal Sheth
PublisherShailendra Punamchand Shah
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy