SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ સમ્યગ્દર્શનની રીત આવ્યા છે તથા ભૂતાર્થનયે આશ્રય કરેલા સમ્યગ્દર્શનના વાસ્તવિક વિષય છે.’' અર્થાત્ દૃષ્ટિના વિષયરૂપ છે. ભાવાર્થ :- ‘‘પૂર્વે ગાથા ૧૮૬માં કહ્યું હતું કે, નવતત્ત્વોથી શુદ્ધાત્મા કોઈ જુદો પદાર્થ નથી, પણ તે નવ તત્ત્વો સંબંધી વિકારોને છોડતાં (ગૌણ કરતાં બાદ કરતાં) એ નવતત્ત્વ જ શુદ્ધ છે (પરમ પારિણામિક ભાવરૂપ શુદ્ધાત્મા છે). નવ તત્ત્વો સંબંધી વિકારોને કેવી રીતે છોડાય તેનો ઉપાય આ ગાથામાં દર્શાવ્યો છે કે, ભૂતાર્થનય વડે તે નવ તત્ત્વોનો આશ્રય કરવો તે સમ્યગ્દર્શનનો વિષય છે (દૃષ્ટિનો વિષય છે). શ્રી સમયસારની ગાથા ૧૧માં પણ કહ્યું છે કે, ‘વ્યવહારનય અભૂતાર્થ છે તથા શુદ્ઘનય ભૂતાર્થ છે એમ ઋષીશ્વરોએ (ભગવાને) દર્શાવ્યું છે, જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ છે.’ ત્યાર પછી એ જ શાસ્ત્રની ગાથા ૧૩માં કહ્યું કે, ‘“ભૂતાર્થનયથી જાણેલ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ – એ નવ તત્ત્વો સમ્યક્ત્વ છે.’’ વળી એ ગાથાની ટીકામાં કહ્યું છે કે આ નવ તત્ત્વોમાં ભૂતાર્થનયથી એક જીવ જ પ્રકાશમાન છે, એમ તે એકપણે પ્રકાશતો શુદ્ઘનય દ્વારા અનુભવાય છે અને જે આ અનુભૂતિ તે આત્મખ્યાતિ જ છે તથા આત્મખ્યાતિ તે સમ્યગ્દર્શન છે. આ ગાથામાં ‘ભૂતાર્થનયે આશ્રય કરેલા નવ પદાર્થો સમ્યગ્દર્શનના વાસ્તવિક વિષય છે’ એમ કહ્યું છે પણ એ માત્ર કથનપદ્ધતિનો ભેદ છે – આશયભેદ નથી. અહીં ‘ભૂતાર્થનયે આશ્રય કરેલા નવ પદાર્થો સમ્યગ્દર્શનના વિષય છે.’ એમ કહેવાનું કારણ એ છે કે, શંકાકારે પ્રથમ ગાથા ૧૪૨થી ૧૪૯માં નવ પદાર્થો બની શકતા નથી એમ કહ્યું હતું, અને ત્યાર પછી ગાથા ૧૭૯-૧૮૦માં એ નવ પદાર્થોને આત્માથી સર્વથા ભિન્ન હોવાનું કહ્યું હતું. આ બન્ને કથનો દોષયુક્ત છે એમ દઢ કરવા માટે આવી પદ્ધતિ અહીં ગ્રહણ - કરી છે. - આગળ ગાથા ૨૧૮-૨૧૯માં શંકાકાર ફરીથી કહે છે કે જ્યારે નવ તત્ત્વોમાં સમ્યગ્દષ્ટિને નિશ્ચયથી માત્ર આત્માની ઉપલબ્ધિ થાય છે અને એ જ શુદ્ધ ઉપલબ્ધિ છે, તો પછી સમ્યગ્દર્શનનો વિષય -નવ પદાર્થ શી રીતે બની શકે ? તેનું સમાધાન ગાથા ૨૨૦થી ૨૨૩માં એમ કર્યું છે કે, મિથ્યાદષ્ટિ તથા સમ્યગ્દષ્ટિ બન્નેને નવ પદાર્થોનો અનુભવ તો છે, પરંતુ મિથ્યાદષ્ટિને તે (અનુભવ) વિશેષરૂપે (અર્થાત્ વિભાવભાવરૂપ પર્યાયરૂપે) તથા સમ્યગ્દષ્ટિને તે (અનુભવ) સામાન્યરૂપે (અર્થાત્ પરમ પારિણામિક ભાવરૂપ શુદ્ધાત્મા રૂપે) થાય છે તેથી તે બન્નેમાં એ અનુભવના સ્વાદનો તફાવત છે, અને એ વાત ગાથા ૨૨૪થી ૨૨૫માં દૃષ્ટાંત આપીને સિદ્ધ કરી છે. નવ તત્ત્વોમાં સામાન્યપણે આત્માને સમ્યગ્દષ્ટિ કેવો જાણે છે તે ગાથા ૧૯૪થી ૧૯૬માં જણાવ્યું છે. અને ત્યાર પછી શુદ્ઘનયના વિષયરૂપ આત્માનું સ્વરૂપ શ્રીસમયસારની ગાથા ૧૪ને અનુસરીને ગાથા
SR No.034447
Book TitleSamyag Darshanni Rit
Original Sutra AuthorN/A
AuthorJayesh Mohanlal Sheth
PublisherShailendra Punamchand Shah
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy