SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનની રીત બનેલી છે. એટલે કે ચાર ભાવ (પર્યાય = વિભાવભાવ) તે એક પરમ પરિણામિક ભાવના જ બનેલા છે. એટલે કે ચારેય ભાવોનું (પર્યાયનું) સામાન્ય તે પરમ પારિણામિક ભાવ છે. એટલે કે જેમ ફોયમાં જ્ઞાતા હાજર છે તેમ દરેક પર્યાયમાં જ્ઞાતા = પરમ પારિણામિક ભાવ હાજર જ છે. તે પર્યાય તેનો જ (જ્ઞાનશેય-જ્ઞાતા) બનેલો છે. અર્થાત્ ચાર ભાવો(પર્યાય = વિભાવભાવ)ને ગૌણ કરતા જ્ઞાયક = પરમ પારિણામિક ભાવ પ્રાપ્ત થાય છે કે જે દષ્ટિનો વિષય છે. આ રીતે દરેક પર્યાયમાં પૂર્ણ દ્રવ્ય હાજરાહજૂર છે જ, માત્ર તેની દષ્ટિ કરતા આવડવું જોઈએ; આથી જ દષ્ટિ અનુસાર એમ કહી શકાય કે જે દ્રવ્ય છે તે જ પર્યાય છે (તે પર્યાયદષ્ટિ) અથવા જે પર્યાય છે તે જ દ્રવ્ય છે (તે દ્રવ્યદૃષ્ટિ). જ્ઞાન (આત્મા) સામાન્ય વિશેષાત્મક હોય છે. જ્ઞાન સામાન્યભાવ (પરમ પારિણામિક ભાવ) નિર્વિકલ્પ હોય છે, જ્યારે જ્ઞાનવિશેષભાવ (ચાર ભાવરૂપ) સવિકલ્પ હોય છે, જેથી કરીને જ્ઞાન સામાન્યભાવ (પરમ પારિણામિક ભાવ)માં હુંપણું કરતા જ નિર્વિકલ્પ અનુભૂતિ હોય છે. આ જ સમ્યગ્દર્શનની વિધિ (રીત) છે. ગાથા ૬૬-૬૭ : અન્વયાર્થ :- “(વૈભાવિકી તથા સ્વાભાવિકી એ બન્ને ક્રિયાઓ = પર્યાયો જ્યારે પારિણામિક જ છે તો તેમાં કાંઈ જ અંતર નથી) એ પ્રમાણે કહેવું ઠીક નથી, કારણ કે બદ્ધ અને અબદ્ધ જ્ઞાનમાં તફાવત છે, તેમાંથી મોહનીય કર્મથી આવરિત જ્ઞાનને (અર્થાત્ ઔદેયિકરૂપ વિશેષ ભાવોને) બદ્ધ કહે છે તથા એ મોહનીય કર્મથી અનાવરિત જ્ઞાનને (અર્થાત્ સામાન્ય જ્ઞાનને, જ્ઞાયકરૂપ જ્ઞાનને પરમ પારિણામિક ભાવરૂપ જ્ઞાનને તથા કારણશુદ્ધપર્યાયરૂપ જ્ઞાનને) અબદ્ધ કહે છે. જે જ્ઞાન મોહકમથી આવરિત એટલે જોડાયેલું છે, તે જેમ ઈષ્ટ અને અનિષ્ટ અર્થના સંયોગથી પોતાની મેળે જ રાગદ્વેષમય થાય છે તેમ જ તે પ્રત્યેક પદાર્થને ક્રમે ક્રમે વિષય કરવાવાળું હોય છે અર્થાત્ તે સર્વ પદાર્થોને એકસાથ વિષય કરવાવાળું હોતું નથી.” આ જ વિષયને ગાથા ૧૩૦માં વિશેષ સ્પષ્ટ કરેલ છે તેથી તે હવે જોઈશું. ગાથા ૧૩૦ : અન્વયાર્થ :- “પરગુણ આકારરૂપ પરિણામિકી ક્રિયા બંધ કહેવાય છે, તથા એ ક્રિયાના થવાથી જ એ બંને જીવ અને કર્મોનું પોતપોતાના ગુણોથી ગ્રુત થવું થાય છે તે અશુદ્ધતા કહેવાય છે.” અર્થાત્ પારિણામિકી ક્રિયા એટલે જ પારિણામિકી ભાવરૂપ (પર્યાયરૂપ) જીવ જ પરિણમે છે. ભાવાર્થ :- “દરેક દ્રવ્યમાં પારિણામિક ભાવ હોય છે, જીવ અને પુલમાં તેની બે પ્રકારની ક્રિયા થાય છે એક શુદ્ધ તથા બીજી અશુદ્ધ. દરેક દ્રવ્ય તે ક્રિયા પોતે સ્વયં કરતું હોવાથી તે ક્રિયા પારિણામિક ભાવે છે. જેમ જીવમાં ક્રોધ થાય છે તે સ્વઅપેક્ષાએ પારિણામિક ભાવ (ક્રિયા) છે (અર્થાત્ ઔદેયિકભાવ ખરેખર તો પરમ પારિણામિક ભાવનો જ બનેલો છે) (જુઓ જયધવલ ભાગ ૧, પૃષ્ઠ ૩૧૯ તથા શ્રી ષટખંડાગમ પુસ્તક ૫, પૃષ્ઠ ૧૯૭-૨૪૨-૨૪૩). વળી વિકારીભાવોમાં કર્મના ઉદયની અપેક્ષા બતાવવી હોય ત્યારે તે
SR No.034447
Book TitleSamyag Darshanni Rit
Original Sutra AuthorN/A
AuthorJayesh Mohanlal Sheth
PublisherShailendra Punamchand Shah
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy