________________
૬૬
સમ્યગ્દર્શનની રીત
૧૫
પર્યાય પરમ પારિણામિક ભાવનો જ બનેલ છે
પંચાધ્યાયી ઉત્તરાર્ધની ગાથાઓ
ગાથા ૬૧ : અન્વયાર્થ :- ‘સ્વયં અનાદિસિદ્ધ સમાં (આત્મામાં) પણ પારિણામિક શક્તિથી (પરિણામિક ભાવથી) સ્વાભાવિકી ક્રિયા તથા વૈભાવિકી ક્રિયા થાય છે.’’
:
ભાવાર્થ :- ‘આગમમાં જીવના પાંચ ભાવો કહ્યા છે, તેમાં એક પારિણામિક ભાવ છે તેને પારિણામિક શક્તિ પણ કહેવામાં આવે છે, તેના બે પ્રકારના પર્યાય થાય છે – એક સ્વાભાવિક તથા બીજી વૈભાવિક (અત્રે જે એક દ્રવ્યના બે પર્યાયો કહ્યા છે, તે અપેક્ષાએ બે છે, વાસ્તવમાં બે ન સમજવા. કારણ કે એક દ્રવ્યનો એક જ પર્યાય હોય છે, પરંતુ તેને સામાન્ય અને વિશેષ એવી બે અપેક્ષાએ બે પર્યાય કહ્યા છે, તેમાં સામાન્ય ને સ્વાભાવિક પર્યાય કહેવાય છે અને વિશેષને વૈભાવિક પર્યાય કહેવાય છે. અર્થાત્ તે વિશેષ પર્યાય સામાન્યભાવનો જ બનેલ હોવાથી અર્થાત્ તે પરમ પારિણામિક ભાવનો જ બનેલ હોવાથી, વાસ્તવમાં પર્યાય એક જ હોય છે). આ બન્ને જીવની પોતાની અપેક્ષાએ પારિણામિક ભાવ છે. આ નિશ્ચયકથન છે (જુઓ જયધવલા ભાગ-૧, પૃષ્ઠ ૩૧૯ તથા ધવલાટીકા ભાગ-૫, પૃષ્ઠ ૧૯૭-૨૪૨-૨૪૩) અને કર્મના ઉદયની અપેક્ષા બતાવવા માટે જીવના વિકારીભાવને (અર્થાત્ વિભાવભાવરૂપ વિશેષ ભાવને) ઔયિકભાવ કહેવામાં આવે છે, આ વ્યવહારકથન છે.’’
અત્રે સમજવાનું એ છે કે નિશ્ચયનયે (અભેદન) જીવને એકમાત્ર પારિણામિક ભાવ જ હોય છે, પરંતુ વ્યવહારનયે (ભેદનયે) તે જ ભાવને સામાન્ય અપેક્ષાએ પરમ પારિણામિક ભાવ અને વિશેષ અપેક્ષાએ ઔદેયિકાદિ ચાર ભાવરૂપ કહેવાય છે. અર્થાત્ વિશેષરૂપ ઔદેયિકાદિ ચાર ભાવરૂપ પર્યાય સામાન્યભાવની જ બનેલી હોય છે અર્થાત્ તે પરમ પારિણામિક ભાવની જ બનેલ હોય છે અર્થાત્ ઔદૈયિકાદિ સર્વ વિશેષભાવરૂપ હું = પરમ પારિણામિક ભાવ જ પરિણમું છું અને તેથી મારે = પરમ પારિણામિક ભાવે જ મારામાં = પરમ પારિણામિક ભાવમાં જાગૃતિ રાખવાની છે અને પોતાને ક્રોધ, માન, માયા, લોભ, ભય, પરિગ્રહ, વાસના, વગેરેથી બચાવવાનો છે, કે જેને સંવરભાવ કહેવાય છે કે જેના થકી નિર્જરા થાય છે.