SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ઇન્દ્રિયજ્ઞાન જ્ઞાન નથી ? ૬૫ વિષય છે કે જેમાં હુંપણું કરતાં જ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે કારણ કે સ્કૂલથી જ સૂક્ષ્મમાં જવાય અર્થાત્ પ્રગટથી જ અપ્રગટમાં જવાય અર્થાત્ વ્યક્તથી જ અવ્યક્તમાં જવાય એ જ નિયમ છે. ભાવાર્થ :- “........ સારાંશ આ છે કે, સ્વાત્મરસમાં નિમગ્ન થવાવાળું ભાવમન પોતે જ અમૂર્ત હોઈને સ્વાનુભૂતિના સમયમાં આત્મપ્રત્યક્ષ કરવાવાળું કહેવામાં આવ્યું છે. જેમ શ્રેણી ચઢતા સમયે જ્ઞાનની જે નિર્વિકલ્પ અવસ્થા છે તે નિર્વિકલ્પ અવસ્થામાં ધ્યાનની અવસ્થાસંપન્નશ્રુતજ્ઞાન વા એ શ્રુતજ્ઞાનની પહેલાનું મતિજ્ઞાન અતિન્દ્રિય પ્રત્યક્ષ હોય છે. તે જ પ્રમાણે સમ્યગ્દષ્ટિજીવ ચોથા ગુણસ્થાનથી માંડીને સાતમા ગુણસ્થાનવર્તી છે. તેમનું અતિશ્રુતજ્ઞાનાત્મક ભાવમન પણ સ્વાનુભૂતિના સમયમાં વિશેષ દશાસંપન્ન થવાથી શ્રેણીના જેવું તો નથી, પરંતુ તેની ભૂમિકાને યોગ્ય નિર્વિકલ્પ તો થાય છે. તેથી એ અતિશ્રુતજ્ઞાનાત્મક ભાવમનને સ્વાનુભૂતિના સમયમાં પ્રત્યક્ષ માનવામાં આવે છે, ત્યાં એ જ કારણ છે કે, મતિશ્રુતજ્ઞાન વિના કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ શકતી નથી, પરંતુ અવધિ -મન:પર્યયજ્ઞાન વિના થઈ શકે છે.” સ્વાત્મરસમાં નિમગ્ન થવાવાળું ભાવમન અર્થાત્ વિકલ્પયુક્ત આત્મામાંથી (= પર્યાયમાંથી) વિકલ્પને (= વિશેષને) ગૌણ કરતાં જ અર્થાત્ વિકલ્પને, નિર્વિકલ્પમાં નિમગ્ન કરતાં (= ડુબાડતા) જ સામાન્યરૂપ આત્મા અર્થાત્ પરમ પરિણામિક ભાવની અનુભૂતિ થાય છે કે જેને નિર્વિકલ્પ અનુભૂતિ કહેવાય છે કે જે અતિન્દ્રિય પ્રત્યક્ષ હોય છે કે જે અનુભવની વિધિ છે અર્થાત્ તે જ સમ્યગ્દર્શનની રીત છે. હવે આપણે પંચાધ્યાયી ઉત્તરાર્ધની (પં. દેવકીનંદજીકૃત હિંદી ટીકાના આધાર ઉપરથી સરળ ગુજરાતી ટીકા અનુવાદક સોમચંદ અમથાલાલ શાહ – પ્રકાશક ભગવાન શ્રી કુંદકુંદ-કહાન જૈનશાસ્ત્રમાળા, પુષ્પ ૩૨, આવૃત્તિ ૧) ગાથાઓથી આ જ બધાં ભાવો દઢ કરીશું : ગાથા ૪૬૧-૪૬ર : અન્વયાર્થ:- “અથવા ઇન્દ્રિયજન્ય જ્ઞાન, દેશપ્રત્યક્ષ હોય છે તેથી વાસ્તવમાં તે અસ્તિકા, આત્માના સુખાદિકની માફક સંવેદનપ્રત્યક્ષ કેવી રીતે થઈ શકે છે? ઠીક છે, પરંતુ પ્રથમનાં મતિ અને શ્રુત એ બે જ્ઞાન, પરપદાર્થોને જાણતાં સમયે પરોક્ષ છે તથા દર્શનમોહનીયનો ઉપશમ, ક્ષય તથા ક્ષયોપશમ થવાના કારણથી સ્વાનુભવકાળમાં પ્રત્યક્ષ છે.” શંકાકાર શંકા કરે છે કે ઇન્દ્રિય અને મનનો નિરોધ અને ત્ર-સ્થાવર જીવોની રક્ષા શું છે? ઉત્તર :- ગાથા ૧૧૧૮ : અન્વયાર્થ :- “શંકાકારનું ઉપરોક્ત કથન ઠીક છે; કારણ કે, જે ઈન્દ્રિયોના સંબંધથી પદાર્થનું જ્ઞાન થાય છે તે જ્ઞાન અસંયમજનક થતું નથી, પરંતુ એ વિષયોમાં જે રાગાદિ બુદ્ધિ ઉત્પન્ન થતી હતી તેને ન થવા દેવી એ જ ઈન્દ્રિયસંયમ છે.” અર્થાત્ કોઈએ ઈન્દ્રિયજ્ઞાનથી ડરવાની જરૂર નથી અર્થાત્ ઈન્દ્રિયજ્ઞાનનો નકાર કરવાની જરૂર નથી, કારણ કે તે આત્માનો જ એક ઉપયોગ વિશેષ છે અને તેથી જ તે જ્ઞાન અસંયમજનક થતું નથી; પરંતુ એ જ્ઞાનના વિષયોમાં જે રાગાદિ બુદ્ધિ ઉત્પન્ન થાય છે, તેને ન થવા દેવી, એ જ સંયમ છે અને એ જ કર્તવ્ય છે.
SR No.034447
Book TitleSamyag Darshanni Rit
Original Sutra AuthorN/A
AuthorJayesh Mohanlal Sheth
PublisherShailendra Punamchand Shah
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy