________________
સમ્યગ્દર્શનની રીત
૧૪
ઈન્દ્રિયજ્ઞાન જ્ઞાન નથી ?
બીજું ઘણાં લોકો એવું માને છે કે ઈન્દ્રિયજ્ઞાન તો જ્ઞાન જ નથી, તો તેમાં સમજવાનું એ છે કે જે દ્રવ્યઈન્દ્રિય અને નોઈન્દ્રિયરૂપ મન છે તે પુલનું બનેલું હોવાથી, તે અપેક્ષાએ એવું કહી શકાય કે ઈન્દ્રિયજ્ઞાન તો જ્ઞાન જ નથી અથવા ઇન્દ્રિયજ્ઞાન ખંડ ખંડ જ્ઞાનરૂપ હોવાથી તે અપેક્ષાએ પણ એવું કહી શકાય કે ઈન્દ્રિયજ્ઞાન તો જ્ઞાન (અખંડ જ્ઞાન) જ નથી, પરંતુ ખરેખર જોતાં તે પુદ્ગલરૂપ અજીવ ઈન્દ્રિયો જ્ઞાનના નિમિત્ત માત્ર છે પરંતુ જ્ઞાન તો આત્માનું લક્ષણ હોઈને અન્ય કોઈ પણ દ્રવ્યમાં હોતું જ નથી. તો પછી પ્રશ્ન થશે કે ઇન્દ્રિયજ્ઞાન થાય છે કઈ રીતે ?
તેનો ઉત્તર એવો છે કે, ખરેખર જે ભાવઈન્દ્રિય અને ભાવનોઈન્દ્રિયરૂપ આત્માના જ્ઞાનનું (અર્થાત્ આત્માનું) ક્ષયોપશમરૂપ વિશિષ્ટ પરિણમન છે, તે જ જ્ઞાન કરે છે અને તે જ્ઞાનને ઇન્દ્રિયની અપેક્ષાએ આત્માએ કરેલ જ્ઞાનને ઈન્દ્રિયજ્ઞાન અને નોઈન્દ્રિયજ્ઞાન એવી સંજ્ઞા મળે છે. ખરેખર જ્ઞાન તો આત્માનું લક્ષણ છે અન્ય કોઈ દ્રવ્ય જ્ઞાન કરતું જ નથી, તેથી સમજવાનું એ છે કે માત્ર તે શરીરસ્થ આત્મા જ જ્ઞાન કરે છે કે જે વાત પરમાત્મપ્રકાશ - ત્રિવિધ આત્માધિકાર ગાથા ૪૫માં પણ જણાવેલ છે કે, “જે આત્મારામ શુદ્ધ નિશ્ચયનયથી અતિન્દ્રિય જ્ઞાનમય છે, તો પણ અનાદિ બંધના કારણે વ્યવહારનયથી ઈન્દ્રિયમય શરીરને ગ્રહણ કરીને પોતાની પાંચ ઇન્દ્રિયો દ્વારા રૂપાદિ પાંચેય વિષયોને જાણે છે, અર્થાત્ ઈન્દ્રિયજ્ઞાનરૂપ પરિણમીને ઇન્દ્રિયોથી રૂપ, રસ, ગંધ, શબ્દ, સ્પર્શને જાણે છે...” અને તેને જ અપેક્ષાએ ઈન્દ્રિયજ્ઞાન કહેવાય છે, તેથી વાસ્તવમાં ઈન્દ્રિયજ્ઞાન જ્ઞાનની અપેક્ષાએ આત્મા જ છે અન્ય કોઈ નહિ અને તેથી ઇન્દ્રિયજ્ઞાન જ્ઞાન જ છે; એ જ વાત પંચાધ્યાયી પૂર્વાર્ધની ગાથાઓમાં આગળ દઢ કરે છે.
ગાથા ૭૧૭-૭૧૮ : અન્વયાર્થ :- “નિશ્ચયથી સૂત્રથી જે મતિજ્ઞાન છે તે ઈન્દ્રિય અને મનથી ઉત્પન્ન થાય છે તથા મતિજ્ઞાનપૂર્વક શ્રુતજ્ઞાન થાય છે, એવું જે કહ્યું છે તે કથન અસિદ્ધ નથી. સારાંશ આ છે કે નિશ્ચયથી ભાવમન, જ્ઞાનવિશિષ્ટ થતું એવું પોતે જ અમૂર્ત છે તેથી એ ભાવમન દ્વારા થવાવાળું અહીં આત્મદર્શન અતિન્દ્રિયપ્રત્યક્ષ કેમ ન હોય ?”
અને સમજવાનું એ છે કે ઇન્દ્રિયજ્ઞાન કે અતિન્દ્રિયજ્ઞાન, જ્ઞાનનિયમથી આત્માનું જ હોય છે અન્ય કોઈ દ્રવ્યનું નહિ, કારણ કે જ્ઞાન તો આત્માનું લક્ષણ છે. તેથી એમ પણ કહી શકાય કે ઇન્દ્રિયજ્ઞાન સ્વમાં જવાની સીડી છે, કારણ કે ઇન્દ્રિય ભલે પુદ્ગલરૂપ અજીવ હોય, પરંતુ તેના નિમિત્તે જે જ્ઞાન થાય છે તે વિશેષ જ્ઞાનને અર્થાત્ તે જ્ઞાનાકારને ગૌણ કરતાં જ ત્યાં સામાન્ય જ્ઞાન અથાત્ જ્ઞાયક હાજર જ હોય છે કે જે દષ્ટિનો