________________
૧૩
સ્વાત્માનુભૂતિ આત્માના ક્યા પ્રદેશે
૬૩
કોઈને પ્રશ્ન થાય કે સ્વાત્માનુભૂતિરૂપ અનુભવ અર્થાત્ શુદ્ધાત્મામાં ‘હુંપણું’ – અતિન્દ્રિય જ્ઞાન શરીરમાં ક્યા ભાગમાં થાય છે ? ઉત્તર :- તેના ઉત્તરરૂપે પંચાધ્યાયી પૂર્વાર્ધની છ ગાથાઓમાં જણાવેલ છે કે હૃદયકમળમાં રહેલાં ભાવમન અને દ્રવ્યમનમાં.
ગાથા ૭૧૧-૭૧૨ : અન્વયાર્થ :- ‘તેનો ખુલાસો આ પ્રમાણે છે કે, આ શુદ્ધ સ્વાનુભૂતિના સમયમાં સ્પર્શન, રસના, ઘ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર – એ પ્રમાણે પાંચે ઇન્દ્રિયો ઉપયોગી માની નથી, પરંતુ ત્યાં કેવળ મન જ ઉપયોગી માનવામાં આવ્યું છે તથા અહીં નિશ્ચયથી પોતાના અર્થની અપેક્ષાથી નોઇન્દ્રિય છે. બીજું નામ જેનું એવું તે મન, દ્રવ્યમન તથા ભાવમન એ પ્રમાણે બે પ્રકારનું છે.’’
ગાથા ૭૧૩ : અન્વયાર્થ :-''જે હૃદયકમળમાં ઘનાંગુલના અસંખ્યાતમાં ભાગમાત્ર છે પ્રમાણ જેનું એવું દ્રવ્યમન હોય છે તે અચેતન હોવા છતાં પણ જ્ઞાનના વિષયને ગ્રહણ કરતી વેળા ભાવમનને સહાયતા કરવા સમર્થ થાય છે, અર્થાત્ દ્રવ્યમન, ભાવમનને સહાયતા કરે છે.’’
અર્થાત્ કોઈને લાગે કે મને અનુભવ હૃદયના ભાગમાં જ થાય છે પરંતુ એવું એકાન્તે નથી, કારણ કે દ્રવ્યમન હૃદયકમળમાં ભલે હોય પરંતુ ભાવમનરૂપ આત્માનો ક્ષયોપશમ તે આત્માના સર્વે પ્રદેશે હોવાથી અનુભૂતિ સંપૂર્ણ આત્માની હોય છે અને તે સર્વપ્રદેશે હોય છે.
=
ગાથા ૭૧૪ : અન્વયાર્થ :- “સ્વઆવરણના ક્રમપૂર્વક ઉદયભાવી ક્ષયથી જ લબ્ધિ અને ઉપયોગસહિત જે કેવળ આત્મઉપયોગરૂપ જ આત્માનો પરિણામ છે તે ભાવમન છે.’’ અર્થાત્ ભાવમન આત્માના સર્વપ્રદેશે છે.
ગાથા ૭૧૫-૭૧૬ : અન્વયાર્થ :- ‘‘સ્પર્શ, રસના, ઘ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર – એ પાંચે ઇન્દ્રિયો એક મૂર્તિક પદાર્થોને જાણવાવાળી છે તથા મન, મૂર્તિક તથા અમૂર્તિક બન્ને પદાર્થોને જાણવાવાળું છે. તેથી અહીં આ કથન નિર્દોષ છે કે, સ્વાત્માગ્રહણમાં નિશ્ચયથી મન જ ઉપયોગી છે, પરંતુ આટલું વિશેષ છે કેવિશિષ્ટ દશામાં (અતિન્દ્રિય જ્ઞાનમાં = સ્વાત્માનુભૂતિમાં) તે મન પોતે જ જ્ઞાનરૂપ થઈ જાય છે.’’
અત્રે સમજવાનું એ છે કે જે ભાવમન કહ્યું છે તે આત્માના જ્ઞાનનો જ ક્ષયોપશમરૂપ એક ઉપયોગ વિશેષ છે, અન્ય કાંઈ નથી, અજીવ દ્રવ્ય નથી અને તે ભાવમન આત્માનો વિશિષ્ટ ક્ષયોપશમ હોવાથી તે આત્માના સર્વપ્રદેશે હોય છે; પરંતુ દ્રવ્યમન હૃદયકમળમાં હોવાથી તે અપેક્ષાએ સ્વાત્માનુભૂતિરૂપ અનુભવ હૃદયકમળમાં થાય છે એમ કહેવાય.
(CKD