SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ સમ્યગ્દર્શનની રીત ૧૨ આત્મજ્ઞાનરૂપ સ્વાત્માનુભૂતિ પરોક્ષ કે પ્રત્યક્ષ કોઈને પ્રશ્ન થાય કે જે સ્વાત્માનુભૂતિનું વર્ણન કરવામાં આવ્યું કે જે નિશ્ચયસમ્યગ્દર્શન છે, તે પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે અને તે કયા પ્રકારના ક્ષયોપમિક જ્ઞાનથી થાય છે ? તેના ઉત્તરરૂપ પંચાધ્યાયી પૂર્વાર્ધની ગાથા : ગાથા ૭૦૬ : અન્વયાર્થ :- ‘‘તથા વિશેષમાં આ છે કે સ્વાત્માનુભૂતિના વખતમાં જેટલા પ્રથમનાં તે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બે રહે છે તેટલાં, તે બધાંય સાક્ષાત્ પ્રત્યક્ષની માફક પ્રત્યક્ષ છે, અન્ય એટલે પરોક્ષ નથી.’’ ભાવાર્થ :- ‘‘તથા એ મતિ અને શ્રુતજ્ઞાનોમાં પણ આટલી વિશેષતા છે કે (પહેલાં આ બન્ને જ્ઞાનને પરોક્ષ તરીકે પ્રતિપાદિત કરેલ છે તેથી હવે તેની વિશેષતા જણાવે છે અર્થાત્ અપવાદ જણાવે છે.), જે સમયે એ બન્નેમાંથી કોઈ એક જ્ઞાન દ્વારા સ્વાત્માનુભૂતિ થાય છે તે સમયે એ બન્ને જ્ઞાન પણ અતિન્દ્રિયસ્વાત્માને પ્રત્યક્ષ કરે છે, તેથી તે બન્ને જ્ઞાન પણ સ્વાત્માનુભૂતિના સમયમાં પ્રત્યક્ષરૂપ છે, પણ પરોક્ષ નથી.'' અર્થાત્ સમ્યગ્દર્શન એ અનંતાનુબંધી કષાય ચોકડી અને દર્શનમોહના ઉપશમ, ક્ષયોપશમ અથવા ક્ષયથી થાય છે, પરંતુ તેની સાથે જ નિયમથી સમ્યક્શાનરૂપ શુદ્ધોપયોગ ઉત્પન્ન થતો હોવાથી તે શુદ્ધોપયોગને જ સ્વાત્માનુભૂતિ કહેવાય છે કે જે જ્ઞાનાવરણીયના ક્ષયોપશમરૂપ હોય છે અને તે શુદ્ધોપયોગ અર્થાત્ સ્વાત્માનુભૂતિ વિભાવરહિત આત્માની અર્થાત્ શુદ્ધાત્માની હોવાથી તેને નિર્વિકલ્પ સ્વાત્માનુભૂતિ કહેવાય છે; અર્થાત્ સ્વાત્માનુભૂતિના કાળે મનોયોગ હોવાં છતાં ત્યારે મન પણ અતિન્દ્રિય રૂપે પરિણમવાથી તેને નિર્વિકલ્પ સ્વાત્માનુભૂતિ કહેવાય છે. (CKD
SR No.034447
Book TitleSamyag Darshanni Rit
Original Sutra AuthorN/A
AuthorJayesh Mohanlal Sheth
PublisherShailendra Punamchand Shah
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy