________________
પંચાધ્યાયી પૂર્વાર્ધની દષ્ટિનો વિષય દર્શાવતી ગાથાઓ
બીજું સમજવાનું એ છે કે, વસ્તુ જેમ છે તેમ સમજવી પડશે અર્થાત્ આત્મામાં રાગાદિ થાય છે, તો તે કઈ અપેક્ષાએ અને નિયમસાર અને સમયસાર જેવાં આધ્યાત્મિક શાસ્ત્રોમાં જે એમ લખ્યું છે કે તેરાગાદિક જીવનાં નથી, તો તે પણ કોઈ અપેક્ષાએ જ જણાવેલ છે, એકાંતે નહિ; તે માત્ર સમ્યગ્દર્શનના વિષય ઉપર દષ્ટિ કરાવવા અર્થાત્ સમ્યગ્દર્શન કરાવવા જ જણાવેલ છે; કોઈ તેને એકાંતે લઈને સ્વચ્છેદે પરિણમે તો તે તેમની મહાન ભૂલ છે કે જેનું ફળ અનંત સંસાર છે તે જ વાત આગળ જણાવે છે.
ગાથા ૬૬૩ : અન્વયાર્થ :- “તથા અહીં કેવળ સામાન્યરૂપ વસ્તુ (પરમ પારિણામિક ભાવ) નિશ્ચયથી નિશ્ચયનયનું કારણ છે તથા કર્મરૂપ કલંકથી રહિત જ્ઞાનસ્વરૂપ આત્માની (પરમ પરિણામિક ભાવરૂપ શુદ્ધાત્માની) સિદ્ધિ ફળ છે.”
તેથી સમજવાનું એ છે કે આવા આધ્યાત્મિક શાસ્ત્રોનો કોઈ પણ વસ્તુને એકાંતે પ્રરૂપવાનો આશય જરા પણ નથી અને તેથી તેને એકાંતે તેમ ન લેવું પરંતુ તેનો આશય માત્ર સમ્યગ્દર્શનનો જે વિષય છે તે આત્મભાવમાં (પરમ પારિણામિક ભાવરૂપ શુદ્ધાત્મામાં-કારણશુદ્ધપર્યાયમાં–કારણપરમાત્મામાં) હુંપણું કરાવવું અને અન્ય સર્વે ભાવોમાંથી હુંપણું ના જે ભાવો છે કે જે બંધનના કારણ છે તે દૂર કરવાં, અર્થાત્ જીવને તે બંધનાં કારણોમાં અથવા બંધના ફળમાં હુંપણું કરતો અટકાવવો અને પરમ પારિણામિક ભાવરૂપ જીવમાં હુંપણું કરાવીને તેને સમ્યગ્દર્શની બનાવવો, મોક્ષમાર્ગમાં પ્રવેશ અપાવવો. માત્ર તે જ અપેક્ષાએ આ શાસ્ત્રોમાં રાગાદિ વગેરે ભાવો જીવના નથી એમ જણાવેલ છે, તેને તેમ એકાંતે ન સમજવું; જે કોઈ તેને એકાંતે તેમ સમજે અને પ્રરૂપે, તો તેને જૈન સિદ્ધાંતની બહાર જ સમજવો અર્થાત્ મિથ્યાત્વી જ સમજવો. સમ્યગ્દર્શન પછી સમ્યકજ્ઞાન કેવું હોય છે તે જણાવે છે :
ગાથા ૬૭૩ : અન્વયાર્થ :- “એકસાથે સામાન્ય વિશેષને વિષય કરવાવાળું જ્ઞાન સમ્યકજ્ઞાન કહેવાય છે કારણ કે જ્ઞાન આદર્શ (દર્પણ) સમાન છે તથા શૈય પ્રતિબિંબ સમાન છે.”
ભાવાર્થ :- “જેમ દર્પણ અને દર્પણમાં રહેલા પ્રતિબિંબનો યુગપત્ પ્રતિભાસ થાય છે. તે જ પ્રમાણે સામાન્ય-વિશેષને યુગપત્ વિષય કરવાવાળું જ્ઞાન, સમ્યકજ્ઞાન કહેવાય છે, અન્ય નહીં (અર્થાત્ કોઈ કહે કે આત્મા પરને જાણતો નથી એવી વ્યવસ્થા હોવાથી આત્મા પરને જાણે છે એમ કહેવું મિથ્યાત્વ સમાન છે, તો અત્રે જણાવે છે કે, તે તેમ નથી); કારણ કે જ્ઞાનને દર્પણ સમાન (અર્થાત્ જો કોઈ કહે કે જ્ઞાન પરને જાણે છે એવું ન લેવું તો તેઓને અત્રે જણાવે છે કે જે તેમ લેવામાં આવે, તો જ્ઞાનની જ સિદ્ધિ નહિ થાય) તથા તેમાં રહેલા વિષયને (અર્થાત્ યને) પ્રતિબિંબ સમાન માનવામાં આવ્યો છે.....”
કોઈ એમ કહે કે જ્ઞાન પરને નથી જાણતું તો આવું જ્ઞાન સમ્યકજ્ઞાન નથી કહેવાતું, તે વાત ક્યારેય ભૂલવા જેવી નથી. અન્યથા આપણે વિભ્રમમાં રહીને આપણું જ પરમ અહિત કરીશું.
૨