________________
સમ્યગ્દર્શનની રીત
ભાવાર્થ :- “(ક્રોધાદિભાવોને જીવના કહેવા તેનયાભાસ જ છે તેવી) ઉપર કહેલી શંકા બરાબર નથી; કારણ કે, તે ક્રોધાદિભાવ તો જીવમાં થનારા ઔદાયિક ભાવરૂપ છે તેથી તે જીવના તળુણ (જીવનું જ પરિણમન) છે; અને તે જીવનો નૈમિત્તિક ભાવ હોવાથી તેને સર્વથા પુદ્ગલનો કહી શકાતો નથી, પણ જીવને વર્ણાદિવાળો કહેવામાં આવે ત્યાં તો વર્ણાદિક સર્વથા પુદ્ગલના જ હોવાથી તેને જીવના કઈ રીતે કહી શકાય ?
વળી ક્રોધાદિભાવોને જીવના કહેવામાં તો આ પ્રયોજન છે કે, પરલક્ષે થનારા ક્રોધાદિભાવો ક્ષણિક હોવાથી અને આત્માનો સ્વભાવ નહિ હોવાથી તે ઉપાદેય નથી માટે તેને ટાળવા જોઈએ. આવું સમ્યજ્ઞાન થાય છે તેથી પરંતુ જે લોકો એકાંતે શુદ્ધતાના ભ્રમમાં હોય છે તેઓ ક્રોધાદિ કરવા છતાં, તેને પોતાના નહિ માનીને સ્વચ્છંદી થાય છે તે સમ્યજ્ઞાન નથી પણ મિથ્યાત્વ છે) ક્રોધને જીવનો કહેવો તેમાં તો ઉપર્યુક્ત સમ્યનય લાગુ પડી શકે છે (અર્થાત્ જે તેને એકાંતે પરના માને છે તે મિથ્યાત્વી છે), પરંતુ જીવને વર્ણાદિવાળો કહેવામાં તો કાંઈ પણ પ્રયોજનની સિદ્ધિ થઈ શકતી નથી, માટે જીવને ક્રોધાદિવાળો કહેનારા અસદ્ભુત વ્યવહારનયમાં તો નયાભાસપણાનો દોષ આવતો નથી, પણ જીવને વર્ણાદિવાળો કહેવામાં તો તે દોષ આવે છે તેથી તે નયાભાસ છે.”
અમે પૂર્વે સમ્યગ્દર્શનની રીત વિશે ચર્ચા કરતી વખતે જે નિર્વિકલ્પ અનુભૂતિરૂપ સમ્યગ્દર્શન જણાવેલ તે જ ભાવવિશેષ સ્પષ્ટ કરતાં આગળ જણાવે છે કે, ત્યારે ત્યાં કોઈ પણ નયનું અવલંબન નથી.
ગાથા ૬૪૮ : અન્વયાર્થ :- “તે સ્વાનુભૂતિનો મહિમા આ પ્રમાણે છે કે, વ્યવહારનયમાં ભેદ દર્શાવાનારા વિકલ્પો ઊઠે છે અને તે નિશ્ચયનય સર્વ પ્રકારના વિકલ્પોને નિષેધ કરવાવાળો હોવાથી (નેતિનેતિરૂપ હોવાથી) એક પ્રકારથી તેમાં નિષેધાત્મક વિકલ્પ થાય છે, તથા વાસ્તવિકપણે જોવામાં આવે તો
સ્વસમયસ્થિતિમાં (સ્વાનુભૂતિમાં) ન વ્યવહારનયનો વિષયભૂત) વિકલ્પ છે કે ન (નિશ્ચયનયનો વિષયભૂત) નિષેધ છે, પરંતુ કેવળ ચેતનાનું સ્વાત્માનુભવન છે.”
અમુક લોકો પ્રશ્ન કરે છે કે નિષેધ વગરનો દષ્ટિનો વિષય કઈ રીતે હોય ? તો તેઓને અમે જણાવીએ છીએ કે, દષ્ટિના વિષયમાં ન ભેદરૂપ વિકલ્પ છે (અર્થાત્ અભેદ દ્રવ્યનું ગ્રહણ છે) અને ન તો નિષેધરૂપ વિકલ્પ છે અર્થાત્ જેનો (અશુદ્ધ ભાવોનો = વિભાવભાવોનો) નિષેધ કરવાનો હોય છે, તેના ઉપર દષ્ટિ જ નથી તેથી જ તેઓ અત્યંત ગૌણ થઈ જાય છે અને દષ્ટિ, માત્ર દષ્ટિના વિષયરૂપ શુદ્ધાત્મા ઉપર જ હોય છે કે જે નિર્વિકલ્પ જ હોય છે અને તે જ સમ્યગ્દર્શનની વિધિ છે; તેથી કહી શકાય કે નિષેધ ન કરતાં, તેના ઉપરથી દષ્ટિ જ હટાવી લેવાની છે. આ છે વિધિ સમ્યગ્દર્શનની, તેથી જેને નિષેધનો આગ્રહ હોય તેઓએ તે છોડી દેવો, કારણ કે નિષેધ એ પણ નિશ્ચયનયનો પક્ષ છે જ્યારે સમ્યગ્દર્શનનો વિષય પક્ષાતિત છે, નયાતિત છે તેથી દરેક પ્રકારનો પક્ષ અને આગ્રહ છોડ્યા વગર સમ્યગ્દર્શન થવું જ શક્ય નથી.