________________
પંચાધ્યાયી પૂર્વાર્ધની દષ્ટિનો વિષય દર્શાવતી ગાથાઓ
૫૯
ભાવાર્થ :- “ઉપચરિત સદ્ભુત વ્યવહારનયનની અપેક્ષાએ અર્થવિકલ્પને પ્રમાણ (અર્થાત્ સ્વપરને જાણવાનું પ્રમાણ) કહેવાનું પ્રયોજન આ છે કે, એમ કહેવાથી જ્ઞાન અને શેયમાં જે સંકરપણાનો ભ્રમ થતો હતો (અર્થાત્ જેઓને લાગે છે કે આત્મા પરને જાણે છે એમ માનતાં સમ્યગ્દર્શન નહિ થાય તેવો સંકરપણાનો ભ્રમ થાય છે.) તે ભ્રમનું આ નિવારણ થઈ જાય છે, કારણ કે, જ્ઞાનને અર્થવિકલ્પાત્મક (પરને જાણવાવાળું) કહેવું એ ઉપચરિત સભૂત વ્યવહારનયની અપેક્ષાથી છે. જ્ઞાન, જ્ઞાયક છે તથા
સ્વપર, જોય થાય છે તેથી જ્ઞાન અને શેયમાં વાસ્તવમાં સંકરતાં થતી નથી (પૂર્વે જેમ અરીસાનું દષ્ટાંત સમજાવ્યું છે તે પ્રમાણે). બીજું પ્રયોજન આ પ્રમાણે છે કે, અર્થવિકલ્પાત્મક વિશેષ જ્ઞાન (પરને જાણવું) સાધક (અર્થાત્ સ્વમાં જવાની સીડી) છે તથા સામાન્ય જ્ઞાન સાધ્ય છે (અર્થાત્ પરને જાણવું તે જ્ઞાયકમાં જવાની સીડી છે યાને કે સમ્યગ્દર્શન કરવા માટેની તે રીત અરીસાના દષ્ટાંતની જેમ જ છે). અર્થાત્ સામાન્ય જ્ઞાન, અનુપચરિત સદ્ભુત વ્યવહારનયનો વિષય સાધ્ય (અર્થાત્ જ્ઞાયક અર્થાત્ પરમ પરિણામિક ભાવ, દષ્ટિનો વિષય સાધ્ય) તથા જ્ઞાનને અર્થવિકલ્પાત્મક (અર્થાત્ જ્ઞાન પરને જાણે છે એમ) કહેવું એ ઉપચરિત સદ્ભુત વ્યવહારનયનો વિષય સાધક (સીડી) છે.”
અત્રે વિશેષ એ છે કે તેથી જ ભેદજ્ઞાન માટે, સમ્યગ્દર્શન માટે કહી શકાય કે, જેમ કોઈ મહેલના ઝરૂખામાંથી નિહાળતો પુરુષ, પોતે જ શેયોને નિહાળે છે નહિ કે ઝરૂખો; તે જ રીતે આ ઝરૂખારૂપી આંખથી જે શેયોને નિહાળે છે, તે જ્ઞાયક પોતે જ નહિ કે આંખો અને “તે જ હું છું” “સોહં”, તે “જ્ઞાનમાત્ર સ્વરૂપ જ હું છું” અર્થાત્ હું માત્ર જોવા-જાણવાવાળો જ્ઞાયક-જ્ઞાનમાત્ર-શુદ્ધાત્મા છું, આમ લક્ષમાં લેતાં જ્ઞાયકરૂપ સામાન્ય જ્ઞાન સાધ્ય થાય છે અને પરને જાણવું તે સાધન(સીડી)રૂપ થાય છે કે જે અર્થવિકલ્પાત્મક જ્ઞાન છે; આ જ સમ્યગ્દર્શનની રીત છે. જીવન પરને જાણવાવાળો કહીને તેમાંથી પ્રયોજન સિદ્ધ કર્યા બાદ હવે જીવને ક્રોધાદિવાળો કહેવાથી શું પ્રયોજન સિદ્ધ થાય છે, તે જણાવે છે અર્થાત્ રાગ જીવમાં થાય છે તેનાથી શું પ્રયોજન છે ? –
ગાથા ૫૬૫ : અન્વયાર્થ:- “(વર્ણાદિભાવો જીવના છે) એ પ્રકારનું કહેવું બરાબર નથી, કારણ કે જેવી રીતે ક્રોધાદિભાવો (રાગાદિભાવો) જીવના સંભવે છે તેવી રીતે પુદ્ગલાત્મક શરીરના વર્ણાદિક જીવના સંભવી શક્તા જ નથી.”
આપણે જે સમ્યગ્દર્શન માટે ભેદજ્ઞાનની વિધિ સમજ્યા કે, પ્રથમ પુદ્ગલથી ભેદજ્ઞાન અને પછીથી જીવના રાગાદિરૂપ ભાવો કે જે કર્મ = પુદ્ગલ આશ્રિત છે, તેનાથી ભેદજ્ઞાન અને તે ભેદજ્ઞાન પછી જ શુદ્ધાત્મા પ્રાપ્ત થાય છે. તેથી જ અહીં જણાવ્યું છે કે શરીરના વર્ણાદિભાવો તો આત્માના છે જ નહિ, પણ જે રાગાદિભાવો છે તે (ભાવરાગાદિભાવો) તો જીવમાં જ થાય છે અર્થાત્ જીવ જ તે રૂપે પરિણમે છે, જીવ કર્મના નિમિત્તે તે રૂપે પરિણમે છે, તેથી જે ભાવરાગાદિભાવો જીવના કહીએ તો કહી શકાય, તેનાથી શું પ્રયોજન સિદ્ધ થાય છે ?