________________
૫૮
સમ્યગ્દર્શનની રીત
૧૧
પંચાધ્યાયી પૂર્વાર્ધની દૃષ્ટિનો વિષય દર્શાવતી ગાથાઓ
ગાથા પ૩ર : અન્વયાર્થ :- “આ અસભૂત વ્યવહારનયને જાણવાનું ફળ એ છે કે અહીં પરાશ્રિતપણે થવાવાળા ભાવક્રોધાદિ સંપૂર્ણ ઉપાધિમાત્ર છોડી બાકીના તેના (જીવના) શુદ્ધ ગુણો છે એમ માનીને અહીં કોઈ પુરુષ સમ્યગ્દષ્ટિ થઈ શકે.” આ ગાળામાં સમ્યગ્દર્શનનો વિષય જણાવેલ છે અને તેના ભાવવાથી જીવ સમ્યગ્દષ્ટિ થઈ શકે છે તેમ જણાવેલ છે.
ભાવાર્થ :- “આ અદ્ભુત વ્યવહારનયનું પ્રયોજન એ છે કે, રાગાદિભાવને જીવના કહ્યા છે તે અસદ્ભુત વ્યવહારનયથી છે, પણ નિશ્ચયથી નહિ [નિશ્ચયથી જે ભાવ જેના લક્ષે થાય તે ભાવ તેનો સમજવો, તેથી જે દ્રવ્યરાગાદિભાવ પુદ્ગલરૂપ છે તે કર્મના છે અને ભાવરાગાદિભાવ છે તે જીવના હોવા છતાં, તે કર્મના ઉદયને કારણે હોવાથી તેને કર્મના ખાતામાં નાખી, નિશ્ચયથી તેને પરભાવ કહેવાય છે. કારણ કે તે ભાવો સમ્યગ્દર્શન માટે “હુંપણું' (એકત્વ) કરવા યોગ્ય ભાવો નથી.] આથી કોઈ ભવ્યાત્મા ઉપાધિમાત્ર અંશને છોડી (આ ઉપાધિરૂપ અંશ છોડવાની રીત પ્રજ્ઞારૂપ બુદ્ધિથી તેને ગૌણ કરવાની છે બીજી કોઈ નહિ). નિશ્ચયતત્વને ગ્રહણ કરવાનો ઈચ્છુક બની સમ્યગ્દષ્ટિ થઈ શકે છે, કારણ કે સર્વનયોમાં નિશ્ચયનય જ ઉપાદેય છે, બાકીના કોઈ નય નહિ. બાકીના નયો તો માત્ર પરિસ્થિતિવશ પ્રતિપાઘ વિષયનું નિરૂપણમાત્ર કરે છે, તેથી એક નિશ્ચયનય જ લ્યાણકારી છે....”
ગાથા ૫૪૫ : અન્વયાર્થ :- “શેય-જ્ઞાયકમાં સંભવ થવાવાળા સંકરદોષના ભ્રમને ક્ષય કરવો અથવા અવિનાભાવથી સામાન્યને સાધ્ય અને વિશેષને સાધક થવું એ જ આ ઉપચરિત સદ્ભુત વ્યવહારનયનું પ્રયોજન છે.”
અર્થાત્ પરને જાણતાં સંકરદોષ થાય છે એવા ભ્રમનો નાશ કરવો તે પ્રયોજન છે અને સાથે સાથે તેમ પણ જણાવેલ છે કે પરને જાણવું તે સ્વમાં જવાની સીડી છે; કારણ કે સ્થૂળથી જ સૂક્ષ્મમાં જવાય અર્થાત્ પ્રગટથી જ અપ્રગટમાં જવાય અર્થાત્ વ્યક્તથી જ અવ્યક્તમાં જવાય એ જ નિયમ છે. અર્થાત્ પરને જાણવું તે સમ્યગ્દર્શન થવામાં મદદરૂપ થઈ શકે છે, નહિ કે અડચણરૂપ; માટે કોઈએ ‘પરને જાણતાં આત્મા મિથ્યાષ્ટિ થઈ જશે' એવું માનવાને કોઈ કારણ નથી, કેમ કે તે જ જ્ઞાનનો સ્વભાવ છે. જેમ
સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા ગાથા ૨૪૭માં જણાવેલ છે કે, “જો બધીય વસ્તુ એક જ્ઞાન જ છે અને તે જ નાનારૂપથી સ્થિત છે – રહે છે, તો એમ માનતાં ય કાંઈ પણ ન ઠર્યું, અને શેય વિના જ્ઞાન જ કેવી રીતે ઠરશે ?” ભાવાર્થ : “........... કારણ કે શેયને જાણે તે જ જ્ઞાન કહેવાય છે પણ શેય વિના જ્ઞાન નથી.”