________________
સમ્યગ્દર્શનનો વિષય અર્થાત્ દૃષ્ટિનો વિષય
કાર્યકારી નથી. કારણ, તેવો એકાંત શુદ્ધાત્મા પ્રાપ્ત જ થતો નથી અને તેથી કરીને તે જીવ ભ્રમમાં જ રહીને અનંત સંસાર વધારીને અનંત દુ:ખોને પ્રાપ્ત કરે છે; જૈનશાસનના નયના અજ્ઞાનના કારણે અને સમજ્યા વગર માત્ર શબ્દને જ ગ્રહણ કરી તેના જ આગ્રહને કારણે આવી દશા થાય છે, જે અત્યંત કરુણાજનક વાત છે.
૫૭
જ
અત્રે સમજાવેલ શુદ્ધ દ્રવ્યાયાર્થિક નયનો વિષય છે તે જ ઉપાદેયરૂપ શુદ્ધાત્મા છે અને તે જ સમ્યગ્દર્શનનો વિષય છે, તેથી જ અર્થાત્ ભેદજ્ઞાન કરાવવા અને શુદ્ધાત્માનો અનુભવ કરાવવા માટે જ નિયમસાર અને સમયસાર જેવાં આધ્યાત્મિક શાસ્ત્રોમાં તેનો જ મહિમા ગાયેલ છે અને તેનું જ મહિમામંડન કરેલ છે. તેથી તે શાસ્ત્રોમાં પ્રમાણના વિષયરૂપ આત્મામાંથી જેટલા ભાવો પુદ્ગલ આશ્રિત છે અર્થાત્ જેટલા ભાવો કર્માશ્રિત (કર્મની અપેક્ષા રાખવાવાળા) છે તેવા ભાવોને પરભાવ તરીકે વર્ણવ્યા છે અર્થાત્ તેઓને સ્વાંગરૂપભાવો તરીકે વર્ણવ્યા છે કે જે ભાવો હેય છે અર્થાત્ ‘હુંપણું’ કરવા યોગ્ય નથી. આ જ અપેક્ષાસહિત હવે આપણે પંચાધ્યાયીની ગાથાઓ જોઈશું.
2