________________
૫૬
સમ્યગ્દર્શનની રીત
કોઈ કહે છે કે, ‘વર્તમાન પર્યાય સિવાયનું આખું દ્રવ્ય તે દૃષ્ટિનો વિષય છે' અર્થાત્ કથન કોઈ પણ હોય પરંતુ વ્યવસ્થા તો અત્રે જણાવેલ છે તેવી, અર્થાત્ ગૌણ કરવાની અને મુખ્ય કરવાની જ છે કે જે પૂર્વે આપણે વિસ્તારથી સમજ્યા જ છીએ.
તેવી જ રીતે જો કોઈ કહે કે, આત્મા બહારથી અશુદ્ધ અને અંદરથી શુદ્ધ તો તેવું કથન અપેક્ષાએ સમજવું, એકાંતે અર્થાત્ વાસ્તવિક રૂપ નહીં; કારણ કે જેવો આત્મા બહાર છે તેવો જ અંદર છે, અર્થાત્ આત્માના અંદરના અને બહારના પ્રત્યેક પ્રદેશે (ક્ષેત્રે) અનંતાનંત કાર્યણવર્ગણાઓ ક્ષીર-નીરવત લાગેલી હોવાથી જેવી અશુદ્ધિ બહારના ક્ષેત્રે છે તેવી જ અશુદ્ધિ અંદરના ક્ષેત્રે પણ છે. પરંતુ અપેક્ષાએ બહાર એટલે વિશેષભાવરૂપ વિભાવભાવ અને અંદર એટલે સામાન્યભાવરૂપ પરમ પારિણામિક ભાવ કે જે ત્રણે કાળે શુદ્ધ જ છે અને તેથી જ વ્યક્તરૂપ આત્મા અશુદ્ધ અને અવ્યક્તરૂપ આત્મા શુદ્ધ છે અને તે અપેક્ષાએ અંદરથી શુદ્ધ અને બહારથી અશુદ્ધ એમ કહી શકાય, અન્યથા નહિ. કોઈ આત્મામાં અંદર એકાંત શુદ્ધ ધ્રુવભાવ શોધતું હોય, તો તેવો એકાંત શુદ્ધ ધ્રુવભાવ આત્મામાં નથી અર્થાત્ કોઈ પણ કથન તેની અપેક્ષા સહિત સમજવું અનિવાર્ય છે, નહિ તો એવું માનવાવાળા નિયમથી ભ્રમરૂપ જ પરિણમશે.
તેવી જ રીતે અન્ય કોઈ કહે કે આપ તો દૃષ્ટિના (સમ્યગ્દર્શનના) વિષયમાં પ્રમાણનું દ્રવ્ય લો છો તો દોષ આવશે, તેઓને અમે જણાવીએ છીએ કે પૂર્વે અમે વિસ્તારથી સમજાવ્યા અનુસાર, જેટલા પ્રદેશો (ક્ષેત્ર) પ્રમાણના દ્રવ્યના છે તેટલા જ પ્રદેશો (ક્ષેત્ર) પરમ પારિણામિક ભાવરૂપ દૃષ્ટિના વિષયના છે અર્થાત્ તેટલા જ પ્રદેશો શુદ્ધાત્માના છે. બીજું, તે પ્રમાણના દ્રવ્યને જ અમે શુદ્ધ દ્રવ્યાયાર્થિક નયના ચક્ષુથી જોઈએ છીએ અને તેથી જ અમે તેને જ પરમ પારિણામિક ભાવ કહીએ છીએ કે જેને આપ પ્રમાણચક્ષુથી જોતાં, પ્રમાણનો વિષય કહો છો અને તે પ્રમાણના વિષયમાં આપ શુદ્ધ અને અશુદ્ધ એવા ભાવ નહિ પરંતુ ભાગ માનો છો, તેથી આપની દૃષ્ટિમાં દોષ છે, તો તેમાં અમારો કોઈ દોષ નથી. અમે તો તેને જ અર્થાત્ પ્રમાણના દ્રવ્યને જ શુદ્ધ દ્રવ્યાયાર્થિક નયે કરી તેને જ પરમ શુદ્ધ એવો પરમ પારિણામિક ભાવરૂપ અનુભવીએ છીએ અને પરમસુખનો અનુભવ કરીએ છીએ. તો તેથી કરીને આપ પણ દૃષ્ટિ બદલીને તેને જ શુદ્ધ જુઓ અને આપ પણ તેનો અર્થાત્ સત્-ચિત-આનંદસ્વરૂપનો આનંદ લો એવો અમારો અનુરોધ છે. આ જ સમ્યગ્દર્શનનું સ્વરૂપ છે અને આ જ સમ્યગ્દર્શનની રીત છે, કારણ કે સ્થૂળથી જ સૂક્ષ્મમાં જવાય અર્થાત્ પ્રગટથી જ અપ્રગટમાં જવાય અર્થાત્ વ્યક્તથી જ અવ્યક્તમાં જવાય એ જ નિયમ છે.
આ કારણથી અમારો આગ્રહ છે કે, ‘જેમ છે તેમ’ વસ્તુવ્યવસ્થા સમજીને પ્રમાણના વિષયનું ‘જેમ છે તેમ’ જ્ઞાન કરીને પછી તેમાંથી જ શુદ્ધ દ્રવ્યાયાર્થિક નયનો વિષય ગ્રહણ કરવા યોગ્ય છે. પરંતુ જે અત્રે જણાવેલ યુક્તિ અનુસાર દૃષ્ટિનો વિષય ન માનતાં, અન્યથા ગ્રહણ કરે છે તે શુદ્ધ નયાભાસરૂપ એકાંત શુદ્ધાત્માને શોધે છે અને માને છે, તે માત્ર ભ્રમરૂપ જ પરિણમે છે અને તેવો એકાંત શુદ્ધાત્મા