________________
૫૫
૧૦
સમ્યગ્દર્શનનો વિષય અર્થાત્ દૃષ્ટિનો વિષય
હવે આપણે જોયું કે છદ્મસ્થ આત્માના પ્રત્યેક પ્રદેશે અનંત કર્મવર્ગણાઓ હોવાથી તે અશુદ્ધ આત્મા તરીકે જ પરિણમેલ હોય છે, તો તેમાં આ શુદ્ધાત્મા ક્યાં રહે છે? તેનો ઉત્તર એમ છે કે, ભેદજ્ઞાનથી (પ્રજ્ઞાછીણીથી) અર્થાત્ જીવ અને પુદ્ગલ વચ્ચેના ભેદજ્ઞાનથી અર્થાત્ જીવના લક્ષણથી જીવને ગ્રહણ કરવો અને પુદ્ગલના લક્ષણથી પુદ્ગલને અને પછી તેમાં પ્રજ્ઞારૂપી છીણીથી (તીવ્ર બુદ્ધિથી) ભેદજ્ઞાન કરતાં શુદ્ધાત્મા પ્રાપ્ત થાય છે.
તે એવી રીતે કે પ્રથમ તો પ્રગટમાં આત્માના લક્ષણથી એટલે જ્ઞાનરૂપ જોવા-જાણવાના લક્ષણથી આત્માને ગ્રહણ કરતાં જ પુદ્ગલમાત્ર સાથે ભેદજ્ઞાન થઈ જાય છે અને પછી તેનાથી આગળ વધતા જીવના જે ચાર ભાવો છે અર્થાત્ ઉદયભાવ, ઉપશમભાવ, ક્ષયોપશમભાવ અને ક્ષાયિકભાવ – આ ચાર ભાવો કર્મની અપેક્ષાથી કહ્યા છે અને કર્મો પુદ્ગલરૂપ જ હોય છે, તેથી તે ચાર ભાવોને પણ પુદ્ગલનાં ખાતામાં નાંખી, પ્રજ્ઞારૂપ બુદ્ધિથી અર્થાત્ તે ચાર ભાવોને જીવમાંથી ગૌણ કરતાં જ, જે જીવભાવ શેષ રહે છે તેને જ પરમ પરિણામિક ભાવ, શુદ્ધાત્મા, કારણશુદ્ધપર્યાય, સ્વભાવભાવ, સહજજ્ઞાનરૂપી સામ્રાજ્ય, શુદ્ધ ચૈતન્યભાવ, સ્વભાવદર્શનોપયોગ, કારણસ્વભાવદર્શનોપયોગ, કારણસ્વભાવજ્ઞાનોપયોગ, કારણસમયસાર, કારણ પરમાત્મા, નિત્યશુદ્ધ નિરંજન જ્ઞાનસ્વરૂપ, દર્શનશાનચારિત્રરૂપે પરિણમતું એવું ચૈતન્યસામાન્યરૂપ, ચૈતન્ય-અનુવિધાયી પરિણામરૂપ, સહજગુણમણિની ખાણ, સમ્યગ્દર્શનનો વિષય (દષ્ટિનો વિષય) વગેરે અનેક નામોથી ઓળખાય છે અને તેના અનુભવે જ નિશ્ચય સમ્યગ્દર્શન કહેવાય છે. તે ભાવની અપેક્ષાએ જ સર્વ જીવો સ્વભાવથી સિદ્ધ સમાન જ છે એમ કહેવાય છે અર્થાત્ તેના અનુભવને જ નિર્વિકલ્પ અનુભૂતિ કહેવાય છે. કારણ કે તે સામાન્યભાવસ્વરૂપ હોવાથી તેમાં કોઈ જ વિકલ્પને સ્થાન જ નથી તેથી તેની અનુભૂતિ થતાં જ અંશે સિદ્ધત્વનો પણ અનુભવ થાય છે.
ભેદજ્ઞાનની (સમ્યગ્દર્શનની) રીત આવી છે કે જેમાં જીવનાં જે ચાર ભાવોને ગૌણ ર્યા અને જે શુદ્ધ જીવત્વ હાજર થયું તે અપેક્ષાએ તેને કોઈ ‘પર્યાયરહિતનું દ્રવ્ય તે દષ્ટિનો વિષય છે' એમ પણ કહે છે. અર્થાત્ દ્રવ્યમાંથી કાંઈ જ કાઢવાનું નથી માત્ર વિભાવભાવોને જ ગૌણ કરવાના છે અને તે અપેક્ષાએ