________________
૫૪
સમ્યગ્દર્શનની રીત
જે તેનો જ સામાન્ય ભાવ છે કે જે પરમ પરિણામિક ભાવ રૂ૫ છે, તે દ્રવ્ય કે જે ત્રિકાળ શુદ્ધ જ હોય છે; એ અપેક્ષાએ દ્રવ્ય શુદ્ધ અને પર્યાય અશુદ્ધ એમ કહેવાય, પરંતુ બે ભાગરૂપ નહીં.
જેમ છદ્મસ્થ જીવોને આત્માના દરેક પ્રદેશ અનંત અનંત કાર્મણ વર્ગણાઓ છે અને તે કાર્પણ વર્ગણાઓ આત્માના સર્વે પ્રદેશો સાથે ક્ષીર-નીરવત (દૂધમાં પાણીની માફ્ટ) સંબંધથી બંધાયેલી હોવાની અપેક્ષાએ આત્માનો કોઈ પણ પ્રદેશ શુદ્ધ નથી. અર્થાત્ જે કોઈ એમ કહે કે આત્માના મધ્યના આઠ રુચક પ્રદેશ તો નિરાવરણ જ હોય છે, તો તેઓને અમે જણાવીએ છીએ કે જો આત્માનો માત્ર એક પણ પ્રદેશ નિરાવરણ હોય, તો તે પ્રદેશમાં એટલી શક્તિ છે કે તે સર્વ લોકાલોક જાણી લે. કારણ, જો એક પણ પ્રદેશ નિરાવરણ હોય તો તે પ્રદેશે કેવળજ્ઞાન અને કેવળદર્શન માનવાનો પ્રસંગ આવશે અને તેથી કરીને તે આત્મા સર્વ લોકાલોક સહજ રીતથી જ જાણતો થઈ જશે. પરંતુ પ્રગટમાં જોતાં આપણને જણાય છે કે એવું તો કોઈ જ જીવમાં ઘટતું જણાતું નથી, આથી કરીને જીવના મધ્યના આઠ રુચક પ્રદેશ નિરાવરણ હોય છે, તે વાતનું નિરાકરણ થાય છે, તે વાત સત્ય નથી, જેનું પ્રમાણ છે ધવલા પુસ્તક ૧૨માં પૃષ્ટક્રમાંક ૩૬૫થી ૩૬૮, તે જીજ્ઞાસુ જીવોને જોઈ લેવા અમારો અનુરોધ છે.
અનેક લોકો નયવિવિક્ષા ન સમજવાને કારણે એવી પણ પ્રરૂપણા કરે છે કે આ આઠ નિરાવરણ પ્રદેશની અપેક્ષાએ “સર્વ જીવ સિદ્ધ સમાન છે.” એવુ શાસ્ત્રનું કથન છે. પરંતુ હકીકતમાં ‘સર્વ જીવ સિદ્ધ સમાન છે.' આ કથન દ્રવ્યાયાર્થિક નયની અપેક્ષા છે. આ વાત નયોની યથાર્થ સમજ નહિ હોવાને કારણે ફેલાઈ છે અને આવા લોકો એ નિરાવરણ પ્રદેશોના (કે જે સંસારી જીવોને નથી હોતા, એના) અનુભવને (કે જે છદ્મસ્થ જીવોને નથી હોતો, એને) જ શુદ્ધાત્માનો અનુભવ માને છે, કેમ કે તેઓને દ્રવ્યની અભેદતાનું અને નયોનું પણ યથાર્થ જ્ઞાન નથી હોતું. આ અત્યંત કરુણાજનક વાત છે. આગળ અમે સમ્યગ્દર્શનની રીત અને તેનો વિષય બતાવવાનો પ્રયાસ કરીએ છીએ.
૯૯૦૦