________________
સમ્યગ્દર્શનની રીત
ગાથા ૫૯૧ ભાવાર્થ :- “નયોની પરસ્પર સાપેક્ષતા તે નયોના અન્યથારૂપથી ન થવાવાળા અવિનાભાવની દ્યોતક (પ્રકાશક) છે; કારણ કે, જેના વિના જેની સિદ્ધિ ન થાય, તેને અવિનાભાવ કહે છે અર્થાત્ સામાન્ય વિના વિશેષની તથા વિશેષ વિના સામાન્યની સિદ્ધિ થઈ શકતી નથી, તેથી સામાન્યને વિષય કરવાવાળો જે દ્રવ્યાર્થિક નય છે તથા વિશેષને વિષય કરવાવાળો જે પર્યાયાર્થિક નય છે, તે બન્નેમાં પરસ્પર સાપેક્ષપણું છે.”
અમે અહીં દ્રવ્યગુણપર્યાયયુક્ત સત્ સ્વરૂપ વસ્તુ અર્થાત્ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સ્વરૂપ સરૂપ દ્રવ્યની વ્યવસ્થા પૂરેપૂરી સમજાવેલ છે એમ સમજીને, તે જેના અર્થ સમજાવેલ છે તે અર્થાત્ સમ્યગ્દર્શનની રીત અને એના માટે સમ્યગ્દર્શનના વિષય ઉપર થોડો વિચાર કરીશું અને તેનો શાસ્ત્ર આધાર જોઈશું.