SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ સમ્યગ્દર્શનની રીત કાર્ય-કારણભાવના અભાવનો પ્રસંગ આવે છે, પરંતુ જો બંનેને (પરસ્પર) સાપેક્ષ માનવામાં આવે તો ""V{XXS' '(આ તેવુંજ છે) ""V{XXS Z'' (આ તેવુંનથી) એ આકારવાળા તભાવ અને અતભાવ પ્રતીતિમાં કાર્ય-કારણ તથા ક્રિયા-કારક એ બધાં સિદ્ધ થઈ જાય છે.’’ સારાંશ કે - ગાથા ૩૩૨ : અન્વયાર્થ :- ‘‘સારાંશ એ છે કે સત્ અસત્ની માફક તત્ તથા અતત્ પણ વિધિનિષેધરૂપ હોય છે, પરંતુ નિરપેક્ષપણે નથી. કારણ પરસ્પર સાપેક્ષપણે તત્-અતત્ એ બન્ને પણ તત્ત્વ છે.’’ અન્યથા અર્થાત્ નિરપેક્ષપણે તે અતત્ત્વ જ છે તે સમજવું આવશ્યક છે. ગાથા ૩૩૩ : અન્વયાર્થ : - ‘‘પૂર્વોક્ત કથનનો ખુલાસો આ પ્રમાણે છે કે, જે સમયે કેવળ તત્ની વિધિ મુખ્ય થાય છે તે સમયે કથંચિત્ અપૃથક હોવાના કારણથી અતત્ ગૌણ થઈ જાય છે, તેથી વસ્તુ સામાન્યરૂપે તન્માત્ર કહેવામાં આવે છે.’’ આ જ રીત છે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની પ્રાપ્તિની. ગાથા ૩૩૪ : અન્વયાર્થ : - ‘‘તથા જે સમયે પર્યાયાર્થિક નયની અપેક્ષાએ કેવળ અતત્ એ વિવક્ષા કરવા યોગ્ય વિધિ મુખ્ય થાય છે તે સમયે તત્ એ સ્વયં ગૌણ થવાથી અવિવક્ષિત રહે છે, તેથી વસ્તુને અતન્માત્ર કહેવામાં આવે છે.’’ આવું છે જૈન સિદ્ધાંત અનુસાર વસ્તુનું સ્વરૂપ જે સમજ્યા વગર વિકૃત ધારણાઓનો અંત શક્ય જ નથી કે જે મોક્ષમાર્ગના પ્રવેશ અર્થે અત્યંત આવશ્યક છે અર્થાત્ સમ્યગ્દર્શન માટે વિકૃત ધારણાઓનો અંત અને સમ્યક ધારણાનો સ્વીકાર અત્યંત આવશ્યક છે. ગાથા ૩૩૭ : અન્વયાર્થ :- ‘‘ઠીક છે, પરંતુ નિશ્ચયથી ‘સર્વથા’ એ પદપૂર્વક સર્વ કથન સ્વપરના ઘાત માટે છે, પરંતુ સ્યાપદ દ્વારા યુક્ત સર્વ પદો સ્વપરના ઉપકાર માટે છે.’' અર્થાત્ સ્યાદ્વાદ સિવાય કોઈનોય ઉદ્ધાર નથી. આ વાત સર્વ જૈનોએ તો જરા પણ ભૂલવા જેવી નથી જ. ગાથા ૩૩૮ : અન્વયાર્થ :- ‘‘હવે તેનો ખુલાસો આ છે કે જેમ સત્ સ્વતઃસિદ્ધ છે (નિત્ય છે), તે જ પ્રમાણે તે પરિણમનશીલ પણ (ઉત્પાદ-વ્યયરૂપ = અનિત્ય પણ છે). તેથી એક જ સત્ બે સ્વભાવવાળું હોવાથી (અત્રે બે સ્વભાવવાળું જણાવેલ છે – બે ભાગવાળું ન સમજવું) તે નિત્ય તથા અનિત્યરૂપ છે.’’ નહિ કે એક ભાગ અપરિણામી અને એક ભાગ પરિણામી, અપેક્ષાએ ધ્રુવને અપરિણામી કહેવાય પરંતુ તેમ મનાય નહિ. ગાથા ૩૩૯-૩૪૦ : અન્વયાર્થ :- ‘‘સારાંશ એ છે કે, જે સમયે અહીં કેવળ વસ્તુ (ધ્રુવ = દ્રવ્ય) દષ્ટિગત થાય છે, પરિણામ દષ્ટિગત થતા નથી તે સમયે ત્યાં દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ વસ્તુપણાનો નાશ નહિ થવાથી સંપૂર્ણ વસ્તુ (અત્રે ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે સંપૂર્ણ વસ્તુ જણાવેલ છે તેમાંથી કાંઈ પણ કાઢવામાં આવેલ નથી – સંપૂર્ણ વસ્તુ એટલે પ્રમાણનો વિષય) નિત્ય છે (ધ્રુવ છે). અથવા જે
SR No.034447
Book TitleSamyag Darshanni Rit
Original Sutra AuthorN/A
AuthorJayesh Mohanlal Sheth
PublisherShailendra Punamchand Shah
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy