________________
પંચાધ્યાયી પૂર્વાર્ધની વસ્તુવ્યવસ્થા દર્શાવતી ગાથાઓ
૪૭
થઈ જાય છે અર્થાત્ પર્યાય ધ્રુવનો જ બનેલ છે) એમ સમજવું. કારણ અસ્તિ-નાસ્તિ સર્વથા પૃથક નથી પરંતુ પરસ્પર સાપેક્ષ છે, તેથી વિવક્ષિતની મુખ્યતામાં અવિવક્ષિત ગૌણરૂપથી ગર્ભિત રહે છે.”
જૈન સિદ્ધાંતમાં અભાવ કરવાની આવી રીત છે કે જે મુખ્ય-ગૌણરૂપ વ્યવસ્થા છે, અન્યથા નહિ; તેથી જેને અન્ય રીતનો આગ્રહ છે – પક્ષ છે, તેને નિયમથી મિથ્યાત્વી જાણવો.
ગાથા ૩૦૭ : અન્વયાર્થ :- “સારાંશ એ છે કે, વિધિ જ સ્વયં (અર્થાત્ અન્વય જ સ્વયં, ધ્રુવ જ સ્વયં, સામાન્ય જ સ્વયં, દ્રવ્ય જ સ્વયં) યુક્તિવશાત (અર્થાત્ પર્યાયાર્થિક નયથી, પર્યાયદષ્ટિથી, ભેદદષ્ટિથી) નિશ્ચયથી (અત્રે યાદ રાખવું નિશ્ચયથી જણાવેલ છે) નિષેધરૂપ (અર્થાત્ વ્યતિરેકરૂપ, ઉત્પાદવ્યયરૂપ, વિશેષરૂપ, પર્યાયરૂપ) થઈ જાય છે તથા એ જ પ્રમાણે નિષેધ પણ (અર્થાત્ વ્યતિરેકરૂપ, ઉત્પાદવ્યયરૂપ, વિશેષરૂપ, પર્યાયરૂપ) પોતે જ યુક્તિવશથી (અર્થાત્ દ્રવ્યાર્થિક નયથી, દ્રવ્યદૃષ્ટિથી, અભેદષ્ટિથી) વિધિરૂપ (અર્થાત્ અન્વયરૂપ, ધૃવરૂપ, સામાન્યરૂપ, દ્રવ્યરૂપ) થઈ જાય છે.”
હવે આ ગાથાથી અધિક પ્રમાણ શું જોઈએ વસ્તુવ્યવસ્થા સમજવા માટે. અત્રે એ જ જણાવ્યું છે કે દ્રવ્યદષ્ટિ અથવા પર્યાયદષ્ટિ અનુસાર એક જ વસ્તુ ક્રમે દ્રવ્યરૂપ (ધુવરૂપ) અથવા પર્યાયરૂપ (ઉત્પાદરૂપ, વ્યયરૂપ) જણાય છે, ત્યાં કોઈ ક્ષેત્ર અપેક્ષાએ વિભાગ નથી અને આ જ રીત છે જૈન સિદ્ધાંતની પર્યાયરહિત દ્રવ્યને જોવાની, તેથી જ આચાર્ય ભગવંતે આગળની ગાથામાં કહ્યું છે કે –
ગાથા ૩૦૮ : અન્વયાર્થ:- “એ પ્રમાણે અહીં તત્ત્વને જાણવાવાળા કોઈ પણ જૈન તત્વવેદી એવા હોય છે તે સ્વાદુવાદી કહેવાય છે તથા એનાથી અન્યથા જાણવાવાળા સિંહમાણવક (બિલ્લી = બિલાડીને સિંહ માનવાવાળા) કહેવાય છે.”
ભાવાર્થ :- “એ પ્રમાણે અનેકાંતાત્મક તત્વને વિવફાવશ વિધિ વનિષેધરૂપ જાણવા કોઈ જૈન જ સાચો તત્ત્વજ્ઞાની તથા સ્યાદ્વાદી કહેવાય છે, પણ એથી અન્ય પ્રકારે વસ્તુસ્વરૂપને જાણવાવાળો પુરુષ સાચો તત્ત્વજ્ઞાની વાસ્યાદ્વાદી કહી શકાય નહીં, પરંતુ સિંહમાણવક કહેવાય. અર્થાત્ જેમ બિલાડીને સિંહ કહેવામાં આવે છે પરંતુ વાસ્તવમાં તે સિંહ નથી પણ બિલાડી જ છે, એ જ પ્રમાણે ઉપરોક્ત રૂપે તત્ત્વને ન જાણતાં અન્ય પ્રકારે જાણવાવાળા પુરુષોને પણ ઉપચારથી જ તત્ત્વજ્ઞાની કહી શકાય, પણ વાસ્તવમાં નહિ.”
અર્થાત્ આ વાત લક્ષમાં લેવા જેવી છે કે, જે કોઈ અત્રે જણાવેલ રીતથી વસ્તુવ્યવસ્થાન માનતાં હોય તેઓને નિયમથી મિથ્યાત્વી જ સમજવાં; આગળ પણ આચાર્ય ભગવંત આ જ વસ્તુ-વ્યવસ્થા દઢ કરાવે છે. જેમ કે :
ગાથા ૩૩૧ : ભાવાર્થ :- “તભાવ અને અતદ્ભાવને (પરસ્પર) નિરપેક્ષ માનવાથી પૂર્વોક્ત