________________
સમ્યગ્દર્શનની રીત
થશે. કારણ કે કોઈ પણ વસ્તુ તેના વર્તમાન વગર ન હોય અર્થાત્ કોઈ પણ દ્રવ્ય (ધ્રૌવ્ય) તેની અવસ્થા (વર્તમાન = પર્યાય) વગર ન જ હોય અને જો એવું કલ્પવામાં આવે, તો તે દ્રવ્યનો (ધ્રૌવ્યનો) જ અભાવ થઈ જશે; તેથી તે ધ્રૌવ્યને જરૂર પરિણામી માનવું પડશે, અને તે પરિણામ(અર્થાત્ ઉપાદાનરૂપ ધ્રૌવ્યનું કાર્ય - તેની અવસ્થા)ને જ ઉત્પાદ-વ્યયરૂપ પર્યાય કહેવાય છે. જ્યારે તેમાં (પર્યાયમાં) રહેલ સામાન્ય ભાવ (અર્થાત્ પર્યાય જેનો બનેલ છે તે ભાવ)ને ધ્રૌવ્ય કહેવાય અને તેનું લક્ષણ છે આ તેવું જ છે અને આ લક્ષણ અપેક્ષાએ તેને અપરિણામી પણ કહેવાય પરંતુ અન્યથા નહિ, અન્યથા સમજતાં તો મિથ્યાત્વનો જ દોષ આવશે. ઉપસંહાર :
ગાથા ર૬૦ : અન્વયાર્થ :- “ઉપરના દોષોના ભયથી તથા પ્રકૃતિ આસ્તિકતાને ઇચ્છાવાળા પુરુષોએ અહીં આગળ ઉત્પાદાદિક ત્રણેનો ઉપર કહેલો અવિનાભાવ જ માનવો જોઈએ.”
અર્થાત્ આ વાત લક્ષમાં લેવા જેવી છે કે, જે કોઈ આ રીતથી વસ્તુવ્યવસ્થા ન માનતાં હોય તેઓને મિથ્યાત્વી જ સમજવાં અર્થાત્ જે કોઈ આત્માર્થી છે તેઓએ અત્રે જણાવેલ વસ્તુવ્યવસ્થાને જ સમ્યક સમજીને અપનાવવી પરમ આવશ્યક છે, અન્યથા મિથ્યાત્વના દોષને કારણે પોતાનો અનંત સંસાર ઊભો જ રહેશે અર્થાત્ અનંત દુ:ખથી છૂટકારો નહિ જ મળે.
બીજું પંચાધ્યાયશાસ્ત્રમાં આ સિવાય પણ આ જ વાતોને પુષ્ટ કરવાવાળી અનેક ગાથાઓ છે, પરંતુ વિસ્તારભયના કારણે હવે આપણે અમુક જ મહત્ત્વની ગાથાઓ જોઈશું; તેથી વિસ્તારરુચિવાળાએ આ શાસ્ત્રનો પૂર્ણપણે અભ્યાસ કરવા જેવો છે.
ગાથા ૩૦૩ : અન્વયાર્થ :- “તેથી જે સત્ વિધિરૂપ (અર્થાત્ અન્વયરૂપ, ધ્રુવરૂપ, સામાન્યરૂપ, દ્રવ્યરૂ૫) અથવા નિષેધરૂપ (અર્થાત્ વ્યતિરેકરૂપ-ઉત્પાદવ્યયરૂપ-વિશેષરૂપ-પર્યાયરૂ૫) પણ કહ્યું છે તે જ સત્ (વસ્તુ = દ્રવ્ય) અહીં પરસ્પરની અપેક્ષાએ કોઈ એકમાં કોઈ બીજો ગર્ભિત થઈ જવાથી કહી શકાય છે. અર્થાત્ પરસ્પર સાપેક્ષ હોવાથી એકબીજામાં ગર્ભિત થઈ જાય છે.”
અર્થાત્ નિષેધરૂપ પર્યાય છે તે વિધિરૂપ ધ્રુવનો જ બનેલ છે અને તેથી કરીને તે બન્ને એકબીજામાં ગર્ભિત થઈ જાય છે અને અપેક્ષા અનુસાર કોઈ એક જ (દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નથી) જણાય છે, જ્યારે પ્રમાણચક્ષુથી ઉભય અર્થાત્ બન્ને જણાય છે.
ભાવાર્થ :- “એ પ્રમાણે વસ્તુ અન્વય-વ્યતિરેકાત્મક સિદ્ધ થવાથી જે સમયે વસ્તુ વિધિરૂપ કહી જાય છે તે સમયે નિષેધરૂપ વિશેષ ધર્મ ગૌણરૂપે એ વિધિમાં ગર્ભિત થઈ જાય છે (અર્થાત્ ધ્રુવમાં પર્યાય ગર્ભિત થઈ જાય છે) એમ સમજવું તથા જે સમયે તે જ વસ્તુ નિષેધરૂપથી વિવક્ષિત થાય છે તે સમયે વિધિરૂપ સામાન્ય પણ એ જ નિષેધમાં ગૌણરૂપથી ગર્ભિત થઈ જાય છે (અર્થાત્ પર્યાયમાં ધ્રુવ ગર્ભિત