________________
પંચાધ્યાયી પૂર્વાર્ધની વસ્તુવ્યવસ્થા દર્શાવતી ગાથાઓ
૪૫
સમજાવેલ છે અને તેમાં પુનરાવર્તનનો દોષ સેવીને પણ ફરી-ફરી તે જ વાત સ્પષ્ટ કરેલ છે કે, વસ્તુવ્યવસ્થા અને સ્યાદ્વાદ શૈલી સમજ્યા વગર શબ્દો અને વાક્યોના અર્થો સમજવા અત્યંત કઠિન છે અને અનેકાંત સ્વરૂપ વસ્તુવ્યવસ્થા સમજ્યા બાદ તે સાવ સહેલું છે, આ જ વાત આગળ દઢ કરાવે છે.
ગાથા ૨૫૪ : અન્વયાર્થ:- “(ઉત્પાદ-વ્યય) તથા ધ્રૌવ્ય પણ નિયમથી ઉત્પાદ-વ્યય એ બંને વિના થતો નથી, કારણ કે ત્યાં વિશેષના અભાવમાં સતાત્મક સામાન્યનો પણ અભાવ થાય છે. અર્થાત્ ઉત્પાદ-વ્યયરૂપ વિશેષ ધ્રૌવ્યરૂપ સામાન્યનું જ બનેલ છે કે જેથી કરીને એકના અભાવમાં બીજાનો પણ અભાવ હોય છે.
ભાવાર્થ :- “વસ્તુ સામાન્ય-વિશેષાત્મક છે, વિશેષ નિરપેક્ષ સામાન્ય તથા સામાન્ય નિરપેક્ષ વિશેષ એ કોઈ વસ્તુ જ કરતી નથી, ધ્રૌવ્ય સામાન્યરૂપ છે અને ઉત્પાદ-વ્યય વિશેષરૂપ છે. તેથી ઉત્પાદવ્યય વિના ધ્રૌવ્ય પણ બની શકતો નથી, કારણ ઉત્પાદવ્યયાત્મક વિશેષ વિના ધ્રૌવ્યાત્મક સામાન્યની પણ સિદ્ધિ થઈ શકતી નથી. એટલા માટે
ગાથા ૨૫૫ : અન્વયાર્થ:- “એ પ્રમાણે અહીં આગળ ઉત્પાદાદિક ત્રણેની વ્યવસ્થા ઘણી સારી છે, પરંતુ એ ઉત્પાદાદિક ત્રણેમાંથી કોઈ એકના નકારને કહેવાવાળો પોતાના પક્ષનો પણ ઘાતક થાય છે. તેથી કેવળ ઉત્પાદાદિક કેવળ એકની વ્યવસ્થા માનવી ઠીક નથી.”
અત્રે સ્પષ્ટ થાય છે કે અગર કોઈ અભેદ દ્રવ્યમાંથી પર્યાયને કાઢવાનો પ્રયત્ન કરશે અર્થાત્ જેને પર્યાયરહિત દ્રવ્ય ઇષ્ટ હશે તો તેને પૂર્ણ દ્રવ્યનો જ લોપ થઈ જશે અર્થાત્ તે માત્ર ભ્રમમાં જ રહી જશે, તેથી કરીને પર્યાયરહિત દ્રવ્ય કાઢવાની રીત જે ઉપર જણાવેલ છે તેમ દ્રવ્યાર્થિક નયના ચક્ષુથી અર્થાત્ દ્રવ્યદષ્ટિથી છે, માત્ર દ્રવ્યને જ ધ્યાનમાં લેતા તે પૂર્ણ દ્રવ્ય કે જેને આપ પ્રમાણનું દ્રવ્ય પણ કહી શકો છો, તેવું પૂર્ણ દ્રવ્ય જ માત્ર દ્રવ્યરૂપ અર્થાત્ ધૃવરૂપ જ જણાશે, તેનું જ લક્ષ થશે, માટે પર્યાયરહિત દ્રવ્ય જોઈએ તો તેની રીત આવી જ છે; અન્ય કોઈ રીતે તો દ્રવ્યનો જ અભાવ થઈ જશે અને તે પોતે પોતાના પક્ષનો જ ઘાતક બની માત્ર ભ્રમમાં જ રાચશે.
બીજું, કોઈ વર્તમાન પર્યાયને દષ્ટિના (સમ્યગ્દર્શનના) વિષય માટે બહાર રાખે તો પૂર્ણ દ્રવ્ય જ બહાર થઈ જશે, આવું છે વસ્તુસ્વરૂપ, આવી છે વસ્તુવ્યવસ્થા જૈન સિદ્ધાંતની કે જે અનેકાંતરૂપ છે, એકાંતરૂપ નહિ, આ રીતથી દ્રવ્યને પરિણામી નહીં માનવાવાળાને શું દોષ આવશે ? ઉત્તર –
ગાથા ૨૫૮: અન્વયાર્થ :- “તથા નિશ્ચયથી કેવળ એક ધ્રૌવ્યપક્ષને વિશ્વાસ કરવા-માનવાવાળાને પણ દ્રવ્ય પરિણામી બનશે નહિ તથા તેનું પરિણામીપણું ન હોવાથી તે ધ્રૌવ્ય, ધ્રૌવ્ય પણ રહી શકશે નહિ.”
અત્રે સમજવાનું એ છે કે જે કોઈ ધ્રૌવ્યરૂપ દ્રવ્યને અપરિણામી માનતાં હોય, તો તે તેવું એકાંતે નથી; કેમ કે જે ધ્રૌવ્ય અપરિણામી હોય તો દ્રવ્યનો જ અભાવ થશે અને તેથી ધ્રૌવ્યનો પણ અભાવ જ