________________
સમ્યગ્દર્શનની રીત
ગાથા ૨૪૪ : અન્વયાર્થ :- “અહીં ઉદાહરણ વૃક્ષની માફક છે કે, જેમ તે વૃક્ષ સતાત્મક અંકુરરૂપથી પોતે જ (એટલે વૃક્ષ પોતે જ અર્થાત્ દ્રવ્ય પોતે જ) ઉત્પન્ન છે બીજરૂપથી નષ્ટ છે (પૂર્વ પર્યાયથી નષ્ટ કહેવાય છે) તથા બન્ને અવસ્થાઓમાં વૃક્ષપણાથી ધ્રૌવ્ય (અર્થાત્ સમજવાનું એ છે કે વૃક્ષરૂપ ધ્રૌવ્ય કોઈ પર્યાયથી ભિન્ન અપરિણામી વિભાગ નથી, પરંતુ જે પર્યાય છે તે વિશેષ છે અને તેનું જ સામાન્ય અર્થાત્ તે જેની બનેલી છે તેને જ ધ્રૌવ્ય કહેવાય છે અર્થાત્ અન્ય કોઈ અપરિણામી ધ્રૌવ્ય જુદું નથી, તે ખાસ સમજવાનું છે કે, તે દ્રવ્ય જ છે કે જેની પર્યાય બનેલી છે, તે દ્રવ્યપણાથી ધ્રૌવ્ય) એમ પણ છે અર્થાત્ વૃક્ષમાં (એટલે દ્રવ્યમાં) જુદી-જુદી અપેક્ષાએ એ ત્રણે (બીજ, અંકુર અને વૃક્ષપણું અર્થાત્ વ્યય, ઉત્પાદ અને ધ્રૌવ્યપણું) એક સમયમાં હોય છે.” આવુ છે જૈન સિદ્ધાંત અનુસાર વસ્તુનું સ્વરૂપ કે જે દરેક મોક્ષેચ્છુએ સ્વીકાર કરવું જ પડશે.
ભાવાર્થ :- “..બીજ નાં અભાવ વા અંકુરના ઉત્પાદરૂપ બન્ને અવસ્થાઓમાં સામાન્યપણે વૃક્ષત્વ મોજુદ છે....” એટલે સમજવાનું એ છે કે વિશેષરૂપ અવસ્થાઓ (પર્યાયો) સામાન્યરૂપ (દ્રવ્ય) ની જ બનેલ છે.
ગાથા ૨૪૬ : અન્વયાર્થ:- “જે કારણથી ઉત્પાદ અને વ્યય એ બન્નેનો આત્મા સ્વયં સત, એ જ છે (અર્થાત્ ઉત્પાદ, વ્યયરૂપ પર્યાય સત્ રૂપ દ્રવ્યની જ બનેલ છે કે જેને સામાન્ય રૂ૫ ધ્રૌવ્ય કહેવાય છે.) એટલા માટે એ બન્ને તથા વસ્તુ અર્થાત્ ધ્રૌવ્ય એ ત્રણે સત્ જ છે, સથી અન્ય નથી અર્થાત્ ભિન્ન નથી (ભિન્ન પ્રદેશી નથી)''વાસ્તવમાં વસ્તુ અભેદ હોવાથી જ આવી વસ્તુવ્યવસ્થા ઘટિત થાય છે. હવે સારાંશ
ગાથા ૨૪૭ : અન્વયાર્થ:- “પર્યાયાર્થિકનયની અપેક્ષાએ ઉત્પાદ છે, વ્યય છે તથા ધ્રૌવ્ય છે પરંતુ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ ન ઉત્પાદ છે, ન વ્યય છે તથા ન ધ્રૌવ્ય છે.”
તેથી કરીને અમે જ્યારે દ્રવ્ય-પર્યાય સ્વરૂપ વસ્તુનું એટલે કે પ્રમાણરૂપ દ્રવ્યને માત્ર દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ ત્રિકાળી ધ્રુવ કહીએ છીએ ત્યારે કોઈને પ્રશ્ન થશે કે, આમાં પ્રમાણનું દ્રવ્ય કેમ લેવામાં આવે છે? તો તેનો ઉત્તર એ છે કે, જેવી આપની દષ્ટિ હશે, તેવું જ દ્રવ્ય આપને દેખાશે, અર્થાત્ જે દ્રવ્યને પ્રમાણદષ્ટિથી જુએ છે તેને તે દ્રવ્ય = વસ્તુ પ્રમાણરૂપ દેખાશે, જે પર્યાયદષ્ટિથી જુએ તેને તે દ્રવ્ય માત્ર પર્યાયરૂપ જણાશે અને તે જ પ્રમાણના દ્રવ્યને જો દ્રવ્યાર્થિક નયના ચક્ષુથી નીરખવામાં આવે તો તે પૂર્ણ વસ્તુ (પૂર્ણ દ્રવ્ય) માત્ર ત્રિકાળી ધૃવરૂપ જ જણાશે કે જે પર્યાયથી નિરપેક્ષરૂપ સામાન્યમાત્ર જ છે; આ જ જૈન સિદ્ધાંતની અભૂતતા છે, કમાલ છે અને આ જ રીત છે પર્યાય રહિત દ્રવ્ય પામવાની. તેથી કરીને સર્વે જનોને અમારો અનુરોધ છે કે સૌપ્રથમ આપ જેમ છે તેમ' વસ્તુવ્યવસ્થા સમજશો એટલે આપના પ્રશ્નનો ઉત્તર, આપને આપોઆપ જ મળી જશે અને તેથી કરીને જ આ વાત આટલી વિસ્તારથી