________________
જર
સમ્યગ્દર્શનની રીત
આ રીતથી એક અભેદ સરૂપ વસ્તુને અલગ અલગ વિવેક્ષાઓથી જોતાં તે પૂર્ણ વસ્તુ જ તે સ્વરૂપ કહેવાય છે; જેમ કે ઘટને માત્ર માટીરૂપ અર્થાત્ ત્રિકાળી ધૃવરૂપ જોતાં તે પૂર્ણ વસ્તુ (ઘટ) માત્ર માટીરૂપ જ જણાય છે, અર્થાત્ તેમાંથી ઘટત્વ અથવા તો પિંડત્વ કાઢી નાખવું નથી પડતું, તે આપોઆપ જ માટીત્વમાં અંતભૂત થઈ જાય છે, અત્યંત ગૌણ થઈ જાય છે અને આ જ રીત છે ત્રિકાળી ધ્રુવ દ્રવ્યને દ્રવ્યદષ્ટિથી નિહાળવાની અન્ય રીત નથી તે જ આગળ જણાવે છે.
ગાથા ૨૨૫ : અન્વયાર્થ :- “પરંતુ વૃક્ષમાં ફળ, ફૂલ તથા પત્રની માફક કોઈ અંશરૂપ એક ભાગથી સન્ન ઉત્પાદ અથવા સંહાર અર્થાત્ વ્યય તથા ધ્રૌવ્ય નથી.”
અર્થાત્ વાસ્તવમાં દ્રવ્યમાં ધ્રુવ અને પર્યાય એવા બે ભાગ નથી અને એના ક્ષેત્રભેદ (ભિન્ન પ્રદેશ) પણ નથી, પરંતુ એક જ વસ્તુને અપેક્ષાએ – ભેદનયથી તેમ કહેવાય છે.
ભાવાર્થ :- “પરંતુ જે પ્રમાણે વૃક્ષમાં ફળ, ફૂલ તથા પત્ર વગેરે ભિન્ન ભિન્ન અંશોથી રહે છે અને તે વૃક્ષ પણ તેના સંયોગથી ફળ-ફૂલ-પત્રાદિવાળું કહેવામાં આવે છે, તે પ્રમાણે સત્ના કોઈ એક અંશથી જુદા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય નથી તથા ન તો જુદા જુદા અંશાત્મક ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યથી, દ્રવ્ય ઉત્પાદવ્યય-ધ્રૌવ્યવાળું જ કહેવાય છે. તેથી શંકાકારનું, ‘ઉત્પાદવ્યયને અંશાત્મક માનવા અને ધ્રૌવ્યને અંશાત્મક ન માનવો’ એ કથન (શંકા) ઠીક નથી”
હવે શંકાકાર શંકા કરે છે કે, “ઉત્પાદાદિક ત્રણે અંશોના હોય છે કે અંશીના (દ્રવ્યના = સન્ના) હોય છે ? તથા એ ત્રણે સતાત્મક અંશ છે કે જુદા અસતાત્મક અંશ છે ? તેનું સમાધાન આપે છે :
ગાથા ૨૨૭: અન્વયાર્થ :- “એમ કહેવું ઠીક નથી, કારણ કે જૈન સિદ્ધાંતમાં નિશ્ચયથી અનેકાંત જ બળવાન છે પણ સર્વથા એકાંત બળવાન નથી. માટે અનેકાંતપૂર્વક બધાંય કથન અવિરુદ્ધ હોય છે તથા અનેકાંત વિના બધાય કથન વિરુદ્ધ થઈ જાય છે.”
અર્થાત્ ક્યારેય કોઈએ માત્ર શબ્દોને પકડીને એકાંત અર્થન કાઢવો જોઈએ, કારણ કે જૈન સિદ્ધાંતમાં દરેક શબ્દ - દરેક વાક્ય કોઈ ને કોઈ અપેક્ષા વગર નથી હોતો, તેથી કરીને તે શબ્દો અથવા વાક્યોને, તે તે અપેક્ષા પ્રમાણે સમજીને ગ્રહણ કરવા આવશ્યક છે. એકાંત ગ્રહણ ન કરતાં, અનેકાંત સ્વરૂપ જૈન સિદ્ધાંત અનુસાર જ અર્થ સમજવા યોગ્ય છે, અન્યથા એકાંતના દોષથી મિથ્યાત્વનો દોષ જરૂર જ આવે છે કે જે અનંત ભવભ્રમણ વધારવા શક્તિમાન છે અને તેથી જ એકાંત ગ્રહણ અને એકાંતના આગ્રહથી બચીને પ્રસ્તુત કોઈ પણ વિધાનને, અનેકાંત સ્વરૂપ સમજાવ્યા અનુસાર ગ્રહણ કરીને ત્વરાથી સંસારથી મુક્ત થવા યોગ્ય છે અર્થાત્ ત્વરાએ મોક્ષમાર્ગ પર ચાલવા અનેકાંત જ સહાયભૂત થવા યોગ્ય છે.
ગાથા ૨૨૮ : અન્વયાર્થ :- “અહીં કેવલ અંશોના ન ઉત્પાદ તથા ન વ્યય તથા ન ધ્રૌવ્ય થાય છે તથા અંશીના પણ એ ઉત્પાદાદિ ત્રણે થતા નથી, પરંતુ નિશ્ચયથી અંશથી યુક્ત અંશીના એ ઉત્પાદાદિક