________________
પંચાધ્યાયી પૂર્વાર્ધની વસ્તુવ્યવસ્થા દર્શાવતી ગાથાઓ
ત્યાં કોઈ એમ કહે કે ધ્રુવ તો ઉત્પાદ-વ્યયથી અલગ હોવો જ જોઈએ અથવા રાખવો જ જોઈએ, દ્રવ્યને કેવળ ઉત્પાદ માત્ર કેમ કહો છો ? તો ઉત્તર એ છે કે વસ્તુના (સન્ના) એક અંશને લક્ષમાં લઈને અર્થાત્ મુખ્ય કરીને કથન કરવામાં આવે તો બાકીના તમામ અંશો તેમાં જ અંતરગર્ભિત થઈ જાય છે, અર્થાત્ એકને મુખ્ય કરતાં બાકીના બધા આપમેળે જ અત્યંત ગૌણ થઈ જાય છે અને તે મુખ્ય અંશથી જ પૂર્ણ વસ્તુનો વ્યવહાર થાય છે અર્થાત્ પ્રતિપાદન, પ્રસ્તુતિ થાય છે, ત્યાં પ્રતિપાદન અન્ય અંશોને છોડીને એક અંશનું નથી થતું, પરંતુ એક અંશને મુખ્ય અને અન્યોને ગૌણ કરીને થાય છે અને આ જ જૈન સિદ્ધાંતની પ્રતિપાદનની શૈલી છે કે જેને સ્યાદ્વાદ કહેવાય છે કે જે જૈન સિદ્ધાંતનો પ્રાણ છે.
ગાથા ૨૨૧ : અન્વયાર્થ :- “અથવા જે સમય અહીં વ્યયરૂપથી પરિણત તે સત્ કેવળ વ્યય દ્વારા નિશ્ચયરૂપથી લક્ષ્યમાણ થાય છે, તે સમયે તે જ સત્ નિશ્ચયથી કેવળ વ્યય માત્ર શું નહિ થાય ? અવશ્ય થશે”
ગાથા રરર : અન્વયા :- “અથવા જે સમય ધ્રૌવ્યરૂપથી પરિણત સત્ (કેવળ) ધ્રૌવ્ય દ્વારા લક્ષ્યમાણ થાય છે તે સમય ઉત્પાદત્રયની માફક તે જ એ સત્ બ્રૌવ્ય માત્ર છે એવું જ પ્રતીત થાય છે.”
અર્થાત્ પૂર્વે જણાવ્યા અનુસાર દ્રવ્યાર્થિક ચક્ષુવાળાને જ્યાં પ્રમાણરૂપ દ્રવ્ય, માત્ર સામાન્યરૂપ જ જણાય છે અર્થાત્ ધૃવરૂપ જ જણાય છે ત્યાં પર્યાયાર્થિક ચક્ષુવાળાને તે જ પ્રમાણરૂપ દ્રવ્ય માત્ર પર્યાયરૂપ જ જણાય છે અર્થાત્ ઉત્પાદ-વ્યયરૂપ જ જણાય છે અને પ્રમાણચક્ષુથી જોવામાં આવતા તે જ પ્રમાણરૂપ દ્રવ્ય, ઉભયરૂપ અર્થાત્ દ્રવ્ય-પર્યાયસ્વરૂપ જણાય છે અર્થાત્ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ જણાય છે; તેથી સમજવાનું એ છે કે જૈન સિદ્ધાંતમાં દરેક કથન વિવક્ષાવશ જ અર્થાત્ અપેક્ષાએ જ કહેવાય છે નહિ કે એકાંતે, તેથી જ્યારે એમ પ્રશ્ન થાય કે પર્યાય શેનો બનેલો છે ? અને ઉત્તર – દ્રવ્યનો = ધ્રૌવ્યનો, એમ આપવામાં આવે તો જૈન સિદ્ધાંત નહિ સમજવાવાળાને લાગે છે કે વળી પર્યાયમાં દ્રવ્ય ક્યાંથી આવી ગયું ? અરે ભાઈ! પર્યાય છે તે દ્રવ્યનું જ વર્તમાન છે અને કોઈ પણ વર્તમાન તે દ્રવ્યનું જ બનેલું હોય ને ! આવું છે જૈન સિદ્ધાંત અનુસાર ત્રિકાળી ધ્રુવ વસ્તુનું સ્વરૂપ, અન્યથા નહિ, અન્યથા લેતાં તે જિનમતબાહ્ય છે. દષ્ટાંત –
ગાથા ૨૨૩ : અન્વયાર્થ:- “આ વિષયમાં ઉદાહરણ આ છે કે, અહીં માટીરૂપ દ્રવ્ય, સતાત્મક ઘટ દ્વારા લક્ષ્યમાણ થતું કેવળ ઘટરૂપ જ કહેવામાં આવે છે તથા ત્યાં જ અસતાત્મક પિંડરૂપ દ્વારા લક્ષ્યમાણ થતું કેવળ પિંડરૂપ જ કહેવામાં આવે છે. અને હવે માટીરૂપ (ધૂવરૂપ) જણાવે છે.
ગાથા ૨૨૪ : અન્વયાર્થ :- “અથવા તે માટીરૂપ દ્રવ્ય જે અહીં કેવલ કૃતિકાપણાથી લક્ષ્યમાણ થાય છે તો તે માટી જ કહેવામાં આવે છે, એ પ્રમાણે એક સન્ના જ ઉત્પાદાદિક ત્રણે એ સભા અંશ
છે.'