________________
૪૦
સમ્યગ્દર્શનની રીત
માટે જે વેળા ભેદ વિવક્ષિત થાય છે તે વેળા અભેદ ગૌણ થઈ જવાથી ઉત્પાદાદિક ત્રણે પ્રતીત થવા લાગે છે, તેથી જે વેળા દ્રવ્યાર્થિક નય દ્વારા અભેદતા વિવક્ષિત થાય છે તે સમયે ભેદ ગૌણ થઈ જવાથી ઉત્પાદાદિક ત્રણેમાંથી કોઈની પ્રતીતિ થતી નથી, પણ માત્ર એક સત્ જ સત્ પ્રતીતિમાન થાય છે.’’
જૈન સિદ્ધાંતમાં ત્રિકાળી ધ્રુવરૂપ વસ્તુ અથવા પર્યાયરહિતનું દ્રવ્ય લક્ષમાં લેવાની આવી છે રીત. કારણ અભેદ દ્રવ્યમાંથી કાંઈ પણ કાઢવું હોય તો તે માત્ર પ્રજ્ઞાથી = બુદ્ધિથી જ (લક્ષ કરવાથી – મુખ્યગૌણ કરવાથી જ) કાઢી શકાય છે અન્યથા નહિ, જે આપણે આગળ ઉપર વિચારીશું.
આગળ શંકાકાર નવી શંકા કરે છે –
ગાથા ૨૧૮ : અન્વયાર્થ :- ‘શંકાકારનું કહેવું એમ છે કે, નિશ્ચયથી ઉત્પાદ અને વ્યય એ બન્ને જ અંશસ્વરૂપ ભલે હોય, પરંતુ ત્રિકાલગોચર જે ધ્રૌવ્ય છે તે કેવી રીતે અંશાત્મક થશે ? જો એમ કહો તો-’’ આ શંકાનું સમાધાન :
:
ગાથા ૨૧૯ : અન્વયાર્થ :- ‘‘એમ કહેવું એ ઠીક નથી, કારણ કે વાસ્તવમાં એ ત્રણે અંશો સ્વયં સત્ જ છે પરંતુ સત્તા નથી, કારણ કે, અહીં સત્ એ અર્થાન્તરોની માફક એક એક થઈને અનેક છે, એમ નથી.''
ભાવાર્થ :- ‘ઉપરની શંકા ઠીક નથી, કારણ કે જૈન સિદ્ધાંતમાં સના ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યરૂપ અંશ માન્યા નથી, પરંતુ સત્ પોતે જ ઉત્પાદવ્યયધ્રૌવ્યાત્મક માન્યું છે (અર્થાત્ દ્રવ્યને એક, અખંડ, અભેદરૂપ જ માન્યું છે જે વાસ્તવિકતા છે અને તે પોતે જ ઉત્પાદવ્યયરૂપ થાય છે). ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય – એ ત્રણે પ્રત્યેક જુદા જુદા પદાર્થોની માફક મળીને અનેક નથી, પરંતુ વિવક્ષાવશ જ (અર્થાત્ ભેદનયે કરી અથવા મુખ્ય-ગૌણ કરી) એ ત્રણે ભિન્ન-ભિન્ન રૂપથી પ્રતીત થાય છે.'' તેનું સ્પષ્ટીકરણ :
ગાથા ૨૨૦ : અન્વયાર્થ :- ‘‘આ વિષયમાં આ ઉદાહરણ છે કે, અહીં જો ઉત્પાદરૂપથી પરિણત સત્ જે સમયે ઉત્પાદ દ્વારા લક્ષમાણ થાય છે તે સમયે વસ્તુને કેવળ ઉત્પાદ માત્ર કહેવામાં આવે છે. ભાવાર્થ :- ‘પદાર્થ અનંત ધર્માત્મક છે, શબ્દ વા નયાત્મક જ્ઞાનના અંશ દ્વારા તેના સંપૂર્ણ ધર્મો વિષયભૂત થઈ શકતા નથી, તેથી એ અનંત ધર્મોમાં જે જ્ઞાનાંશ વા શબ્દ દ્વારા જે કોઈ પણ એક ધર્મ વિષયભૂત થાય છે તે જ્ઞાનાંશ વા શબ્દ દ્વારા (અર્થાત્ પ્રજ્ઞા = બુદ્ધિ દ્વારા) વસ્તુ તે સમયે કેવળ તે જ ધર્મમય જાણવામાં આવે છે વા કહેવામાં આવે છે (જેમ કે આત્માને જ્ઞાનમાત્ર કહેતાં તેનો માત્ર જ્ઞાનગુણ જ લક્ષમાં નથી લેવાનો પણ પૂર્ણ વસ્તુ યાને કે પૂર્ણ આત્મા જ, જ્ઞાનમાત્ર કહેતા ગ્રહણ કરવો), એ ન્યાયાનુસાર જે સમયે નવિન નવિન રૂપથી પરિણત સત્ ઉત્પાદરૂપ, જ્ઞાન તથા શબ્દ દ્વારા વિવક્ષિત થાય છે તે સમયે તે સત્ કેવળ ઉત્પાદ માત્ર કહેવામાં આવે છે.’’