________________
પંચાધ્યાયી પૂર્વાર્ધની વસ્તુવ્યવસ્થા દર્શાવતી ગાથાઓ
૩૯
અર્થાત્ શુદ્ધનયથી એકમાત્ર પંચમભાવરૂપ = પરમ પારિણામિકભાવરૂપ સત્ જ છે, તે તેવું ને તેવું જ પરિણમે છે, જે આપણે આગળ જોઈશું.
ભાવાર્થ :- “અથવા શુદ્ધ દ્રવ્યાયાર્થિક નયની અપેક્ષાએ ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય, ગુણ અને પર્યાય વગેરે કાંઈ પણ નથી. કેવળ સર્વના સમુદાયરૂપ એક સત્ જ પદાર્થ છે (આ કથન વાસ્તવિકતારૂપ = અભેદનયનું છે અને તે જ કાર્યકારી છે માટે ભેદરૂપ વ્યવહારમાં રમવા જેવું નથી પરંતુ અભેદરૂપ વસ્તુમાં જ ઠરવા જેવું છે, જે આપણે આગળ ઉપર જોઈશું). કારણ કે, જેટલી કોઈ ભેદવિવેક્ષા છે તે બધી પર્યાયાર્થિક નયની અપેક્ષાથી જ કલ્પિત કરવામાં આવે છે. (અર્થાત્ વાસ્તવિક સ્વરૂપ તો માત્ર અભેદ જ છે બાકી બધી માત્ર કલ્પના જ છે). શુદ્ધ દ્રવ્યાયાર્થિક નય, કોઈ પણ પ્રકારના ભેદને વિય કરતો નથી તેથી શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી નિરંતર સર્વ અવસ્થાઓમાં સત્ જ પ્રતીતિમાન થાય છે (અર્થાત્ સર્વ અવસ્થાઓમાં = પર્યાયમાં એકમાત્ર પંચમભાવરૂપ = પરમ પરિણામિકભાવરૂપ સત્ જ પ્રતીતિમાન થાય છે) પણ ઉત્પાદ-વ્યયાદિક નહિ. તેનું સ્પષ્ટીકરણ –'
ગાથા ૨૧૭ : અન્વયાર્થ:- “સારાંશ એ છે કે જો ભેદ હોય છે અર્થાત્ જે સમય ભેદ વિવક્ષિત થાય છે તે સમય નિશ્ચયથી એ ઉત્પાદાદિ ત્રણે પ્રતીત થવા લાગે છે તથા જે સમય તે ભેદ મૂળથી જ વિવક્ષિત કરવામાં આવતો નથી તે સમય એ ત્રણે (ભેદો) પણ પ્રતીત થતા નથી.”
ભાવાર્થ :- “ઉપરના કથનનો સારાંશ એ છે કે, પદાર્થ સામાન્ય વિશેષાત્મક છે અને બંને નય (દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક) પદાર્થના સામાન્ય, વિશેષ ધર્મોમાંથી પરસ્પર સાપેક્ષ કોઈ એક ધર્મને મુખ્યપણે તથા બીજા ધર્મને ગૌણપણે વિષય કરે છે એટલા માટે દ્રવ્યાર્થિક ચક્ષુવાળાને જ્યાં પ્રમાણરૂપ દ્રવ્ય, માત્ર સામાન્યરૂપ જ જણાય છે ત્યાં પર્યાયાર્થિક ચક્ષુવાળાને તે પ્રમાણરૂપ દ્રવ્ય માત્ર પર્યાયરૂપ જ જણાય છે અને પ્રમાણચક્ષુથી જોવામાં આવતા તે જ પ્રમાણરૂપદ્રવ્ય, ઉભયરૂપ અર્થાત્ દ્રવ્ય-પર્યાયસ્વરૂપ જણાય છે; તેથી સમજવાનું એ છે કે જૈન સિદ્ધાંતમાં બધું જ વિવક્ષાવશ અર્થાત્ અપેક્ષાએ કહેવાય છે નહિ કે એકાંતે, તેથી
જ્યારે એમ પ્રશ્ન થાય કે પર્યાય શેનો બનેલો છે ? અને ઉત્તર - દ્રવ્યની = ધ્રૌવ્યની, એમ આપવામાં આવે તો જૈન સિદ્ધાંત નહિ સમજવાવાળાને લાગે છે કે વળી પર્યાયમાં દ્રવ્ય ક્યાંથી આવી ગયું ? અરે ભાઈ! પર્યાય છે તે દ્રવ્યનું જ વર્તમાન છે અને કોઈ પણ વર્તમાન તે દ્રવ્યનું જ બનેલું હોય ને! દષ્ટાંત : જેમ સમુદ્રનાં મોજાં શેનાં બનેલાં છે ? તો કહેવું પડશે કે પાણીના અર્થાત્ સમુદ્રના અને માટીનો ઘડો શેનો બનેલો છે ? તો કહેવું પડશે કે માટીનો, તેવી જ રીતે સોનાના કુંડલાદિક આકારો રૂપ પર્યાયો શેના બનેલાં છે ? તો કહેવું પડશે કે સોનાના; હવે પૂછીએ કે શેયાકારરૂપ પર્યાયો શેના બનેલા છે? તો કહેવું પડશે કે જ્ઞાનના અને તે જ્ઞાન સામાન્ય જ જ્ઞાયક છે. આવી જ દ્રવ્ય-પર્યાયરૂપ વસ્તુવ્યવસ્થા છે કે જે સમજ્યા વગર મિથ્યાત્વનો દોષ ઊભો જ રહેવાનો છે, તેથી જ આ વસ્તુવ્યવસ્થા સૌપ્રથમ સ્પષ્ટ સમજવી અત્યંત આવશ્યક છે.) એટલા