________________
પંચાધ્યાયી પૂર્વાર્ધની વસ્તુવ્યવસ્થા દર્શાવતી ગાથાઓ
૩૭
પરિણતીરૂપ (પર્યાયરૂપ) માનવાથી દ્રવ્ય તથા પર્યાયોને ભિન્ન ભિન્ન પ્રદેશીપણાનો પ્રસંગ આવશે તથા સત, દ્રવ્ય-ગુણવાપર્યાયોમાંથી કોઈ પણ રૂપે સિદ્ધ થઈ શકશે નહિ અને તેથી સતુ, દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક ન હોવાથી એસનું પણ શું સ્વરૂપ છે? તે પણ નિશ્ચિત થઈ શકશે નહિ, તેથીદ્રવ્ય-ગુણ-પર્યાય અને સત્ પોતે એ બધાંય વિવાદગ્રસ્ત થઈ જશે.” અહીં કહ્યા પ્રમાણે જો કોઈ દ્રવ્યને અપરિણામી અને પર્યાય તેનાથી ભિન્ન ભિન્ન પ્રદેશી) પરિણામ એવું માનતું હોય તો અત્રે જણાવેલ પહેલો દોષ આવશે. હવે બીજો દોષ જણાવે છે.
ગાથા ૨૦૯ : અન્વયાર્થ:- “તથા અહીં બીજે પણ આ દોષ આવશે કે, જે નિત્ય છે તે નિશ્ચયથી નિત્યરૂપ જ રહેશે તથા જે અનિત્ય છે તે અનિત્ય જ રહેશે. એ પ્રમાણે કોઈ પણ વસ્તુમાં અનેક ધર્મત્વ સિદ્ધ થઈ શકશે નહિ. અર્થાત્ વસ્તુ અનેક ધર્માત્મક સિદ્ધ થશે નહિ.” હવે ત્રીજે દોષ જણાવે છે.
ગાથા ૨૧૦: અન્વયાર્થ:- “તથા આ એક દ્રવ્ય છે, આ ગુણ છે અને આ પર્યાય છે એ પ્રકારનો જે કાલ્પનિક ભેદ થાય છે (અર્થાત્ તે ભેદ વાસ્તવિક નથી) તે પણ નિયમથી ભિન્ન દ્રવ્યની માફક બનશે નહિ.” અર્થાત્ જે અભેદ વસ્તુમાં સમજાવવા માટે કાલ્પનિક ભેદ પાડ્યા છે અને તેથી જ તેને કથંચિત્ કહ્યાં છે. તેને જે વાસ્તવિક ભેદ સમજવામાં આવે તો દ્રવ્ય અને પર્યાય એ બંને ભિન્ન પ્રદેશી, બે દ્રવ્યરૂપ જ બની જતાં ભેદરૂપ વ્યવહાર ન રહેતાં નિયમથી ભિન્ન દ્રવ્યની માફ્ટ ભિન્ન પ્રદેશી જ બની જશે અને તેથી દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ જે કાલ્પનિક ભેદ થાય છે તેવાં કાલ્પનિક ભેદ બનશે નહિ.
આગળ શંકાકાર નવી શંકા કરે છે –
ગાથા ૨૧૧ : અન્વયાર્થ:- “શંકાકારનું કહેવું એમ છે કે, સમુદ્રની માફક વસ્તુને નિત્ય માનવામાં આવે તથા ગુણ પણ નિત્ય માનવામાં આવે અને પર્યાયો કલ્લોલાદિની માફક ઉત્પન્ન વા નાશ થવાવાળી માનવામાં આવે, જો એમ કહો તો –'' અર્થાત્ પદાર્થને સમુદ્ર અને તરંગના ઉદાહરણથી એમ માનવામાં આવે કે, દ્રવ્ય = સમુદ્રનું દળ એકાંતે નિત્ય અને પર્યાય = તરંગ એકાંતે અનિત્ય માનવામાં આવે તો શું હાનિ છે ? તેનું સમાધાન -
ગાથા ર૧૨ : અન્વયાર્થ :- “એમ કહેવું એ ઠીક નથી કારણ કે સમુદ્ર અને લહેરો(મો)નું દષ્ટાંત શંકાકારના પ્રકૃતિ – ઉપરોક્ત અર્થનું જ બાધક છે (ખંડન કરે છે) તથા શંકાકાર દ્વારા નહિ કહેલા પ્રકૃતાર્થના વિપક્ષભૂત આ વક્ષ્યમાણ (કથન કરતાં) કથંચિત્ નિત્ય-અનિત્યાત્મક અભેદ અર્થનું સાધક
અત્રે યાદ રાખવું કે અભેદનું સાધક કહ્યું છે અર્થાત્ દ્રવ્ય અભેદ છે તેમાં ભેદ ઉપજાવીને કહેવાય છે, ભિન્ન પ્રદેશરૂપ વાસ્તવિક નહિ અને બીજું, પ્રસ્તુત ઉદાહરણથી જ અભેદ દ્રવ્ય સાબિત થાય છે. કારણ કે જે તરંગ = કલ્લોલ છે તે સમુદ્રના જ બનેલા છે અર્થાત્ તે સમુદ્ર જ તે રૂપે પરિણમેલ છે અર્થાત્ તે સમુદ્ર જ છે; આવું અભેદ સ્વરૂપ છે દ્રવ્યનું.