________________
સમ્યગ્દર્શનની રીત
અર્થાત્ અપેક્ષાએ કાંઈ પણ કહી શકાય, પરંતુ સમજવાનું એ છે કે ઉપાદાનરૂપ દ્રવ્ય સ્વયં જ કાર્યરૂપે પરિણમે છે અને તેને જ તેનો ઉત્પાદ કહેવાય છે. પૂર્વ સમયવર્તી કાર્યને તેનો વ્યય કહેવાય છે અને તે બન્ને કાર્યરૂપ પરિણમેલ જે ઉપાદાનરૂપ દ્રવ્ય છે તે જ ધ્રૌવ્ય છે. ધ્રૌવ્યનું સ્વરૂપ અને તે કોના થાય છે?
ઉત્તર –
ગાથા ૨૦૩ : અન્વયાર્થ :- “પર્યાયાર્થિક નયથી (ભેદવિવક્ષાથી) ધ્રૌવ્ય પણ કથંચિસત્નો હોય છે, કેવળ સત્નો નહિ એટલા માટે ઉત્પાદ-વ્યયની માફક તે ધ્રવ્ય પણ સત્નો એક અંશ છે, પણ સર્વદેશ નથી.” કારણ કે જે તે સત્નો (દ્રવ્યનો) માનવામાં આવે તોદ્રવ્ય કુટસ્થ/અપરિણામી ગણાય કે જે તે નથી.
ગાથા ૨૦૪ : અન્વયાર્થ : - “અથવા ‘તર્ભાવથી નાશ ન થવો એવું જે ધ્રૌવ્યનું લક્ષણ દર્શાવ્યું છે ત્યાં પણ અર્થાત્ તેનો પણ આ વાસ્તવિક અર્થ છે કે, જે પરિણામ પહેલાં હતા તે તે પરિણામ જ પાછળ થતા રહે છે.”
અર્થાત્ જે દ્રવ્યરૂપ ધ્રૌવ્ય છે તે જ દરેક પર્યાયમાં પોતે જ કાર્યરૂપે પરિણમે છે અને તેમાં રહેલ સદશતાથી (સામાન્ય અપેક્ષાએ) તેનો તદ્ભાવથી નાશ ન હોવાથી તેને ધ્રૌવ્ય કહે છે; જેમ કે જ્ઞાન આકારાંતરપણું પામવા છતાં પણ જ્ઞાનપણાનો નાશ ન થવાથી તે આકારમાં રહેલ જ્ઞાનને (સામાન્યને) જ ધ્રૌવ્ય કહેવાય છે અર્થાત્ ટંકોત્કીર્ણ કહેવાય છે.
ગાથા ૨૦૫ : અન્વયાર્થ:- “જેમ પુષ્પનો ગંધ એ પરિણામ છે તથા એ ગંધગુણ પરિણમન કરી રહ્યો છે તેથી ગંધ (ગુણ) અપરિણામી નથી તથા નિશ્ચયથી નિર્ગન્ધ અવસ્થાથી પુષ્પ ગંધવાન થયું છે એમ પણ નથી.”
આથી કહી શકાય કે ધ્રૌવ્યરૂપદ્રવ્ય/ગુણ પોતે જ પર્યાયરૂપે ઊપજે છે અને ત્યારે જ પૂર્વ પર્યાયનો વ્યય થાય છે તેથી અભેદનયે દ્રવ્યને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ કહેવાય છે અને ભેદનયથી ઉત્પાદ-વ્યયધ્રૌવ્યરૂપ ત્રણે સત્તા પર્યાય કહેવાય છે, તે ભેદરૂપ પર્યાય છે. એ જ ભાવ આગળ પણ સમાવે છે.
ગાથા ૨૦૭ : અન્વયાર્થ:- “નિશ્ચયથી સર્વથા નિત્ય કોઈ સત્ છે, ગુણ કોઈ છે જ નહિ તથા કેવળ પરિણતીરૂપ (પર્યાયરૂપ) વ્યય તથા ઉત્પાદ એ બન્ને એ સત્થી અતિરિક્ત એટલે ભિન્ન છે એવી આશંકા પણ ન કરવી જોઈએ, કારણ કે” ભેદનયથી જે ઉપર ભેદરૂપ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યને પર્યાય તરીકે સમજાવવાથી કોઈને એવી આશંકા ઊપજે કે શું દ્રવ્ય અને પર્યાય ભિન્ન છે ? તો કહે છે કે એવી આશંકા પણ ન કરવી જોઈએ.
ગાથા ૨૦૮: અન્વયાર્થ:- “એમ થતાં સન્ન ભિન્નતાયુક્ત દેશનો પ્રસંગ આવવાથી સત્ એ ન ગુણ ન પરિણામ અર્થાત્ પર્યાય અને ન દ્રવ્યરૂપ સિદ્ધ થઈ શકશે, પરંતુ સર્વ વિવાદગ્રસ્ત થઈ જશે.”
ભાવાર્થ :- “ગુણોને ન માનતાં દ્રવ્યને સર્વથા નિત્ય તથા ઉત્પાદવ્યયને દ્રવ્યથી ભિન્ન કેવળ