________________
પંચાધ્યાયી પૂર્વાર્ધની વસ્તુવ્યવસ્થા દર્શાવતી ગાથાઓ
દ્રવ્ય હાજર જ છે) પણ પર્યાયાર્થિક નયથી કથંચિત્ વિસદશપણું (અન્યથાપણું) પણ જોવામાં આવે છે (અર્થાત્ તે ક્રમમાં થતા પર્યાયમાં વિશેષ ભાવરૂપે અન્ય-અન્ય ભાવ જોવામાં આવે છે). આ વિષયમાં બીજું દૃષ્ટાંત ગોરસનું પણ આપવામાં આવે છે; જેમ દૂધ, દહીં, મકો વગેરે દૂધની અવસ્થાઓમાં દ્રવ્યાર્થિક નયથી ગોરસપણાની સદશતા રહેવા છતાં પર્યાયાર્થિક નયથી દૂધથી દહીં વગેરે અવસ્થાઓમાં કથંચિત્ વિસદશપણું પણ જોવામાં આવે છે. એ પ્રમાણે અનુમાનથી અથવા સ્વાનુભવ પ્રત્યક્ષથી નિત્ય-અનિત્યની પ્રતીતિ થવાથી જો કે ક્રમમાં પણ કથંચિત્ સદશતા અને વિસટશતા બન્ને હોય છે, તેમ છતાં પણ કેવળ તેનો કાળ સૂક્ષ્મ સમયવર્તી હોવાથી તે ક્રમ પ્રતિસમય લક્ષમાં આવતો નથી, તેથી તેમાં અન્યથાત્વ (‘‘આ તેવું નથી’’) અને તથાત્વ (‘‘આ તેવું જ છે’’)ની વિવક્ષા જ કરી શકાતી નથી એવું નથી.’’
જે સમય જ્ઞાન ઘટાકાર માત્ર છે તે સમયે ઘટની જાણવાની યોગ્યતાથી અને જે સમયે લોકાલોકને જાણે છે તે સમયે તેવી યોગ્યતાથી જ્ઞાનગુણમાં કાંઈ વધ-ઘટ થતી નથી માત્ર અગુરુ લઘુ ગુણનું જ તે ફળ સમજવું યોગ્ય છે.
૩૩
ગાથા ૧૯૩-૧૯૪-૧૯૫ : અન્વયાર્થ :- ‘‘શંકાકારનું કહેવું એમ છે કે, એ પ્રમાણે માનતાં પરમાર્થદષ્ટિથી ઘટાકાર અને લોકાકારરૂપ જ્ઞાન એક હોવાથી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય બની શકશે નહિ અને ન કોઈ કોઈનું ઉપાદાનકારણ તથા ન કોઈ કોઈનું કાર્ય પણ બની શકશે તથા ગુણ પોતાના અંશોથી (પર્યાયથી) કમ (ઓછા) થતાં દુર્બળ અને ઉત્કર્ષ થતાં બળવાન કેમ નહિ થાય ? એ પ્રકારથી આવો પણ ઘણો ભારે અને દુર્જય દોષ આવશે. (ઉત્તર :-)જો એમ કહો તો એમ કહેવું ઠીક નથી, કારણ કે દ્રવ્યને પહેલાં સારી રીતે પરિણમનશીલ નિરૂપણ કર્યું છે (સિદ્ધ કર્યું છે) તેથી તેમાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણે સારી રીતે ઘટી શકે છે. પરંતુ તેથી ઊલટો સર્વથા નિત્ય વા અનિત્ય અર્થ માનવાથી નહિ ઘટે.'' અર્થાત્ જો વસ્તુના (દ્રવ્યના) બે ભાગ કલ્પવામાં આવે કે જેમાંનો એક ભાગ સર્વથા નિત્ય માનવામાં આવે અને એક ભાગ સર્વથા અનિત્ય અર્થાત્ નિત્ય અને અનિત્યને વસ્તુના ભાવની જગ્યાએ વિભાગ અથવા ભાગરૂપે કલ્પવામાં આવે તો તેમાં ઉત્પાદ, વ્યય, ધ્રુવ ઘટી શકશે નહીં અને તેથી તેવી માન્યતા જૈન સિદ્ધાંત બાહ્ય છે અને મિથ્યાત્વ છે એવી ધારણા કોઈની હોય, તો તે ત્વરાએ સુધારી લેવી જોઈએ, અપેક્ષાએ બધું કહેવાય પણ તેમ એકાંતે મનાય નહિ.
ભાવાર્થ :“શંકાકારનું કહેવું એમ છે કે, જો અવગાહન ગુણની વિચિત્રતાથી દ્રવ્યમાં કેવળ આકારથી આકારાન્તર જ થયા કરે છે, તો દ્રવ્યની પૂર્વ-ઉત્તર અવસ્થાઓમાં અભેદતા હોવાના કારણથી તેમાં (અત્રે શંકાકાર દ્રવ્ય-પર્યાયરૂપ વસ્તુને એક અભેદરૂપ-અનુસ્મ્રુતિથી રચિત પ્રવાહરૂપ નથી માનતાં) ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય બની શકશે નહિ તથા કોઈ પણ પ્રકારનો કાર્ય-કારણ ભાવ (અત્રે શંકાકાર કાર્ય-કારણ ભાવને ભેદરૂપ માને છે, ભિન્ન માને છે) જ સિદ્ધ થઈ શકશે નહિ. વળી જો ગુણાંશના તસ્થ રહેવા છતાં