________________
૩૨
સમ્યગ્દર્શનની રીત
બન્યો છે, દ્રવ્યની આ વ્યુત્પત્તિ અન્વયે શબ્દમાં સારી રીતે ઘટી શકે છે. જેમ કે “અનુ - અવ્વચ્છિન્ન પ્રવાહરૂપથી જે પોતાના પ્રતિસમય થવાવાળા પર્યાયોમાં બરાબર ‘અયતિ' એટલે ગમન કરતો હોય તેને અન્વય કહે છે, તેથી અન્વય અને દ્રવ્ય એ બંને પર્યાયવાચક શબ્દો છે.” અર્થાત્ પર્યાયોનો જે પ્રવાહરૂપ સમૂહ છે તે જ સત્ છે અને તે જ દ્રવ્ય છે. એટલે જે પર્યાયો છે તેમાં જ દ્રવ્ય છુપાયેલું ગતિ કરે છે અર્થાત્ જે પર્યાય છે તે દ્રવ્યનો જ બનેલ છે અને તેથી જ પર્યાયોને વ્યતિરેક = વિશેષ = વ્યક્ત અને દ્રવ્યને અન્વયરૂપ = સામાન્ય = અવ્યક્ત કહેવાય છે.
ગાથા ૧૫૯ : અન્વયાર્થ :- “સારાંશ એ છે કે નિશ્ચયથી ગુણ સ્વયંસિદ્ધ છે તથા પરિણમી પણ છે, તેથી તે નિત્ય અને અનિત્યરૂપ હોવાથી ભલા પ્રકારે ઉત્પાદ, વ્યય અને ધ્રોવ્યાત્મક પણ છે.”
ભાવાર્થ : “અનાદિ સંતાનરૂપથી જે દ્રવ્યની સાથે અનુગમન કરે છે તે ગુણ છે. અહીં “અનાદિ એ વિશેષણથી સ્વયંસિદ્ધ, સંતાનરૂપ’ એ વિશેષણથી પરિણમનશીલ તથા અનુગતાર્થ” એ વિશેષણથી નિરંતર દ્રવ્યની સાથે રહેવાવાળા એવો અર્થ સિદ્ધ થાય છે. સારાંશ એ છે કે, પ્રત્યેક દ્રવ્યના ગુણો સ્વયંસિદ્ધ અને નિરંતર દ્રવ્યની સાથે રહેવાવાળા છે તેથી તો તેને નિત્ય એટલે ધ્રોવ્યાત્મક કહેવામાં આવે છે તથા પ્રતિસમય પરિણમનશીલ છે તેથી તેને અનિત્ય વા ઉત્પાદવ્યયાત્મક કહેવામાં આવે છે. એ પ્રમાણે સંપૂર્ણ ગુણો ઉત્પાદ, વ્યય અને ધ્રોવ્યાત્મક છે.” આવી છે જૈનસિદ્ધાંતની વસ્તુવ્યવસ્થા.
ગાથા ૧૭૮ : અન્વયાર્થ :- “સારાંશ એ છે કે, જેમ દ્રવ્ય નિયમથી સ્વતઃસિદ્ધ છે તે જ પ્રમાણે તે પરિણમનશીલ પણ છે, તેથી તે દ્રવ્ય પ્રતિસમય વારંવાર પ્રદીપ (દીપકની) શિખાની માફ્ટ પરિણમન કરતું જ રહે છે.”
ભાવાર્થ :- “અર્થાત્ જેમ દ્રવ્ય સ્વતઃસિદ્ધ હોવાથી નિત્ય-અનાદિ અનંત છે તે જ પ્રમાણે તે પરિણમનશીલ હોવાથી પ્રદીપશિખાની (દીપકની) માફક પ્રતિસમય સદશ પરિણમન પણ કરતું જ રહે છે, તેથી તે અનિત્ય પણ છે. અને તેનું તે પરિણમન પૂર્વ પૂર્વ ભાવના વિનાશપૂર્વક (માટીના પિંડના વિનાશપૂર્વક) તથા ઉત્તર ઉત્તર ભાવના ઉત્પાદથી (માટીના ઘડાના ઉત્પાદથી) થતું રહે છે તેથી દ્રવ્ય, કથંચિત્ નિત્ય-અનિત્યાત્મક કહેવામાં આવે છે. [એક જ વસ્તુના બે સ્વભાવ છે, નહીં કે એક વસ્તુના બે ભાગ - એક નિત્ય અને બીજો અનિત્ય – આવું (ભાગરૂપ) માનવાથી મિથ્યાત્વનો દોષ આવે છે.] જેમ કે જીવ, મનુષ્યથી દેવપર્યાયને પ્રાપ્ત કરતાં દ્રવ્યાર્થિક દૃષ્ટિએ તેના દરેક પર્યાયોમાં જીવત્વ સદશ (સમાન) રહેવા છતાં (અર્થાત્ તે પર્યાયનું સામાન્ય તે જ જીવત્વ અર્થાત્ દ્રવ્ય) પણ પર્યાયાર્થિક દષ્ટિથી દરેક પર્યાયોમાં (તેના એક એક પર્યાયોમાં) તે કથંચિત્ ભિન્નતાને ધારણ કરે છે. એ જ પ્રમાણે પ્રતિસમય થવાવાળા ક્રમમાં પણ દ્રવ્યાર્થિક નયથી સદશતા રહેવા છતાં (અર્થાત્ તે ક્રમરૂપ પર્યાયમાં સામાન્ય ભાવરૂપે