________________
પંચાધ્યાયી પૂર્વાર્ધની વસ્તુવ્યવસ્થા દર્શાવતી ગાથાઓ
તમામ વાતો મુખ્ય-ગૌણ અપેક્ષાએ જ હોય છે, એકાંતે નહિ. તેથી જેઓ એકાંતના આગ્રહી છે તેઓ ઉપર જણાવ્યા અનુસાર નિયમથી મિથ્યાત્વી છે, અનંત સંસારી છે, તેથી તેવી ધારણા હોય તો મહેરબાની કરીને, પોતા ઉપર દયા આણીને ત્વરાએ પોતાની ધારણા ઠીક કરી લેવી અત્યંત આવશ્યક છે) જોતાં ઘટજ્ઞાન અને પટજ્ઞાનરૂપ બંને અવસ્થાઓમાં જ્ઞાનપણું સામાન્ય હોવાથી (અર્થાત્ તે અવસ્થાઓ જ્ઞાનગુણની જ બનેલ છે, તેથી તે અવસ્થાઓને ગૌણ કરતાં જ અર્થાત્ જ્ઞેયાકારોને ગૌણ કરતાં જ ત્યાં જ્ઞાનગુણ સાક્ષાત્ હાજર જ છે. તેવી જ રીતે દ્રવ્યમાં પણ અવસ્થાઓને ગૌણ કરતાં જ સાક્ષાત્ દ્રવ્ય હાજર જ છે – પૂર્ણ દ્રવ્ય અવસ્થાઓ રૂપે જ વ્યક્ત થાય છે. અને જે સામાન્ય રૂપે દ્રવ્ય છે તેને જ અવ્યક્ત કહેવાય છે અને તેથી તે વ્યક્ત, અવ્યક્તનું જ બનેલું છે) જ્ઞાનને ધ્રૌવ્ય અર્થાત્ નિત્ય (આવો છે જૈન સિદ્ધાંતનો ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા) પણ કહેવામાં આવે છે (આવું છે જૈન સિદ્ધાંતનો ત્રિકાળી ધ્રુવ-કુટસ્થ-અપરિણામી, અન્યથા નહિ). એટલા માટે અપેક્ષાવાદથી જ્ઞાનગુણ કથંચિત્ નિત્યઅનિત્યાત્મક સિદ્ધ થાય છે, પણ એકાંતવાદથી નહિ.’’ અર્થાત્ જેઓને એકાંતનો જ આગ્રહ છે તેઓએ પોતા ઉપર દયા આણી ત્વરાએ તે એકાંતનો આગ્રહ - પક્ષ છોડી, યથાર્થ ધારણા કરી લેવી અત્યંત આવશ્યક છે. આ જ વાત આગળ વધુ દૃઢ થાય છે. જેમ કે –
-
ગાથા ૧૧૭ : અન્વયાર્થ :- “ગુણો નિત્ય છે તો પણ તે નિશ્ચયથી પોતાના સ્વભાવથી જ પ્રત્યેક સમયે પરિણમન કરતાં રહે છે, અને તે પરિણમન પણ એ ગુણોની જ અવસ્થા છે, પણ ગુણોની સત્તાથી તેની સત્તા (સત્) કાંઈ ભિન્ન નથી.’’
તેથી એક સત્તાના બે, ત્રણ, ચાર... સત્ માનવાવાળા જો અપેક્ષાએ સમજે તો વાંધો નથી, પરંતુ સત્ અર્થાત્ સત્તા એક દ્રવ્યની વાસ્તવિક (ખરેખર) અભેદ-અખંડ એક જ હોય છે. ભેદ અપેક્ષાએ એક સત્તાના બે, ત્રણ, ચાર... સત્ કહેવાય, પરંતુ તેમ એકાંતે મનાય નહિ.
૨૯
ભાવાર્થ :- ‘‘ગુણોની પ્રતિસમય થવાવાળી અવસ્થાનું નામ જ પર્યાય છે. પર્યાયોની સત્તા (સત્) કંઈ ગુણોથી ભિન્ન નથી માટે દ્રવ્યની માફક એ ગુણો પણ ગુણની દૃષ્ટિએ નિત્ય તથા પોતાની પર્યાયરૂપ અવસ્થાઓથી ઉત્પન્ન તથા નષ્ટ થવાના કારણથી અનિત્ય કહેવામાં આવે છે...’’
એટલે સમજવાનું એ છે કે જો કોઈ દ્રવ્ય અને પર્યાયના પ્રદેશ ભિન્ન માનતાં હોય તો તેના ભાવની અપેક્ષાએ કહી શકાય, પરંતુ વાસ્તવિક પ્રદેશ ભેદ નથી. તેથી એવી એકાંત ધારણા જીવને મિથ્યાદષ્ટિ બનાવે છે. તેથી વિધાન કોઈ પણ હોય તો તેની અપેક્ષા સમજીને બોલવું અથવા માનવું, એકાંતે નહિ, અન્યથા આવી વાતો અનેક લોકોના અધઃપતનનું કારણ બને છે; તેથી આવા એકાંત પ્રરૂપણાના આગ્રહી મિથ્યાદષ્ટિઓથી દૂર જ રહેવું આવશ્યક છે, અન્યથા આપ પોતે પણ અનંત સંસારી મિથ્યાદષ્ટિરૂપ અનંત દુઃખોનું ઘર બનશો.
આ કારણે આવા એકાંત આગ્રહી લોકોને અમારી પ્રાર્થના છે કે આપ કોઈ પણ વિધાનની અપેક્ષા