________________
સમ્યગ્દર્શનની રીત
જાય છે ? અર્થાત્ નથી થતો. એટલા માટે તે વર્ણપણું નિત્ય છે.” આવો છે જૈન સિદ્ધાંતનો ત્રિકાળી ધ્રુવ.
ભાવાર્થ :- “ સામાન્યપણે તો વર્ણપણું તો તેનું તે જ છે, એ (વર્ણસામાન્યપણું) કાંઈ નષ્ટ થઈ ગયું નથી, એટલા માટે વર્ણસામાન્યની અપેક્ષાએ તે વર્ણગુણ નિત્ય જ છે.” આ રીતે સામાન્યની અપેક્ષાએ તેને કુટસ્થ અથવા અપરિણામી કહી શકાય, અન્યથા નહિ, અન્યથા માનતાં જૈન સિદ્ધાંતની વિરુદ્ધ અર્થાત્ અન્યમતી મિથ્યાત્વરૂપ પરિણમી જશે કે જે અનંત સંસારનું કારણ બનશે.
ગાથા ૧૧૨ : અન્વયાર્થ :- “જેમ વસ્તુ (દ્રવ્ય) પરિણમનશીલ છે તે જ પ્રમાણે ગુણો પણ પરિણમનશીલ છે (અન્યથા માનતાં મિથ્યાત્વનો ઉદય સમજવો), એટલા માટે નિશ્ચયથી ગુણોના પણ ઉત્પાદ-વ્યય બંને થાય છે.”
ભાવાર્થ :- “તેથી જેમ દ્રવ્ય પરિણામી છે, તેમ દ્રવ્યથી અભિન્ન રહેવાવાળા ગુણો પણ પરિણામી છે, અને તે પરિણામી હોવાથી તેમાં પ્રતિસમય ઉત્પાદ-વ્યય (કોઈ ને કોઈ કાર્ય) પણ થયા જ કરે છે, અને એ યુક્તિથી ગુણોમાં ઉત્પાદ-વ્યય હોવાથી તેને અનિત્ય પણ કહેવામાં આવે છે, સારાંશ કે, ”
ગાથા ૧૧૩ : અન્વયાર્થ :- “એટલા માટે જેમ જ્ઞાન નામનો ગુણ સામાન્ય રૂપથી નિત્ય છે તથા એ જ પ્રમાણે ઘટને છોડીને પટને જાણતાં જ્ઞાન નષ્ટ અને ઉત્પન્નરૂપ પણ છે અર્થાત્ અનિત્ય પણ છે.''
અર્થાત્ સમજવાનું એ છે કે જે ઉપાદાન છે અર્થાત્ જે દ્રવ્ય અથવા ગુણ છે તે સ્વયં જ કાર્યરૂપે પરિણમે છે અને તે કાર્ય અપેક્ષાએ તે અનિત્ય છે અને ઉપાદાન અપેક્ષાએ નિત્ય છે – આવું સ્વરૂપ છે નિત્ય-અનિત્યનું, અન્યથા નહિ. જે કોઈ આ સ્વરૂપથી વિપરીત ધારણા સહિત પોતાને સમ્યગ્દષ્ટિ માનતાં હોય અથવા મનાવતા હોય તો તેઓને નિયમથી ભ્રમમાં જ સમજવાં; કારણ કે, ભ્રમની પણ શાંતિ અને આનંદ વેદાય છે, તેથી તેવા જીવોને જે અનંત સંસારથી બચવું હોય તો અમારી વિનંતિ છે કે આપ આપની ધારણા સમ્યગ્ન કરી લો. અને જે કોઈ સંસારી જીવને એકાંતે અશુદ્ધ માનીને પોતાને સમ્યગ્દર્શન માને અથવા મનાવે-સમજે તો તે પણ ભ્રમમાં છે. તે માન્યતા પણ એકાંત છે, કેમ કે સંસારી જીવ પર્યાયાર્થિક નયથી અશુદ્ધ અવશ્ય છે, પણ તે જ સંસારી જીવ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ પરમ શુદ્ધ છે – ત્રિકાળ શુદ્ધ છે. આવું છે વસ્તુસ્વરૂપ જિનશાસનનું, જે એકાંત નયોથી પરાભૂત નથી થતું. દ્રવ્યાર્થિક નયથી કોઈ પણ આત્મામાં રાગાદિનું અસ્તિત્વ જ નથી, પરંતુ પર્યાયાર્થિક નયથી અજ્ઞાની આત્મા નિયમથી રાગાદિરૂપ પરિણમે છે; આવું છે જિનશાસનનું અનેકાંત અને જેને આ અનેકાંતમય સ્વરૂપ યથાર્થરૂપથી સમજમાં નથી આવતું, તેઓએ પોતાને જિનશાસનની બહાર જ સમજવા જોઈએ.
ભાવાર્થ :- “જે સમયે જ્ઞાન ઘટને છોડીને પટને વિષય કરવા લાગે છે, તે સમયે પર્યાયાર્થિક દષ્ટિએ ઘટજ્ઞાનનો વ્યય અને પટજ્ઞાનનો ઉત્પાદ થવાથી જ્ઞાનને અનિત્ય કહેવામાં આવે છે તથા એ જ સમયે પર્યાયાર્થિક નયની ગૌણતા અને દ્રવ્યાયાર્થિક નયની મુખ્યતાએ (સમજવાનું એ છે કે જૈન સિદ્ધાંતની