SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શનની રીત જ ભાસે છે. આવી જ મુખ્ય ગૌણની વ્યવસ્થા છે. આ સિવાય બીજી કોઈ અભાવની વ્યવસ્થા નથી જ, કારણ કે અખંડ-અભેદ દ્રવ્યમાં કોઈ પણ અંશનો અભાવ ઈચ્છતા પૂર્ણ દ્રવ્યનો જ અભાવ થઈ જાય છે - લોપ થઈ જાય છે, તેથી અભાવ એટલે મુખ્ય-ગૌણ, અન્યથા નહિ. ગાથા ૮૯ : અન્વયાર્થ:- “જેમ વસ્તુ સ્વતઃસિદ્ધ છે તે જ પ્રમાણે એ સ્વત: પરિણમનશીલ પણ છે, એટલા માટે અહીં એ સત્ નિયમથી ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યસ્વરૂપ છે.” ભાવાર્થ : “જૈનદર્શનમાં જેમ વસ્તુનો સદ્ભાવ સ્વતઃસિદ્ધ માન્યો છે (અર્થાત્ તે વસ્તુનો ક્યારેય નાશ થતો નથી અને તે અપેક્ષાએ તે ધ્રુવ છે – નિત્ય છે) તેમ જ તેને પરિણમનશીલ પણ માન્યો છે (અર્થાત્ દ્રવ્ય પોતે જ પર્યાયરૂપે પરિણમે છે), માટે સત્ પોતે જ નિયમથી ઉત્પાદસ્થિતિભંગમય છે (અર્થાત્ માટી પોતે જ પિંડપણું છોડીને ઘડારૂપ થાય છે). અર્થાત્ સત્ સ્વતઃસિદ્ધ હોવાથી ધ્રૌવ્યમય અને પરિણમનશીલ હોવાથી ઉત્પાદ-વ્યયમય છે. એ પ્રમાણે પ્રત્યેક વસ્તુ ત્રિતયાત્મક (ઉત્પાદ-વ્યયધ્રૌવ્યમય) છે.” અર્થાત્ કોઈ એમ કહે કે જો દ્રવ્યને જ પરિણામરૂપ માનવામાં આવે તો પરિણામના નાશે દ્રવ્યનો પણ નાશ થઈ જશે, તો તેવું નથી, કારણ કે ઉત્પાદ-વ્યય તે દ્રવ્યનો નથી પરંતુ દ્રવ્યની અવસ્થાનો છે અર્થાત્ તે દ્રવ્ય જ પોતે પિંડપણું છોડીને ઘડાપણું ધારણ કરે છે અને ત્યાં પિંડનો વ્યય અને ઘડાનો ઉત્પાદ કહેવાય છે; પણ તે બન્નેમાં રહેલ માટીપણાનો નાશ કોઈ કાળે થતો નથી અને તેથી જ તેને ત્રિકાળી ધ્રુવ અથવા અપરિણામી કહેવાય છે, નહિ કે અન્ય કોઈ રીતે. ગાથા ૯૦: અન્વયાર્થ:- “પરંતુ એ સત્ પણ પરિણામ વિના ઉત્પાદ, સ્થિતિ, ભંગરૂપ થઈ શકતું નથી; કારણ કે એમ માનતાં જગતમાં અસત્નો જન્મ (આકાશના ફૂલનો જન્મ) અને સત્નો વિનાશ (ઝાડ પરના ફૂલનો વિનાશ) દુર્નિવાર થઈ જશે.” ભાવાર્થ :- “સત્ કેવળ સ્વત:સિદ્ધ અને પરિણમનશીલ હોવાના કારણથી જ ઉત્પાદ, સ્થિતિ તથા ભંગમય માનવામાં આવ્યું છે, અર્થાત્ એ ત્રણે અવસ્થાઓ છે; કારણ કે પ્રતિસમય સત્ની અવસ્થાઓમાં ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય થયા કરે છે પણ કેવલ સમાં નહિ, તેથી (ભેદન) ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યને સત્ના પરિણામ કહેવામાં આવે છે. એમ ન માનતાં સત્માં જ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય માનવામાં આવે તો અસત્ની ઉત્પત્તિ તથા સન્ના વિનાશનો દુર્નિવાર (નિવારી ન શકાય એવો) પ્રસંગ આવશે.” ગાથા ૯૧ : અન્વયાર્થ:- “એટલા માટે નિશ્ચયથી દ્રવ્ય કથંચિત્ કોઈ અવસ્થારૂપથી ઉત્પન્ન થાય છે તથા કોઈ અન્ય અવસ્થાથી નષ્ટ થાય છે, પરંતુ પરમાર્થપણે (દ્રવ્યાર્થિકન) નિશ્ચયથી એ બંને જ નથી અર્થાત્ દ્રવ્ય ન તો ઉત્પન્ન થાય છે તથા ન નષ્ટ થાય છે.”
SR No.034447
Book TitleSamyag Darshanni Rit
Original Sutra AuthorN/A
AuthorJayesh Mohanlal Sheth
PublisherShailendra Punamchand Shah
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy