________________
સમ્યગ્દર્શનની રીત
પંચાધ્યાયી પૂર્વાર્ધની વસ્તુવ્યવસ્થા દર્શાવતી ગાથાઓ
ગાથા ૬૭ : અન્વયાર્થ :- “. જેમ પરિણમનશીલ આત્મા જો કે જ્ઞાનગુણપણાથી અવસ્થિત છે તો પણ જ્ઞાનગુણના તરતમરૂપ પોતાની અપેક્ષાએ અનવસ્થિત છે.”
અર્થાત્ આત્મા (દ્રવ્ય) પરિણમનશીલ છે અને છતાં તેને ટકતા ભાવથી = જ્ઞાનગુણથી = જ્ઞાયકભાવથી જોવામાં આવે, તો તે તેવો ને તેવો જ જણાય છે અર્થાત્ અવસ્થિત છે, અને જો જ્ઞાનગુણની જ તરતમતારૂપ અવસ્થાથી અર્થાત્ વિકલ્પરૂપ = શેયરૂપ અવસ્થાથી જોવામાં આવે, તો તે તેવો ને તેવો રહેતો નથી અર્થાત્ અનવસ્થિત જણાય છે. આ જ અનુક્રમે દ્રવ્યદષ્ટિ અને પર્યાયદષ્ટિ છે.
ગાથા ૬૮-૬૯ : અન્વયાર્થ :- “જે ઉપરના કથન અનુસાર ગુણ-ગુણાંશની (ગુણ-પર્યાયની) કલ્પના ન માનવામાં આવે, તો દ્રવ્ય ગુણાંશની પેઠે નિરંશ થઈ જાત અથવા તે દ્રવ્ય કુટસ્થની માફક નિત્ય થઈ જાત, પરિણમનશીલ બિલકુલ ન હોત અથવા ક્ષણિક થઈ જાત અથવા જો તમારો આવો અભિપ્રાય હોય કે, અનંત અવિભાગી ગુણાંશોનું માનવું તો ઠીક છે, પરંતુ એ બધા નિરંશ અંશોનું પરિણમન સમાંશ અર્થાત્ એકસરખું હોવું જોઈએ પણ તરતમરૂપ (તીવ્ર-મંદરૂપ) ન હોવું જોઈએ.”
ભાવાર્થ :- “ટ્રવ્યાર્થિકનયથી વસ્તુ અવસ્થિત છે તથા પર્યાયાર્થિકનયથી વસ્તુ અનવસ્થિત છે એ પ્રકારની (વસ્તુમાં) પ્રતીતિ હોવાના કારણથી ગુણ-ગુણાંશ કલ્પના સાર્થક છે એવું પહેલાં સિદ્ધ કર્યું છે. હવે એ જ (વસ્તુસ્વરૂપને) દઢ કરવા માટે વ્યતિરેકરૂપથી ઉહાપોહ કરવામાં આવે છે કે, જો ગુણ-ગુણાંશ કલ્પના માનવામાં ન આવે તો દ્રવ્યના સ્વરૂપમાં ચાર અનિષ્ટ પક્ષો ઉત્પન્ન થવાનો પ્રસંગ આવશે, અને તે આ પ્રમાણે :- (૧) એક ગુણાંશની માફ્ટ દ્રવ્યને નિરંશ માનવું પડશે. (૨) દ્રવ્યમાં માત્ર ગુણોનો જ સદ્ભાવ માનવાથી કીલકની માફક તેને કુટસ્થ એટલે અપરિણામી માનવું પડશે. (૩) ગુણો સિવાય માત્ર ગુણાંશકલ્પના જ માનતાં તેને (દ્રવ્યને) ક્ષણિક માનવું પડશે. (૪) ગુણોના અનંત અંશો માનવા છતાં પણ તેનું સમાન પરિણમન માનવું પડશે પણ તરતમ અંશરૂપ નહિ મનાય.”
ગાથા ૭૦ : અન્વયાર્થ :- “ઉપરના ચારેય પક્ષ પણ દોષયુક્ત છે. કારણ કે તે પ્રત્યક્ષ રૂપથી બાધિત છે, અને એ પ્રત્યક્ષબાધિત એટલા માટે છે કે, એ પક્ષોને સિદ્ધ કરવાવાળું કોઈ પ્રમાણ નથી તથા